Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > શિવમ દુબેને ન્યુ યૉર્કની પિચ પર રમવું રણજી ટ્રોફીમાં રમવા જેવું લાગ્યું

શિવમ દુબેને ન્યુ યૉર્કની પિચ પર રમવું રણજી ટ્રોફીમાં રમવા જેવું લાગ્યું

14 June, 2024 10:22 AM IST | New York
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શિવમ દુબેએ અમેરિકા સામે ૩૫ બૉલમાં ૩૧ રન ફટકારીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી

શિવમ દુબે

T20 World Cup

શિવમ દુબે


IPL 2024માં ચેન્નઈ સુપર કિંગ્સ માટે ધમાલ મચાવનાર શિવમ દુબેએ સ્વીકાર કર્યો કે ન્યુ યૉર્કની પિચ પર બૅટિંગ કરવી ખરેખર મુશ્કેલ હતી. શિવમ દુબેએ અમેરિકા સામે ૩૫ બૉલમાં ૩૧ રન ફટકારીને ભારતની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દુબેએ અહીં નાસાઉ કાઉન્ટી ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયરલૅન્ડ (૦) અને પાકિસ્તાન (૩) સામે સતત નિષ્ફળતા વિશે કહ્યું હતું કે ‘હું ફૉર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હતો અને પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો હતો. અહીં રમવું રણજી ટ્રોફી રમવા જેવું લાગ્યું. હું સફેદ બૉલના ફૉર્મેટ વિશે વિચારતો નહોતો. સિક્સર મારવા માટે તમારે તમારો શ્રેષ્ઠ શૉટ પસંદ કરવો પડશે. હું એ તકની રાહ જોઈ રહ્યો હતો. આ પિચ પર પહેલા બૉલથી મોટો શૉટ મારવો આસાન નહોતો.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2024 10:22 AM IST | New York | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK