Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઋતુરાજ પર ભારે પડી શેલ્ડનની સદી

ઋતુરાજ પર ભારે પડી શેલ્ડનની સદી

03 December, 2022 12:03 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રને પાંચ વિકેટે હરાવી સૌરાષ્ટ્ર બીજી વખત જીત્યું વિજય હઝારે ટ્રોફી

ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ અને સૌરાષ્ટ્રનાે કૅપ્ટન જયદેવ  ઉનડકટ

ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહ અને સૌરાષ્ટ્રનાે કૅપ્ટન જયદેવ ઉનડકટ


સિનિયર બૅટર શેલ્ડન જૅક્સનના અણનમ ૧૩૩ રનની મદદથી સૌરાષ્ટ્ર અમદાવાદમાં રમાયેલી વિજય હઝારે ટ્રોફીની ફાઇનલમાં મહારાષ્ટ્રને પાંચ વિકેટે હરાવીને બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું. પ્રથમ બૅટિંગ કરતાં મહારાષ્ટ્રએ કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડની સતત બીજી સદી (૧૩૧ બૉલમાં ૧૦૮ રન) મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૪૮ રન બનાવ્યા હતા. સૌરાષ્ટ્ર માટે ચિરાગ જાની (૪૩ રન આપીને ૩ વિકેટ)એ હૅટ-ટ્રિક પણ લીધી હતી. જવાબમાં સૌરાષ્ટ્રના જૅક્સને ૧૩૬ બૉલમાં ૧૨ ફોર અને પાંચ સિક્સરની મદદથી ૧૩૩ રન બનાવ્યા હતા અને ૪૬.૪ ઓવરમાં લક્ષ્યાંક મેળવી લીધો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

03 December, 2022 12:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK