° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


સાઉથ આફ્રિકનો છ વર્ષથી વિદેશમાં સિરીઝ નથી હાર્યા

04 December, 2012 06:47 AM IST |

સાઉથ આફ્રિકનો છ વર્ષથી વિદેશમાં સિરીઝ નથી હાર્યા

સાઉથ આફ્રિકનો છ વર્ષથી વિદેશમાં સિરીઝ નથી હાર્યા
પર્થ: ઑસ્ટ્રેલિયનો ગઈ કાલે સાઉથ આફ્રિકા સામેની ત્રીજી અને છેલ્લી ટેસ્ટમૅચ હારી જતાં પોતાના દેશના બૅટ્સમેનોમાં ડોનાલ્ડ બ્રૅડમૅન પછીના ગ્રેટ પ્લેયર ગણાતા રિકી પૉન્ટિંગને ખુશીપૂર્વક વિદાય નહોતા આપી શક્યા. ખુદ પૉન્ટિંગ તેની ૨૮૭મી ટેસ્ટઇનિંગ્સમાં ફક્ત ૮ રન બનાવીને આઉટ થઈ જતાં નિરાશ હતો.

સાઉથ આફ્રિકાએ આ મૅચ જીતીને નંબર વનનો રૅન્ક જાળવી રાખ્યો છે. સાઉથ આફ્રિકનો ૨૦૦૬થી અત્યાર સુધીમાં મોટા ભાગની સિરીઝ ગ્રેમ સ્મિથના સુકાનમાં રમ્યા છે અને છેલ્લા આ છ વર્ષમાં ક્યારેય વિદેશમાં ટેસ્ટસિરીઝ નથી હાર્યા. છેલ્લે તેઓ ૨૦૦૬માં શ્રીલંકામાં સિરીઝ હાર્યા હતા. બીજી તરફ ઑસ્ટ્રેલિયનોએ માઇકલ ક્લાર્કના સુકાનમાં પહેલી વાર ટેસ્ટશ્રેણીનો પરાજય જોવો પડ્યો છે.

ઑસ્ટ્રેલિયાને આ ટેસ્ટમૅચ જીતવા ૬૩૨ રનનો તોતિંગ ટાર્ગેટ મળ્યો હતો. ગઈ કાલે આ ટીમ ૩૨૨મા રને ઑલઆઉટ થઈ જતાં સાઉથ આફ્રિકાનો ૩૦૯ રનથી વિજય થયો હતો અને સ્મિથ ઍન્ડ કંપનીએ સિરીઝ ૧-૦થી જીતી લીધી હતી.

ઑસ્ટ્રેલિયનોમાં માત્ર બે હાફ સેન્ચુરી થઈ હતી જેમાંની એક અડધી સદી ૧૦મા નંબરના બૅટ્સમૅન મિચલ સ્ટાર્ક (૬૮ નૉટઆઉટ, ૪૩ બૉલ, બે સિક્સર, નવ ફોર) હતી. તેણે ૩૨ બૉલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. ટેસ્ટની ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરિયનોમાં તે ૧૪મા ક્રમે અને ઑસ્ટ્રેલિયનોમાં બીજા નંબરે છે. એ પહેલાં સવારે એડ કોવન (૫૩ રન, ૧૪૯ બૉલ, એક સિક્સર, પાંચ ફોર) સાઉથ આફ્રિકન બોલરોને સવાત્રણ કલાક સુધી લડત આપ્યા પછી આઉટ થઈ ગયો હતો.

હું છેલ્લી ઇન્ટરનૅશનલ ઇનિંગ્સમાં માત્ર ૮ રન બનાવી શક્યો એ બદલ શરમ અનુભવું છું. આવું નહોતું થવું જોઈતું. જે કંઈ હોય, પણ ગ્રેમ સ્મિથ અને તેની સાઉથ આફ્રિકન ટીમે હું બૅટિંગ કરવા ઊતયોર્ અને પછી આઉટ થઈને પાછો આવતો હતો ત્યારે મારું જે બહુમાન કર્યું એ જોઈને મને ખૂબ ગમ્યું. એ ક્ષણો હું ક્યારેય નહીં ભૂલું

- રિકી પૉન્ટિંગ


અમલા મૅચનો, ક્લાર્ક સિરીઝનો હીરો

પર્થની ટેસ્ટના પ્રથમ દાવમાં ૧૧ રને આઉટ થયા પછી બીજા દાવમાં ૧૯૬ રન બનાવીને ઑસ્ટ્રેલિયાને ૬૩૨ રનનો તોતિંગ ટાર્ગેટ અપાવવામાં સૌથી મોટું યોગદાન આપનાર હાશિમ અમલાને ગઈ કાલે મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. એ. બી. ડિવિલિયર્સ (૧૬૯) આ મૅચનો બીજો સેન્ચુરિયન હતો.

માઇકલ ક્લાર્કે પાંચ ઇનિંગ્સમાં ૧૪૪.૦૦ની બૅટિંગઍવરેજે ૫૭૬ રન બનાવ્યા હતા જે સિરીઝમાં હાઇએસ્ટ હતા. તેને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અમલા ૩૭૭ રન સાથે બૅટ્સમેનોના લિસ્ટમાં બીજા નંબરે હતો.

મૉર્ની મૉર્કલ ૧૪ વિકેટ સાથે તમામ બોલરોમાં મોખરે હતો, જ્યારે ડેલ સ્ટેન તથા નૅથન લાયનની ૧૨-૧૨ વિકેટ બીજા નંબરે હતી.

સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની નંબર-ગેમસાઉથ આફ્રિકા છેલ્લા બે દાયકામાં ઑસ્ટ્રેલિયાને એની ધરતી પર સતત બે ટેસ્ટસિરીઝ હરાવનાર આટલામો દેશ છેગ્રેમ સ્મિથે ગઈ કાલે આટલા કૅચ પકડ્યા હતા

૧૬૮

રિકી પૉન્ટિંગની આટલામી ટેસ્ટમૅચ હતી. તેનો ગુરુ અને ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ વૉ પણ આટલી ટેસ્ટ રમ્યો હતો અને પૉન્ટિંગે તેને ન ઓળંગવાના હેતુથી આટલામા નંબરની મૅચ સાથે નિવૃત્તિ લીધી હોવાનું મનાય છે

૨૦૦

સાઉથ આફ્રિકાએ ૧૯૯૧માં ક્રિકેટજગતમાં કમબૅક કયુર્ં ત્યાર પછીની એની આ આટલામી ટેસ્ટ હતી જેમાં એણે વિજય મેળવ્યો હતો

૧૩,૩૭૮

પૉન્ટિંગના આટલા રન ટોચના ટેસ્ટ બૅટ્સમેનોમાં સચિન તેન્ડુલકરના ૧૫,૫૬૨ રન પછી બીજા નંબરે છે

૦,૪,૧૬,૪,૮

સાઉથ આફ્રિકા સામેની સિરીઝમાં પૉન્ટિંગના સ્કોર્સ આ પ્રમાણે હતા

ઑસ્ટ્રેલિયા કેવી રીતે નંબર ટૂ થઈ શકે?

ટેસ્ટના રૅન્કિંગ્સમાં સાઉથ આફ્રિકા ૧૨૩ પૉઇન્ટ સાથે નંબર વન છે. ઇંગ્લૅન્ડ ૧૧૭ પૉઇન્ટ સાથે સેકન્ડ છે અને ઑસ્ટ્રેલિયા ૧૧૪ સાથે થર્ડ છે. ઇંગ્લૅન્ડ જો ભારત સામેની ૧-૧થી સમકક્ષ રહેલી ટેસ્ટસિરીઝ ૧-૩થી હારી જશે તો ઇંગ્લૅન્ડ ચોથા નંબરે ધકેલાઈ જશે, જ્યારે ઑસ્ટ્રેલિયા ૧૧૪ પૉઇન્ટ સાથે ત્રીજા પરથી બીજા નંબરે આવી જશે અને ઇંગ્લૅન્ડ સામે ભારત ૦૦.૧ પૉઇન્ટના તફાવતથી ત્રીજું થઈ જશે.

સ્કોર-ર્બોડ

સાઉથ આફ્રિકા : પ્રથમ દાવ ૨૨૫ રને ઑલઆઉટ

ઑસ્ટ્રેલિયા : પ્રથમ દાવ ૧૬૩ રને ઑલઆઉટ

સાઉથ આફ્રિકા : બીજો દાવ ૫૬૯ રને ઑલઆઉટ

ઑસ્ટ્રેલિયા : બીજો દાવ  (ટાર્ગેટ : ૬૩૨)

૩૨૨ રને ઑલઆઉટ (સ્ટાર્ક ૬૮ નૉટઆઉટ, કોવન ૫૩, ક્લાર્ક ૪૪, લાયન ૩૧, વૉર્નર ૨૯, હસી ૨૬, સ્ટેન ૭૨ રનમાં ત્રણ, રૉબિન પીટરસન ૧૨૭ રનમાં ત્રણ, ફિલૅન્ડર ૪૧ રનમાં બે અને મૉર્ની મૉર્કલ ૫૭ રનમાં બે વિકેટ)

04 December, 2012 06:47 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

કૃણાલ પંડ્યા કોરોનાથી સંક્રમિત, ઈન્ડિયા-શ્રીલંકા વચ્ચેની T-20 મેચ સ્થગિત

ઋષભ પંત બાદ હવે કૃણાલ પંડ્યા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને કારણે ભારત શ્રીલંકા વચ્ચે થનારી મેચ સ્થગિત કરવામાં આવી છે.

27 July, 2021 05:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

આઇપીએલના બીજા તબક્કાનો ૧૯મી સપ્ટેમ્બરથી પ્રારંભ

૨૭ દિવસ સુધી ચાલનારા બીજા તબક્કામાં કુલ ૩૧ મૅચ રમાશે

26 July, 2021 10:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વેસ્ટ ઇન્ડીઝ-ઑસ્ટ્રેલિયાની સિરીઝમાં કોરોનાની એન્ટ્રી, બીજી વન-ડે રદ થઈ

સિરીઝ વચ્ચે કોરોનાનો કેસ આવતાં હવે સિરીઝ રદ થાય એવી શક્યતા વધી ગઈ છે

24 July, 2021 02:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK