Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્માનું મુંબઈના ઘરે જોરદાર સ્વાગત

રોહિત શર્માનું મુંબઈના ઘરે જોરદાર સ્વાગત

06 July, 2024 07:30 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

T20 વર્લ્ડ કપ જીતીને ભારત પહોંચેલા ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રોહિત શર્માનું તેના નિવાસસ્થાને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાર્બેડોઝથી દિલ્હી અને દિલ્હીથી મુંબઈ આવ્યા બાદ મુંબઈમાં વિજયી સરઘસ કાઢવામાં આવ્યું હતું અને વાનખેડે સ્ટેડિયમમાં ટીમનો સત્કાર કરવ

રોહિત શર્માનું સ્વાગત

રોહિત શર્માનું સ્વાગત


T20 વર્લ્ડ કપ જીતીને ભારત પહોંચેલા ટીમ ઇન્ડિયાના કૅપ્ટન રોહિત શર્માનું તેના નિવાસસ્થાને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બાર્બેડોઝથી દિલ્હી અને દિલ્હીથી મુંબઈ આવ્યા બાદ મુંબઈમાં વિજયી સરઘસ કાઢવામાં આવ્યું હતું અને વાનખેડે સ્ટેડિયમમાં ટીમનો સત્કાર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રોહિત શર્મા વરલીમાં આવેલા તેના આહુજા ટાવર્સ પહોંચ્યો હતો.


રોહિત શર્મા ૫૩ માળના આ બહુમાળી બિલ્ડિંગમાં ૨૯મા માળે પત્ની રિતિકા અને પુત્રી સમાયરા સાથે રહે છે. ૨૦૧૫માં તેણે આ અપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. રોહિતના બાળપણના મિત્રો અને બિલ્ડિંગના મેમ્બરોએ તેનું જોરદાર સ્વાગત કર્યું હતું.



આ સંદર્ભના વાઇરલ થયેલા વિડિયોમાં જોવા મળે છે કે તેના મિત્રો અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમના મેમ્બર તિલક વર્માએ તેને સલામી આપી હતી અને સ્લો મોશનમાં વિશિષ્ટ વૉક કરીને તેની પાસે પહોંચીને તેને ઊંચકી લીધો હતો. રોહિત આવી જ રીતે વૉક કરીને ટ્રોફી લેવા પહોંચ્યો હતો.


બીજા એક વિડિયોમાં જોવા મળે છે કે રાતે તેના બિલ્ડિંગની બહાર પણ મોટી સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ આવ્યા હતા અને રોહિત શર્માએ પાળ પર ચડીને સપોર્ટ બદલ તેમનો આભાર માન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK