° °

આજનું ઇ-પેપર
Friday, 01 July, 2022


સુપર્બ સરફરાઝ

24 June, 2022 12:23 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની ઍવરેજમાં બ્રૅડમૅન પછી બીજા નંબરે : રણજીની બે સીઝનમાં ૯૦૦-પ્લસ રન બનાવનાર મુંબઈનો બીજો ખેલાડી : મુંબઈના ૩૭૪ રન સામે મધ્ય પ્રદેશના એક વિકેટે ૧૨૩

સરફરાઝ ખાન Ranji Trophy

સરફરાઝ ખાન

બૅન્ગલોરમાં રણજી ટ્રોફીની પાંચ દિવસીય ફાઇનલ (સવારે ૯.૩૦ વાગ્યાથી)માં ગઈ કાલે બીજા દિવસે મુંબઈએ ૩૭૪ રન બનાવ્યા બાદ મધ્ય પ્રદેશે રમતના અંત સુધી એક વિકેટે ૧૨૩ રન બનાવ્યા હતા. મુખ્ય બૅટર અને વિકેટકીપર હિમાંશુ મંત્રી ૩૧ રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ ઓપનર યશ દુબે ૪૪ રને અને શુભમ શર્મા ૪૧ રને રમી રહ્યા હતા.

એ પહેલાં મુંબઈનો પ્રથમ દાવ ૩૭૪ રનના સ્કોર પર પૂરો થયો હતો. બુધવારના નૉટઆઉટ બૅટર સરફરાઝ ખાને (૧૩૪ રન, ૨૪૩ બૉલ, બે સિક્સર, તેર ફોર) મુંબઈના સ્કોરને ૩૫૦+ કરાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ઓછામાં ઓછા ૨૦૦૦ રન બનાવનાર વિશ્વભરના ક્રિકેટરોમાં સર ડોનાલ્ડ બ્રૅડમૅનની ૯૫.૧૪ની હાઇએસ્ટ બૅટિંગ-ઍવરેજ છે. નવાઈની વાત એ છે કે સરફરાઝ ખાન તેમના પછી ૮૨.૮૩ની સરેરાશ સાથે બીજા ક્રમે છે. ભારતના વિજય મર્ચન્ટ (૭૧.૬૪) ત્રીજા ક્રમે છે.

બે રણજી સીઝનમાં ૯૦૦થી વધુ રન બનાવનારાઓમાં દેશનો ત્રીજો અને મુંબઈનો બીજો બૅટર છે. આ યાદીમાં દિલ્હીનો અજય શર્મા (૧૯૯૧માં ૯૩૩ રન, ૧૯૯૬માં ૧૦૩૩ રન) પહેલા સ્થાને, વસીમ જાફર (૨૦૦૮માં ૧૨૬૦ રન, ૨૦૧૮માં ૧૦૩૭ રન) બીજા સ્થાને અને સરફરાઝ ખાન (૨૦૧૯માં ૯૨૮ રન, ૨૦૨૨માં ૯૩૭* રન) ત્રીજા સ્થાને છે.

ગઈ કાલે મધ્ય પ્રદેશ વતી ગૌરવ યાદવે સૌથી વધુ ચાર, અનુભવ અગરવાલે ત્રણ અને સારાંશ જૈને બે વિકેટ લીધી હતી.

જો મધ્ય પ્રદેશ આજે ઓછા સ્કોરમાં ઑલઆઉટ થશે તો મુંબઈને જીતવાની સારી તક મળશે.

થાઇ થમ્પનું સેલિબ્રેશન સિધુ મૂસેવાલાને સમર્પિત

સેન્ચુરિયન સરફરાઝ ખાને (૧૩૪ રન) કહ્યું કે ‘હું આ સદી મારા અબ્બુ (પિતા)ના સપોર્ટને લીધે જ ફટકારી શક્યો છું.’ તાજેતરમાં એક ગૅન્ગના હુમલામાં મૃત્યુ પામનાર પંજાબી સિંગર સિધુ મૂસેવાલાનાં ગીતો સરફરાઝ ખાનને બેહદ પસંદ છે. તેણે ગઈ કાલે સદી પૂરી કર્યા બાદ મૂસેવાલાની સ્ટાઇલમાં થાઇ થમ્પ સેલિબ્રેશન કર્યું હતું.

24 June, 2022 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

મધ્ય પ્રદેશે ૨૩ વર્ષ જૂનું સપનું કર્યું સાકાર,રણજી ટ્રોફીને મળ્યું નવું ચૅમ્પિયન

પાવરહાઉસ મુંબઈને ફાઇનલમાં હરાવીને પહેલી વાર જીતી લીધું ટાઇટલ ઃ ૧૯૯૯માં બૅન્ગલોરમાં અધૂરી રહેલી ઇચ્છા પૂરી કરીને રચ્યો ઇતિહાસ ઃ ૬૯ વર્ષ પહેલાં હોળકરની ટીમ ચૅમ્પિયન બન્યા પછી મધ્ય પ્રદેશ ટીમનું નામ અસ્તિત્વમાં આવેલું

27 June, 2022 03:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાટીદારની સદીને લીધે ઇતિહાસ રચવાની નજીક પહોંચ્યું મધ્ય પ્રદેશ

વરસાદના વિઘ્નવાળી રણજી ટ્રોફી ફાઇનલમાં એમપીએ પહેલી ઇનિંગ્સમાં ૫૩૬ રન ફટકારતાં મુંબઈનો માર્ગ મુશ્કેલ બન્યો

26 June, 2022 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

યશસ્વી સેન્ચુરીનો ‘ચોક્કો’ ચૂક્યો, મધ્ય પ્રદેશે મુંબઈને કાબૂમાં રાખ્યું

સરફરાઝ અને મુલાનીની જોડી પર મદાર : બૅન્ગલોરમાં સૂરજદાદા ભાગ્યે જ દેખાયા

23 June, 2022 04:13 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK