Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > 34000 રન : વિશ્વનો એકમાત્ર પ્લેયર

34000 રન : વિશ્વનો એકમાત્ર પ્લેયર

06 December, 2012 07:44 AM IST |

34000 રન : વિશ્વનો એકમાત્ર પ્લેયર

34000 રન : વિશ્વનો એકમાત્ર પ્લેયર







કલકત્તા: સચિન તેન્ડુલકરની નિવૃત્તિની અટકળો થઈ રહી છે ત્યારે તેણે ગઈ કાલે ઑર એક અમૂલ્ય સિદ્ધિ મેળવી હતી. તેણે ટેસ્ટ, વન-ડે અને T20 સહિતની ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૩૪,૦૦૦ રન પૂરા કર્યા હતા.

સૌથી વધુ ઇન્ટરનૅશનલ રન બનાવનારાઓમાં બીજો નંબર ધરાવતો રિકી પૉન્ટિંગ આ અઠવાડિયે રિટાયર થયો ત્યારે તેના નામે આવા કુલ ૨૭,૪૮૩ રન લખાયા હતા. કોઈ પ્લેયર કુલ ૨૮,૦૦૦ રન પણ નથી બનાવી શક્યો ત્યારે સચિન ગઈ કાલે ૩૪,૦૦૦ રનની સપાટીએ પહોંચી ગયો હતો. આ અનોખા લિસ્ટમાં સચિનથી પૉન્ટિંગ ૬૫૯૧ રન દૂર છે.




નંબર-ગેમ



સચિને ગઈ કાલે આ વર્ષના જાન્યુઆરી પછીની આટલામી હાફ સેન્ચુરી ફટકારી હતી. જાન્યુઆરીમાં સિડનીની ટેસ્ટના બીજા દાવમાં તેણે ફટકારેલી અડધી સદી અને ગઈ કાલના ૭૬ રન વચ્ચેની ૧૦ ઇનિંગ્સમાં તેણે ૧૫.૩૦ની બૅટિંગઍવરેજે કુલ માત્ર ૧૫૩ રન બનાવ્યા હતા


આટલા દેશો સામેના સચિનના ટેસ્ટરન હાઇએસ્ટ છે. તેણે આ સિદ્ધિ ઑસ્ટ્રેલિયા, બંગલા દેશ, સાઉથ આફ્રિકા, શ્રીલંકા સામે અને હવે ઇંગ્લૅન્ડ સામે મેળવી છે


સચિનના ૭૬ રન ઈડન ગાર્ડન્સમાં તેની આટલામી હાફ સેન્ચુરી છે અને આ સાથે તે વીવીએસ લક્ષ્મણની હરોળમાં આવી ગયો છે


જેમ્સ ઍન્ડરસને સચિનને ટેસ્ટમાં આટલી વખત આઉટ કર્યો છે અને એ સાથે તે માસ્ટર બ્લાસ્ટરની સૌથી વધુ વખત વિકેટ લેનારા મુથૈયા મુરલીધરનની બરાબરીમાં થઈ ગયો છે. ઍન્ડરસને સચિનના આટલા શિકાર ૧૩ મૅચમાં કર્યા છે, જ્યારે મુરલીધરને ૧૯ મૅચમાં કર્યા હતા

૧૫


સચિને ગઈ કાલે પોતાની વિકેટ લેનાર પેસબોલર જેમ્સ ઍન્ડરસન સામે ૧૮ બૉલમાં આટલા રન બનાવ્યા હતા. એમાં તેની ત્રણ ફોર હતી

૨૦


વાનખેડેના બન્ને દાવમાં પોતાની વિકેટ લેનાર મૉન્ટી પનેસરના ગઈ કાલે ૮૩ બૉલમાં સચિન આટલા રન બનાવી શક્યો હતો અને તેની સામે સચિનનો ૧.૪૪નો સ્કોરિંગ-રેટ હતો. છેલ્લા ૧૦ વર્ષમાં કોઈ એક બોલર સામેનો તેનો આ બીજા નંબરનો સૌથી નીચો સ્કોરિંગ-રેટ છે

૨૦


સચિનની ઇંગ્લૅન્ડ સામે આટલી હાફ સેન્ચુરી છે અને આ સાથે તે આ દેશ સામે સૌથી વધુ િફ્ફ્ટી-પ્લસ ધરાવતા પ્લેયરોમાં સુનીલ ગાવસકરની બરાબરીમાં આવી ગયો છે

૭૯


સચિન-યુવરાજ વચ્ચેની ગઈ કાલની આટલા રનની ભાગીદારી કલકત્તામાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટમૅચોની પાંચમી વિકેટ માટેની પાર્ટનરશિપ્સમાં સેકન્ડ-હાઇએસ્ટ છે. મોહમ્મદ અઝહરુદ્દીન અને રવિ શાસ્ત્રી વચ્ચેની ૧૯૮૪ની સાલની ૨૧૪ રનની ભાગીદારી હાઇએસ્ટ છે

૨૫૦૦


સચિન બે દેશ સામે આટલા રન બનાવનાર બ્રાયન લારા પછીનો બીજો પ્લેયર છે. લારાની જેમ સચિનની પણ આટલા રનની સિદ્ધિ ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડ સામે છે

૨૫૨૮


સચિનના ઇંગ્લૅન્ડ સામે ૩૧ ટેસ્ટમૅચમાં બનેલા હવે આટલા ટેસ્ટરન છે અને ભારતીયોમાં તેણે ૩૮ મૅચમાં ૨૪૮૩ રન બનાવનાર સુનીલ ગાવસકરને પાર કરી લીધા છે

- પૂરક માહિતી : અનંત ગવંડળકર

Whatsapp-channel Whatsapp-channel

06 December, 2012 07:44 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK