તેને આઇસોલેટ કરવામાં આવ્યો હતો
શેન વૉર્ન
ઑસ્ટ્રેલિયન લેજન્ડ સ્પિનર શેન વૉર્નની કોરાના-ટેસ્ટ પૉઝિટિવ આવી છે. સવારે તબિયત બરાબર ન જણાતાં તેની ટેસ્ટ કરવામાં આવી હતી જેમાં તેનો રિપોર્ટ પૉઝિટિવ આવતાં તેને આઇસોલેટ કરવામાં આવ્યો હતો. શેન હાલમાં ઇંગ્લૅન્ડમાં ચાલી રહેલી હન્ડ્રેડ ટુર્નામેન્ટની લંડન સ્પિરિટ મેન્સ ટીમનો હેડ કોચ છે અને તેને આઇસોલેટ કરીને બધા સપોર્ટ સ્ટાફની ટેસ્ટ કરવામાં આવી હતી.