° °

આજનું ઇ-પેપર
Wednesday, 06 July, 2022


આવતી કાલથી રણજી ફાઇનલમાં ‘મુંબઈ v/s મુંબઈ’

21 June, 2022 11:51 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમોલના કોચિંગમાં મુંબઈનો મુકાબલો મૂળ મુંબઈના જ પંડિતના કોચિંગવાળી મધ્ય પ્રદેશની ટીમ સામે

પ્રતીકાત્મક તસવીર Ranji Trophy

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરમાં રવિવારે મેઘરાજાએ ભારત અને સાઉથ આફ્રિકાની ફાઇનલ મૅચની મજા સાવ બગાડી નાખી હતી અને હવે આવતી કાલે આ જ શહેરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પાંચ-દિવસીય રણજી ટ્રોફી ફાઇનલ શરૂ થશે અને એમાં પૃથ્વી શૉની મુંબઈની ટીમ આદિત્ય શ્રીવાસ્તવની મધ્ય પ્રદેશની ટીમ સામે મુકાબલામાં તો ઊતરશે જ, પરંતુ વધુ રસપ્રદ વાત એ છે કે બન્ને હરીફ ટીમના કોચ જેઓ મૂળ મુંબઈ વતી રમી ચૂક્યા છે તેમના કોચિંગની આકરી કસોટી થશે.

મુંબઈ ૪૧ વખત રણજી ચૅમ્પિયન બન્યું છે અને એની આ ૪૭મી ફાઇનલ છે. અમોલ એક સમયે મુંબઈની ટીમનો સુપરસ્ટાર બૅટર હતો અને હવે કોચ છે. મધ્ય પ્રદેશના કોચ ચંદ્રકાન્ત પંડિત પણ મુંબઈ વતી રમી ચૂક્યા છે, પરંતુ કરીઅરના અંતે મધ્ય પ્રદેશ વતી રમ્યા બાદ એના જ કોચ બન્યા હતા. બન્ને કોચ મૂળ તો લેજન્ડરી-કોચ રમાકાન્ત આચરેકરના શિષ્ય છે.

બૅન્ગલોરનું આ એ જ ગ્રાઉન્ડ છે જ્યાં પંડિતની કૅપ્ટન્સીમાં મધ્ય પ્રદેશની ટીમ ૨૩ વર્ષ પહેલાં કર્ણાટક સામે રણજી ફાઇનલ હારી ગઈ હતી અને હવે પંડિતના કોચિંગમાં આ ટીમ મુંબઈ સામે આવતી કાલથી ફાઇનલ રમવાની છે.

21 June, 2022 11:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

મધ્ય પ્રદેશે ૨૩ વર્ષ જૂનું સપનું કર્યું સાકાર,રણજી ટ્રોફીને મળ્યું નવું ચૅમ્પિયન

પાવરહાઉસ મુંબઈને ફાઇનલમાં હરાવીને પહેલી વાર જીતી લીધું ટાઇટલ ઃ ૧૯૯૯માં બૅન્ગલોરમાં અધૂરી રહેલી ઇચ્છા પૂરી કરીને રચ્યો ઇતિહાસ ઃ ૬૯ વર્ષ પહેલાં હોળકરની ટીમ ચૅમ્પિયન બન્યા પછી મધ્ય પ્રદેશ ટીમનું નામ અસ્તિત્વમાં આવેલું

27 June, 2022 03:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પાટીદારની સદીને લીધે ઇતિહાસ રચવાની નજીક પહોંચ્યું મધ્ય પ્રદેશ

વરસાદના વિઘ્નવાળી રણજી ટ્રોફી ફાઇનલમાં એમપીએ પહેલી ઇનિંગ્સમાં ૫૩૬ રન ફટકારતાં મુંબઈનો માર્ગ મુશ્કેલ બન્યો

26 June, 2022 12:11 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સુપર્બ સરફરાઝ

ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની ઍવરેજમાં બ્રૅડમૅન પછી બીજા નંબરે : રણજીની બે સીઝનમાં ૯૦૦-પ્લસ રન બનાવનાર મુંબઈનો બીજો ખેલાડી : મુંબઈના ૩૭૪ રન સામે મધ્ય પ્રદેશના એક વિકેટે ૧૨૩

24 June, 2022 12:23 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK