° °

આજનું ઇ-પેપર
Monday, 02 August, 2021


પુજારાનું પૅડ કુકને ફળ્યું

07 December, 2012 04:12 AM IST |

પુજારાનું પૅડ કુકને ફળ્યું

પુજારાનું પૅડ કુકને ફળ્યું
કલકત્તા : ગયા અઠવાડિયે વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્ર સિંહ ધોનીના આદેશથી બનેલી ટર્નિંગ વિકેટ પર ઇંગ્લૅન્ડની ટીમ ભારતીયો પર છવાઈ ગઈ હતી અને ભારતને હરાવીને સિરીઝ ૧-૧થી લેવલમાં કરી લીધી હતી. હવે ત્રીજી ટેસ્ટમૅચ (સ્ટાર ક્રિકેટ અને સ્ટાર સ્પોર્ટ્સ પર સવારે ૯.૦૦) માટેની ઈડન ગાર્ડન્સની ફ્લૅટ પિચ પર બ્રિટિશરો વર્ચસ જમાવી રહ્યા છે. પ્રથમ દિવસે સચિન તેન્ડુલકરની સ્લો અને સ્ટેડી બૅટિંગવાળી ઇનિંગ્સને બાદ કરતા ભારતીય ટીમમાંથી બીજો કોઈ પ્લેયર ઇંગ્લૅન્ડની ટીમ પર પ્રભાવ નહોતો પાડી શક્યો. ગઈ કાલે ઇંગ્લિશ બોલરોએ અને પછી બૅટ્સમેનોએ પ્રભુત્વ જમાવ્યું હતું.

ભારતની ફસ્ર્ટ ઇનિંગ્સ ૩૧૬ રનમાં સમેટાવી લીધા પછી ઇંગ્લૅન્ડે કૅપ્ટન ઍલસ્ટર કુક (૧૩૬ નૉટઆઉટ, ૨૩૬ બૉલ, ૧ સિક્સર, ૧૯ ફોર) અને બીજા ઓપનર નિક કૉમ્પ્ટન (૫૭ રન, ૧૩૭ બૉલ, ૧ સિક્સર, ૬ ફોર) વચ્ચેની ૧૬૫ રનની ભાગીદારીથી સારી શરૂઆત કરી હતી. બીજા દિવસની રમતના અંતે ઇંગ્લૅન્ડના એક વિકેટે ૨૧૬ રન હતા.

ગઈ કાલના સુપરસ્ટાર કુકને ૧૭મા રને ફસ્ર્ટ સ્લિપમાં ચેતેશ્વર પુજારાના હાથે જીવતદાન મળ્યું હતું. સામાન્ય રીતે શૉર્ટ લેગમાં ઊભા રહેતા પુજારાને કૅપ્ટન ધોનીએ વીરેન્દર સેહવાગના ફેવરિટ સ્થાન ફસ્ર્ટ સ્લિપમાં ઊભો રાખ્યો હતો. ઝહીર ખાનના એક બૉલમાં કુકના શૉટમાં પુજારા તેનો નીચો કૅચ નહોતો પકડી શક્યો. પુજારાએ પગમાં પૅડ પહેરી રાખ્યા હતા અને તેને કૅચ પકડવામાં એ પૅડ નડ્યા હોવાનું મનાય છે.


હું આઉટ નહોતો : કૉમ્પ્ટન

૫૭ રન બનાવનાર ઇંગ્લૅન્ડના ઓપનર નિક કૉમ્પ્ટને પોતાને પ્રજ્ઞાન ઓઝાના બૉલમાં લેગ બિફોર વિકેટની અપીલમાં આઉટ આપવામાં આવ્યો એ વિશે પત્રકારોને કહ્યું હતું કે ‘મને ખોટો આઉટ આપવામાં આવ્યો હતો. બૉલ મારા પૅડને વાગતાં પહેલાં મારા ગ્લવ્ઝને અડ્યો હતો.’

ઇંગ્લૅન્ડના કૅપ્ટન કુકની રેકૉર્ડ-બુક

૨૩ સેન્ચુરી ઇંગ્લૅન્ડના પ્લેયરોમાં હાઇએસ્ટ : ઍલસ્ટર કુકે ગઈ કાલે ૨૩મી ટેસ્ટસદી ફટકારી હતી. એ સાથે તે બાવીસ સદી બનાવી ચૂકેલા વૉલી હેમન્ડ, કૉલિન કાઉડ્રી, જ્યૉફ બૉયકૉટ અને કેવિન પીટરસનથી આગળ થઈ ગયો છે.

ભારતની ધરતી પર સિરીઝમાં ત્રણ સદી ધરાવતો પાંચમો : કુક ભારતમાં એક સિરીઝમાં ત્રણ કે ત્રણ કરતાં વધુ સદી ફટકારનાર બૅટ્સમેનોમાં સામેલ થયો છે. તેની આ સતત ત્રીજી મૅચની સદી છે. તે હવે એવર્ટન વીક્સ (વેસ્ટ ઇન્ડીઝ, ૪ સદી), ગૅરી સોબર્સ (વેસ્ટ ઇન્ડીઝ, ૩ સદી), કેન બૅરિંગ્ટન (ઇંગ્લૅન્ડ, ૩ સદી) અને હાશિમ અમલા (સાઉથ આફ્રિકા, ૩ સદી)ની હરોળમાં થઈ ગયો છે.

કૅપ્ટન્સીની પ્રથમ પાંચેય ટેસ્ટમાં સદી : કુકે સુકાન સંભાળ્યા પછીની પાંચેય ટેસ્ટમાં સદી ફટકારી છે.

૭૦૦૦ રન બનાવવામાં સચિનનો વિક્રમ તોડ્યો : ૨૭ વર્ષ અને ૨૪૭ દિવસનો કુક ટેસ્ટમાં ૭૦૦૦ રન પૂરાં કરનાર યંગેસ્ટ પ્લેયર બન્યો છે. આ સાથે તેણે સચિન તેન્ડુલકરનો વિશ્વવિક્રમ તોડ્યો છે. સચિને આ સિદ્ધિ ૨૮ વર્ષ ૧૯૩ દિવસની ઉંમરે મેળવી હતી.

૭૦૦૦ રન બનાવવામાં થર્ડ ફાસ્ટેસ્ટ અંગ્રેજ : કુકે ગઈ કાલે ૧૫૧મી ઇનિંગ્સમાં ૭૦૦૦ રન પૂરાં કર્યા હતા. તે આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડના પ્લેયરોમાં ત્રીજા નંબરે છે. વૉલી હેમન્ડે ૧૩૧મી અને કેવિન પીટરસને ૧૫૦મી ઇનિંગ્સમાં ૭૦૦૦ રન પૂરાં કર્યા હતા.

ભારતમાં સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર બ્રિટિશ કૅપ્ટન : કુકના ગઈ કાલ સુધીમાં ૪૯૩ રન હતા. તે ભારતમાં એક સિરીઝમાં સૌથી વધુ રન બનાવનાર ઇંગ્લિશ સુકાની બન્યો છે. તેણે ટેડ ડેક્સટરનો ૪૦૯ રનનો ૫૧ વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે.

કુક પર ગાવસકર આફરીન

સુનીલ ગાવસકરે ગઈ કાલે કહ્યું હતું કે ગઈ કાલ સુધીમાં ૭૦૪૮ રન બનાવનાર અને ૨૩ સદી ફટકારનાર ઍલસ્ટર કુક નિવૃત્તિ લેશે ત્યાં સુધીમાં તેણે ટેસ્ટમાં ૧૫,૦૦૦ રન પૂરાં કરી લીધા હશે અને ૫૦ સદીના આંકડે પહોંચી ગયો હશે એવું મારું માનવું છે.

સચિન તેન્ડુલકરના અત્યારે ૧૫,૬૩૮ રન અને ૫૧ સદી છે.

07 December, 2012 04:12 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

માનસિક સ્વાસ્થ્ય જાળવવા સ્ટોક્સે લીધો ક્રિકેટમાંથી બ્રેક

ભારત સામેની ટેસ્ટ સિરીઝ ઉપરાંત કદાચ ટી૨૦ વર્લ્ડ કપ અને આઇપીએલમાં પણ નહીં રમે.

01 August, 2021 04:40 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ગુણાથિલકા , ડિકવેલા અને મેન્ડિસ પર એક વર્ષનો બૅન

ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન કોવિડ-19ના પ્રોટોકોલના ઉલ્લઘંન બદલ આ પ્રતિબંધ ઉપરાંત માટે એક કરોડ શ્રીલંકન રૂપિયાનો દંડ પણ ફટકારાયો.

01 August, 2021 04:35 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી

ચહલ અને ગૌતમ અગાઉ જ આઠ આઇસોલેટેડ ખેલાડીઓમાં હતા.

31 July, 2021 08:58 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK