° °

આજનું ઇ-પેપર
Thursday, 13 May, 2021


આખરી મેચમાં પોન્ટિંગે આખરી ઓવર નાંખી

03 December, 2012 06:58 AM IST |

આખરી મેચમાં પોન્ટિંગે આખરી ઓવર નાંખી

આખરી મેચમાં પોન્ટિંગે આખરી ઓવર નાંખીઅંતિમ ઓવર : ગઈ કાલે પર્થમાં અમલા અને ડિવિલિયર્સની જોડીને તોડવા કૅપ્ટન માઇકલ ક્લાર્કે છેલ્લી ટેસ્ટ રમી રહેલા રિકી પૉન્ટિંગ 
પાસે એક ઓવર બોલિંગ કરાવી હતી, જેમાં તેણે ત્રણ રન આપ્યા હતા. તસવીર : એએફપીપર્થ: સાઉથ આફ્રિકાએ ગઈ કાલે ત્રીજી અને નર્ણિાયક ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ પર સવારે ૮ વાગ્યે)માં ત્રીજા દિવસે ઑસ્ટ્રેલિયાને જીતવા માટે તોતિંગ ૬૩૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો. છેલ્લી મૅચ રમી રહેલા ભૂતપૂર્વ કૅપ્ટન અને ડૉન બ્રૅડમૅન પછી ગ્રેટેસ્ટ ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન તરીકે ગણાવવામાં આવતા રિકી પૉન્ટિંગને વિજયી વિદાય આપવાની ટીમના કૅપ્ટન માઇકલ ક્લાર્કની મહેચ્છા પૂરી થવી મુશ્કેલ લાગી રહ્યું છે. આજે અને આવતી કાલના બે દિવસમાં આશરે ૧૮૦ ઓવરમાં કાંગારૂઓએ બાકીના ૫૯૨ રન બનાવવાના છે અને તેમની બધી વિકેટો બાકી છે. ૬૩૨ રનના ટાર્ગેટ સામે ગઈ કાલે ઑસ્ટ્રેલિયાએ વિના વિકેટે ૪૦ રન બનાવ્યા હતા. ડેવિડ વૉર્નર ૨૯ અને ઍડ કોવન ૯ રન સાથે અણનમ રહ્યા હતા.

પૉન્ટિંગની વસમી વિદાય?

૬૩૨ રનનો તોતિંગ ટાર્ગેટ મળતાં ભૂતપૂર્વ કૅપ્ટન રિકી પૉન્ટિંગની આ છેલ્લી મૅચ વસમી બની રહે એવી શક્યતા લાગી રહી છે. કાંગારૂઓની ઇચ્છા ટીમના લેજન્ડ બૅટ્સમૅનને જીત સાથે વિદાય આપવાની હતી, પણ હવે એ મેળવવા તેમણે રેકૉર્ડ ટાર્ગેટ ચેઝ કરવો પડશે.

૪૧૮ રનનો રેકૉર્ડ

સૌથી મોટો ટાર્ગેટ (૪૧૮) સફળતાપૂર્વક ચેઝ કરવાનો રેકૉર્ડ અત્યારે વેસ્ટ ઇન્ડીઝના નામે છે. ૨૦૦૨-’૦૩માં વેસ્ટ ઇન્ડીઝે ઘરઆંગણે ઑસ્ટ્રેલિયા સામે બ્રાયન લારાની અફલાતૂન ઇનિંગ્સના જોરે ૭ વિકેટે ૪૧૮ રન બનાવીને રેકૉર્ડ ટાર્ગેટ ચેઝ કયોર્ હતો.

અમલા-ડિવિલિયર્સની કમાલ

બીજા દિવસે ૯૯ રન પર અણનમ રહેલા હાશિમ અમલાએ ગઈ કાલે ટેસ્ટ-કરીઅરની ૧૮મી સદી ફક્ત ૮૭ બૉલમાં પૂરી કરી હતી અને ૧૯૬ રને આઉટ થઈ જતાં ડબલ સદીથી વંચિત રહી ગયો હતો. મિચલ જૉન્સને પોતાની બોલિંગમાં એક સુપર્બ કૅચ કરીને અમલાના રનમશીનને અટકાવી દીધું હતું. વિકેટકીપર બૅટ્સમૅન એબી ડિવિલિયર્સે પણ આખરે ફૉર્મ બતાવતાં કરીઅરની ૧૪મી સેન્ચુરી ફટકારી હતી. ડિવિલિયર્સે આઉટ થતાં પહેલાં ૧૮૪ બૉલમાં ત્રણ સિક્સર અને ૨૧ ફોર સાથે ૧૬૯ રન બનાવ્યા હતા. અમલા અને ડિવિલિયર્સ વચ્ચે ચોથી વિકેટ માટે ૧૪૯ રનની થયેલી પાર્ટનરશિપે કાંગારૂઓને હેરાનપરેશાન કરી મૂક્યા હતા. કૅપ્ટન ક્લાર્કે આ જોડીને તોડવા આખરે છેલ્લી મૅચ રમી રહેલા રિકી પૉન્ટિંગને પણ એક ઓવર બોલિંગ કરાવી હતી, જેમાં તેણે ૩ રન આપ્યા હતા.

સ્ટાર્કનો સપાટો

પાંચમી ટેસ્ટ રમી રહેલા કાંગારૂ પેસબોલર મિચલ સ્ટાર્કે બેસ્ટ પફોર્ર્મ કરતાં ૧૫૪ રનમાં ૬ વિકેટ લીધી હતી. મિચલ જૉન્સને ૧૧૦ રનમાં ૪ વિકેટ લીધી હતી. પૉન્ટિંગ સહિત કુલ ૮ ઑસ્ટ્રેલિયન ખેલાડીઓએ બોલિંગ કરી હતી અને સ્ટાર્ક (૧૫૪), જૉન્સન (૧૧૦), જૉન હસ્ટિંગ (૧૦૨) અને નૅથન લાયને (૧૨૮) ૧૦૦ કરતાં વધુ રન આપ્યા હતા.

એલ્ગરની નિરાશાજનક એન્ટ્રી

સાઉથ આફ્રિકાના બૅટ્સમૅન ડીન એલ્ગરનું પહેલી ટેસ્ટની બન્ને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થતાં ભારે નિરાશાજનક પદાર્પણ રહ્યું હતું. આ પહેલી મૅચની બન્ને ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થનારો એ ૨૧મો ખેલાડી અને ઍલન ડૉનાલ્ડ પછી બીજો સાઉથ આફ્રિકન બન્યો હતો.

નંબર-ગેમબે સાઉથ આફ્રિકન બૅટ્સમેનોએ (હાશિમ અમલા ૧૯૬ અને એબી ડિવિલિયર્સ ૧૬૯) ઑસ્ટ્રેલિયા સામે એક જ ઇનિંગ્સમાં ૧૫૦ કરતાં વધુ રન કર્યા હોય એવો આ આટલામો બનાવ હતો. ૧૯૬૪માં ઍડીલેડમાં ઍડી બાલોર્ (૨૦૧) અને ગ્રેમ પૉલોકે (૧૭૭) પ્રથમ વાર અને ૨૦૦૯માં કેપ ટાઉન ટેસ્ટમાં એશ્વેલ પ્રિન્સ (૧૫૦) અને એબી ડિવિલિયર્સે (૧૬૩) બીજી વાર આ કમાલ કરી હતી.કોઈ ટીમે ૧૦૦ ઓવર બૅટિંગ કરી હોય અને પાંચ કરતાં વધુનો રનરેટ હોય એવી ગઈ કાલની સાઉથ આફ્રિકાની (૧૧૧.૫ ઓવરમાં ૫૬૯ રન) કમાલ એ ટેસ્ટના ઇતિહાસમાં આટલામો બનાવ હતો.

૬૫૪

ટેસ્ટ-ક્રિકેટમાં ચોથી ઇનિંગ્સમાં કોઈ પણ ટીમે બનાવેલા આટલા રન હાઇએસ્ટ છે. ૧૯૩૯માં ઇંગ્લૅન્ડે સાઉથ આફ્રિકા સામે ૨૧૮.૨ ઓવરમાં પાંચ વિકેટે આટલો સ્કોર બનાવ્યો હતો. ત્યારે એક ઓવર આઠ બૉલની હતી.

બ્રૅડમૅન-પૉન્ટિંગ અને ૬૦૦નો ટાર્ગેટ

ઑસ્ટ્રેલિયાને બીજી વાર ૬૦૦ કરતાં વધુ રનનો ટાર્ગેટ મળ્યો હતો. નવાઈની વાત એ છે કે ૧૯૨૮માં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને ૭૪૨ રનનો ટાર્ગેટ આપ્યો હતો એ લેજન્ડ ક્રિકેટર બ્રૅડમૅનની પહેલી મૅચ હતી. કમનસીબે ઑસ્ટ્રેલિયાએ મૅચમાં ફક્ત ૬૬ રનમાં ઑલઆઉટ થઈ જતાં કારમો પરાજય જોવો પડ્યો હતો. હવે ગઈ કાલે સાઉથ આફ્રિકાએ ૬૩૨નો ટાર્ગેટ આપ્યો છે એ બીજા લેજન્ડ ક્રિકેટર અને બ્રૅડમૅન પછી બીજા મહાન ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅન તરીકે ગણવામાં આવતા રિકી પૉન્ટિંગની છેલ્લી મૅચ છે.

03 December, 2012 06:58 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

યુઝવેન્દ્ર ચહલના માતા-પિતાને લાગ્યું કોરોનાનું સંક્રમણ, પત્નીએ આપી માહિતી

ધનશ્રી વર્માએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને જણાવ્યું કે પરિવાર અત્યારે કેવી મુશ્કેલીઓનો સામાનો કરી રહ્યો છે

13 May, 2021 05:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

ઇંગ્લૅન્ડમાં નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન હાર્ટ-અટૅકથી ખેલાડીનું થયું મોત

ઇંગ્લૅન્ડના નૉટિંગહમશર તરફથી રમતા ક્રિકેટર જોશુઆ ડાઉનીનું અવસાન થયું છે. ૨૪ વર્ષની ઉંમરના આ ખેલાડીને નેટ-પ્રૅક્ટિસ દરમ્યાન હાર્ટ-અટૅક આવ્યો હતો.

13 May, 2021 03:22 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આ વર્ષે આઇપીએલમાં નહીં રમું : સ્ટોક્સ

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર બેન સ્ટોક્સે જણાવ્યું કે આંગળીની ઈજામાંથી તો ૯ સપ્તાહમાં સાજો થઈ જઈશ, પરંતુ આ વર્ષે મોકૂફ રહેલી આઇપીએલમાં નહીં રમી શકું

13 May, 2021 03:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK