Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પંજાબની સદી સૌથી ઝડપી : બ્રેબર્નમાં બે બ્રિટિશરોએ બૅન્ગલોરનું બૅન્ડ બજાવ્યું

પંજાબની સદી સૌથી ઝડપી : બ્રેબર્નમાં બે બ્રિટિશરોએ બૅન્ગલોરનું બૅન્ડ બજાવ્યું

14 May, 2022 01:28 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરના જૉશ હેઝલવુડ (૪-૦-૬૪-૦) આ સીઝનનો સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. જોકે બૅન્ગલોરના સૌથી સફળ બોલર હર્ષલ પટેલે ૩૪ રનમાં ૪ અને હસરંગાએ ૧૫ રનમાં બે વિકેટ લીધી હતી.

કિંગ કોહલી હતાશ : બૅન્ગલોરનો વિરાટ ગઈ કાલે ફક્ત ૨૦ રન બનાવીને આઉટ થયા પછી એકદમ નિરાશ હતો. તેણે પાછા આવતી વખતે આકાશ તરફ જોઈને જાણે ઈશ્વર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.  બીસીસીઆઇ/આઇપીએલ

કિંગ કોહલી હતાશ : બૅન્ગલોરનો વિરાટ ગઈ કાલે ફક્ત ૨૦ રન બનાવીને આઉટ થયા પછી એકદમ નિરાશ હતો. તેણે પાછા આવતી વખતે આકાશ તરફ જોઈને જાણે ઈશ્વર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. બીસીસીઆઇ/આઇપીએલ


બ્રેબર્ન સ્ટેડિયમમાં ગઈ કાલે બૅન્ગલોર સામેની મહત્ત્વની મૅચમાં પંજાબે ધમાકેદાર બૅટિંગથી સ્ટેડિયમ ગજાવ્યું હતું. પંજાબે આ સીઝનના સૌથી ઝડપી ૧૦૦ રન નોંધાવ્યા હતા. ટીમના પહેલા ૫૦ રન ચાર ઓવર પૂરી થતાં પહેલાં બની ગયા હતા અને ૧૦૦ રન ૧૦ ઓવરની પહેલાં જ બની ગયા હતા. પંજાબે પહેલાં બૅટિંગ મળ્યા પછી ૯ વિકેટે જે ૨૦૯ રન બનાવ્યા એમાં જૉની બેરસ્ટૉ (૬૬ રન, ૨૯ બૉલ, સાત સિક્સર, ચાર ફોર) તથા તેના જ દેશ ઇંગ્લૅન્ડના લિઆમ લિવિંગસ્ટન (૭૦ રન, ૪૨ બૉલ, ચાર સિક્સર, પાંચ ફોર)નાં સૌથી મોટાં યોગદાન હતાં. શિખર ધવને ૨૧ રન બનાવ્યા હતા. બૅન્ગલોરના જૉશ હેઝલવુડ (૪-૦-૬૪-૦) આ સીઝનનો સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો. જોકે બૅન્ગલોરના સૌથી સફળ બોલર હર્ષલ પટેલે ૩૪ રનમાં ૪ અને હસરંગાએ ૧૫ રનમાં બે વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2022 01:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK