° °

આજનું ઇ-પેપર
Friday, 30 July, 2021


વરસાદને કારણે ધોવાયો સાઉથમ્પટન ટેસ્ટનો પહેલો દિવસ, સોશિયલ મીડિયા પર મીમ્સ વાયરલ

19 June, 2021 06:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

18 જૂનના રમાનારી આ મેચ માટે મેદાન પર ખેલાડી ઉતરે, તે પહેલા વરસાદે પોતાનો પાસો ફેંકી દીધો અને મેચનો પહેલો દિવસ કોઇપણ ટૉસ વગર ધોવાઇ ગયો.

તસવીર સૌજન્ય મિડ-ડે

તસવીર સૌજન્ય મિડ-ડે

ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ, એક એવી મેચ, જેની આખું વિશ્વ આતુરતાથી રાહ જોઇ રહ્યું છે. 18 જૂનના રમાનારી આ મેચ માટે મેદાન પર ખેલાડી ઉતરે, તે પહેલા વરસાદે પોતાનો પાસો ફેંકી દીધો અને મેચનો પહેલો દિવસ કોઇપણ ટૉસ વગર ધોવાઇ ગયો. ત્યાર પછી એક તરફ જ્યાં ચાહકો વચ્ચે નિરાશા દેખાઇ રહી છે, તો ત્યાં સોશિયલ મીડિયા પર મીમ્સનો પૂર આવતો જોવા મળે છે.

આઇસીસી પર ચાહકોનો નિશાનો
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી ઐતિહાસિક મેચનું આયોજન આઇસીસીએ ઇંગ્લેન્ડની મેજબાની સાઉથેમ્પટનના મેદાન પર કરાવી છે. પણ આ વાત કોઇનાથી છુપાયેલી નથી કે ઇંગ્લેન્ડમાં આ વરસાદની સીઝન છે અને વરસાદ વચ્ચે આટલી મોટી મેચનું આયોજન સોશિયલ મીડિયા પર ચાહકોની પરે દેખાઇ રહ્યું છે.

કેટલાક ચાહકો નિરાશ છે, તો કેટલાક એવા મીમ્સ શૅર કરી રહ્યા છે, જેને જોઇને તમે પણ હસવાનું ટાળી નહીં શકો. અહીં જુઓ કેટલાક ફની ટ્વીટ, જે આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થઈ રહ્યા છે...

એક ચાહકે મજાકમાં ટ્વીટ કરીને લખ્યું, "વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 9 ટીમોએ ભાગ લીધો જેથી તે સારું પ્રદર્શન કરી ફાઇનલમાં ઇંગ્લેન્ડમાં વરસાદનો આનંદ માણી શકે."

એક ચાહકે ટ્વીટ કરતા લખ્યું, "કૅપ્ટન કોહલીએ ટૉસ જીતીને પહેલા તરવાનો નિર્ણય લીધો છે."

19 June, 2021 06:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

કોરોના કેર, આઠ ખેલાડી આઉટ, ચારનું ડેબ્યુ

કોરોના પૉઝિટિવ કૃણાલ પંડ્યા ઉપરાંત તેના સંપર્કમાં આવેલા ખેલાડીઓ પણ ટી૨૦ સિરીઝમાંથી થયા બહાર, બીજી ટી૨૦માં દેવદત્ત પડિક્કલ, રિતુરાજ ગાયકવાડ, નીતિન રાણા અને ચેતન સાકરિયાને મળ્યો પહેલી વાર મોકો

29 July, 2021 03:37 IST | Mumbai | Agency
ક્રિકેટ

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટ માઇક હૅન્ડ્રિક્સનું અવસાન

૧૯૮૨માં સાઉથ આફ્રિકાની રિબેલ ટૂરમાં સામેલ થતા તેમના પર ત્રણ વર્ષનો બૅન મુકાવામાં આવ્યં હતો અને તેમના કરિયરનો અંત આવી ગયો હતો.   

28 July, 2021 02:54 IST | Mumbai | Agency
ક્રિકેટ

ટીમ ઇન્ડિયાએ શરૂ કરી ટ્રેઇનિંગ, પંત જોડાયો

ભારતીય ટીમ આ પહેલાં કાઉન્ટી ઇલેવન સામે ત્રણ દિવસની એક વૉર્મઅપ મૅચ પણ રમી હતી જે ડ્રૉ ગઈ હતી.

28 July, 2021 02:50 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK