° °

આજનું ઇ-પેપર
Wednesday, 28 July, 2021


ચાર દિવસમાં બીજી વાર હરીફના છગ્ગાથી હાર

26 December, 2012 03:05 AM IST |

ચાર દિવસમાં બીજી વાર હરીફના છગ્ગાથી હાર

ચાર દિવસમાં બીજી વાર હરીફના છગ્ગાથી હારબૅન્ગલોર: ભારત ગઈ કાલે પાકિસ્તાન સામેની બે મૅચવાળી T20 સિરીઝની પ્રથમ મૅચ બે બૉલ બાકી રહ્યા ત્યારે પાંચ વિકેટે હારી ગયું હતું. શોએબ મલિકે (૫૭ રન, ૫૦ બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર) રવીન્દ્ર જાડેજાની ૨૦મી ઓવરના ચોથા બૉલમાં સિક્સર ફટકારીને પાકિસ્તાનને ૧૩૪ રનનો ટાર્ગેટ અપાવી દીધો હતો. શનિવારે ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગને લાસ્ટ બૉલની સિક્સરથી ભારતને પરાજય અપાવ્યો હતો.

પાકિસ્તાનની પાંચમાંથી ત્રણ વિકેટ ભુવનેશ્વરકુમારે (૪-૦-૯-૩) લીધી હતી. ઇશાન્ત શર્માએ કામરાન અકમલ સાથેના ઘર્ષણ પછી તેનો કૅચ પકડીને સાટું વાળી લીધું હતું.

કૅપ્ટન મોહમ્મદ હફીઝ (૬૧ રન, ૪૪ બૉલ, બે સિક્સર, છ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. એ પહેલાં ભારતના ૯ વિકેટે બનેલા ૧૩૩ રનમાં ગૌતમ ગંભીરના ૪૩ અને અજિંક્ય રહાણેના ૪૨ રન હતા. ઉમર ગુલે ત્રણ, સઈદ અજમલે બે તથા પ્રથમ T20 મૅચ રમનાર ૭ ફૂટ ૧ ઇંચ ઊંચા પેસબોલર મોહમ્મદ ઇરફાન અને શાહિદ આફ્રિદીને એક-એક વિકેટ મળી હતી.

હવે શુક્રવારે અમદાવાદમાં છેલ્લી T20 મૅચ (સાંજે ૫.૦૦થી) રમાશે.


26 December, 2012 03:05 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

કૃણાલ પંડ્યા કોરોનાથી સંક્રમિત, ઈન્ડિયા-શ્રીલંકા વચ્ચેની T-20 મેચ સ્થગિત

ઋષભ પંત બાદ હવે કૃણાલ પંડ્યા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જેને કારણે ભારત શ્રીલંકા વચ્ચે થનારી મેચ સ્થગિત કરવામાં આવી છે.

27 July, 2021 05:09 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

આઇપીએલના બીજા તબક્કાનો ૧૯મી સપ્ટેમ્બરથી પ્રારંભ

૨૭ દિવસ સુધી ચાલનારા બીજા તબક્કામાં કુલ ૩૧ મૅચ રમાશે

26 July, 2021 10:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

વેસ્ટ ઇન્ડીઝ-ઑસ્ટ્રેલિયાની સિરીઝમાં કોરોનાની એન્ટ્રી, બીજી વન-ડે રદ થઈ

સિરીઝ વચ્ચે કોરોનાનો કેસ આવતાં હવે સિરીઝ રદ થાય એવી શક્યતા વધી ગઈ છે

24 July, 2021 02:55 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK