° °

આજનું ઇ-પેપર
Saturday, 08 May, 2021


શ્રીલંકા ૩ મેઘરાજા ૨ ન્યુ ઝીલૅન્ડ ૦

14 November, 2012 05:59 AM IST |

શ્રીલંકા ૩ મેઘરાજા ૨ ન્યુ ઝીલૅન્ડ ૦

શ્રીલંકા ૩ મેઘરાજા ૨ ન્યુ ઝીલૅન્ડ ૦હમ્બનટોટા: શ્રીલંકાએ પાંચ મૅચવાળી વન-ડે સિરીઝમાં શનિવારની ચોથી મૅચ જીતીને સિરીઝ ૩-૦થી કબજામાં કરી લીધી ત્યાર પછી સોમવારે ન્યુ ઝીલૅન્ડને આખરી મૅચ જીતીને થોડી આબરૂ બચાવવાનો મોકો મળ્યો હતો, પરંતુ એ મોકો મેઘરાજાએ છીનવી લીધો હતો.

શ્રીલંકાએ ૨૮.૩ ઓવરમાં ૧૨૩મા રને આઠમી વિકેટ ગુમાવી ત્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી અને પછી એ ન અટકતાં બાકીની મૅચ રમાઈ જ નહોતી અને રદ જાહેર થઈ હતી. એ સાથે શ્રીલંકાને ૩-૦થી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. સિરીઝમાં કુલ બે મૅચ મેઘરાજાના વારંવારના વિઘ્નોને કારણે રદ થઈ હતી.

સિરીઝમાં સૌથી વધુ ૧૬૬ રન બનાવનાર શ્રીલંકન બૅટ્સમૅન બ્રૅડ્લી-જૉન વૉટલિંગને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. સિરીઝમાં જીવન મેન્ડિસ અને ટિમ સાઉધીએ સૌથી વધુ પાંચ-પાંચ વિકેટ લીધી હતી. હવે બન્ને દેશો વચ્ચે શનિવારે બે મૅચની ટેસ્ટસિરીઝ શરૂ થશે.

14 November, 2012 05:59 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

ગેટ વેલ સૂન બાબા

સનરાઇઝર્સ હૈદરાબાદનો વિકેટકીપર-બૅટ્સમૅન વૃદ્ધિમાન સહાને કોરોના થતાં હાલમાં આઇસોલેશનમાં છે. તે જલદી સ્વસ્થ થઈ જાય એ માટે ચેહકો પ્રાર્થના કરી રહ્યા છે. 

07 May, 2021 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કોરોનાગ્રસ્તોને દિલ્હીમાં મફત ભોજન આપશે પઠાણ બ્રધર્સ

ભૂતપૂર્વ ઑલરાઉન્ડર્સ ઇરફાન અને યુસુફ પઠાણ કોરોનાગ્રસ્ત લોકોની મદદ માટે આગળ આવ્યા છે.

07 May, 2021 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ક્રિકેટ બોર્ડ-આઇપીએલ 100 કરોડ ડોનેટ કરે

ભૂતપૂર્વ ગવર્નિંગ કાઉન્સિલ મેમ્બર સૂરિન્દર ખન્ના કહે છે કે આઇપીએલને બહુ પહેલાં જ રદ કરવાની જરૂર હતી

07 May, 2021 02:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK