° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


પાકિસ્તાનને ૩-૦ની ક્લીન સ્વીપની ટ્રોફી મળશે ૧૫ દિવસ પછી

23 November, 2021 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ટેસ્ટ-શ્રેણી પછી યોજાશે સમારોહ : ગઈ કાલે અંતિમ ટી૨૦ની છેલ્લી ઓવરમાં મહમુદુલ્લાની ૩ વિકેટ છતાં છેવટે પાકિસ્તાને કર્યો વાઇટવૉશ

પાકિસ્તાનના ખેલાડીઓએ ગઈ કાલે ઢાકામાં ટ્રોફી વગર જ સેલ્ફી લઈને સેલિબ્રેશન કર્યું હતું.

પાકિસ્તાનના ખેલાડીઓએ ગઈ કાલે ઢાકામાં ટ્રોફી વગર જ સેલ્ફી લઈને સેલિબ્રેશન કર્યું હતું.

પાકિસ્તાને ગઈ કાલે ઢાકામાં બંગલા દેશને ટી૨૦ સિરીઝની છેલ્લી મૅચમાં આખરી બૉલમાં હરાવીને ૩-૦થી યજમાન ટીમનો વાઇટવૉશ કર્યો હતો. જોકે સિરીઝના અંતે પરંપરા પ્રમાણે વિજેતા ટીમને ટ્રોફી નહોતી આપવામાં આવી. હવે બન્ને દેશ વતી બે ટેસ્ટ-મૅચ રમાશે અને એ ટેસ્ટ-શ્રેણી પછી ટી૨૦ના ચૅમ્પિયનપદની ટ્રોફી પાકિસ્તાનની ટીમને આપવામાં આવશે. બે ટેસ્ટની સિરીઝ ૨૬ નવેમ્બરથી ૮ ડિસેમ્બર સુધી યોજાશે અને એક અહેવાલ પ્રમાણે ટી૨૦ અને ટેસ્ટ બન્નેની ટ્રોફી એક જ સમારંભમાં અપાશે.
નિર્ણાયક ઓવરમાં પડી ત્રણ વિકેટ
પાકિસ્તાને પહેલી બન્ને ટી૨૦ જીતીને ૨-૦થી સરસાઈ મેળવ્યા બાદ ગઈ કાલે આખરી મૅચ રમાઈ હતી જેમાં બંગલા દેશે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૨૪ રન બનાવ્યા પછી પાકિસ્તાને ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૭ રન બનાવીને વિજય મેળવ્યો હતો. છેલ્લી ઓવરમાં પાકિસ્તાને ૮ રન કરવાના હતા. યજમાન ટીમનો કૅપ્ટન મહમુદુલ્લા બોલિંગમાં આવ્યો ત્યારે સ્કોર બે વિકેટે ૧૧૭ રન હતો. મહમુદુલ્લાએ એ ઓવરના બીજા અને ત્રીજા બૉલમાં વિકેટ લેતાં પાકિસ્તાન મુસીબતમાં મુકાઈ ગયું હતું. જોકે ચોથા બૉલમાં ઇફ્તિખારે છગ્ગો ફટકારીને મહમુદુલ્લાને હૅટ-ટ્રિક નકારી હતી અને ત્યારે બે બૉલમાં બે રન બાકી હતા. પાંચમા બૉલમાં મહમુદુલ્લાએ ત્રીજી વિકેટ લીધી હતી અને છઠ્ઠા બૉલમાં એક રન બન્યો હોત તો મૅચ સુપરઓવરમાં જવાનો ચાન્સ હતો, પણ એ બૉલમાં મોહમ્મદ નવાઝે ચોગ્ગો મારી દેતાં પાકિસ્તાની પ્લેયરો સેલિબ્રેશન માટે મેદાન પર દોડી આવ્યા હતા.
પાકિસ્તાનના પાંચ વિકેટે બનેલા ૧૨૭ રનમાં હૈદર અલીના ૪૫ રન અને મોહમ્મદ રિઝવાનના ૪૦ રન હતા.
એ પહેલાં બંગલા દેશે બૅટિંગ લીધા પછી ૭ વિકેટે જે ૧૨૪ રન બનાવ્યા હતા અેમાં મોહમ્મદ નઇમના ૪૭ રન હાઇએસ્ટ હતા. પાકિસ્તાન વતી મોહમ્મદ વસીમ અને ઉસ્માન કાદિરે બે-બે વિકેટ લીધી હતી.
હૈદર, રિઝવાન સર્વશ્રેષ્ઠ ઘોષિત
પાકિસ્તાનના બૅટર હૈદર અલી (૪૫ રન, ૩૮ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) પ્લેયર ઑફ ધ મૅચ અને વિકેટકીપર મોહમ્મદ રિઝવાન (કુલ ૯૦ રન અને વિકેટની પાછળ ૬ શિકાર) પ્લેયર ઑધ ધ સિરીઝ ઘોષિત થયો હતો.

23 November, 2021 06:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જોગેશ્વરીના અજાઝના છે ૨૦ કઝિન્સ : ફૅમિલીના વૉટ્સઍપ-ગ્રુપમાં મચી ધમાલ

અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો

05 December, 2021 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

કિવી સ્પિનર ભારતના દાવની તમામ ૧૦ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયો, પણ ન્યુ ઝીલૅન્ડ ફક્ત ૬૨ રનમાં ખખડી ગયું : ભારત આજે જ જીતી શકે

05 December, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીયો સાઉથ આફ્રિકા અઠવાડિયું મોડા જશે, માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે

સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે

05 December, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK