Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિતે સિરાજને મારી ટપલી : વીડિયો વાઇરલ

રોહિતે સિરાજને મારી ટપલી : વીડિયો વાઇરલ

19 November, 2021 06:00 PM IST | mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જયપુરમાં ભારતીય બૅટર્સ ૧૬૫ રનનો લક્ષ્યાંક ચેઝ કરી રહ્યા હતા ત્યારે ભારતીય ટીમના ડગઆઉટમાં એક હળવો બનાવ બન્યો હતો.

રોહિતે સિરાજને મારી ટપલી

રોહિતે સિરાજને મારી ટપલી


બુધવારે જયપુરમાં ભારતીય બૅટર્સ ૧૬૫ રનનો લક્ષ્યાંક ચેઝ કરી રહ્યા હતા ત્યારે ભારતીય ટીમના ડગઆઉટમાં એક હળવો બનાવ બન્યો હતો જેને નેટિઝન્સે ગંભીર માની લેતાં એનો વિવાદ થયો હતો. હેડ-કોચ રાહુલ દ્રવિડની પાછળ બેઠેલો બોલર મોહમ્મદ સિરાજ જ્યારે એક વાતે કંઈક બોલ્યો ત્યારે તેની પાછળ બેઠેલા કૅપ્ટન રોહિત શર્માએ તેને માથાના પાછળના ભાગ પર હળવી થપાટ મારી હતી. આને બીજા શબ્દમાં ટપલી પણ કહી શકાય. જોકે રોહિતની ટપલી પછી સિરાજ હળવું હસ્યો હતો. એ જ વખતે કોચ દ્રવિડે પાછળ જોયું હતું અને પ્લેયરોને કંઈક કહ્યું હતું. આ ઘટનાનો વિડિયો વાઇરલ થતાં સિરાજ અને રોહિત પર જોક્સ અને મીમ્સ બનવાની શરૂઆત થઈ ગઈ હતી. કેટલાક નેટિઝન્સે આ ઘટનાને શરૂઆતની આઇપીએલમાં હરભજન સિંહે શ્રીસાન્તને થપ્પડ મારી હતી એ ઘટના સાથે સરખાવી હતી. જોકે બુધવારની ઘટના માત્ર એક હળવી મજાક હતી.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2021 06:00 PM IST | mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK