Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બીજી ટી૨૦માં જીત સાથે સાઉથ આફ્રિકાનું કમબૅક

બીજી ટી૨૦માં જીત સાથે સાઉથ આફ્રિકાનું કમબૅક

13 April, 2021 12:00 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકાની ઓપનિંગ જોડીએ ૪.૩ ઓવરમાં ૪૪ રનની પાર્ટનરશિપ સાથે જીત આસાન બનાવી દીધી હતી

જ્યૉર્જ લિન્ડે

જ્યૉર્જ લિન્ડે


પહેલી ટી૨૦માં છેલ્લી ઓવરમાં હાર્યા બાદ ગઈ કાલે બીજી મૅચમાં સ્ટાર ખેલાડીઓ વગરની સાઉથ આફ્રિકાએ ૬ વિકેટે જીત સાથે શાનદાર કમબૅક કર્યું હતું. ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરતાં પાકિસ્તાન જ્યૉર્જ લિન્ડે (૨૩ રનમાં ૩) અને લિઝાર્ડ વિલિયમ્સ (૩૫ રનમાં ૩)ના તરખાટ સામે ૯ વિકેટે ૧૪૦ રન જ બનાવી શક્યું હતું. પાકિસ્તાન વતી કૅપ્ટન બાબર આઝમ (૫૦ બૉલમાં ૫૦) અને મોહમ્મદ હાફિઝ (૨૩ બૉલમાં ૩૨ રન) સિવાય કોઈ ખાસ નહોતું કરી શક્યું. પહેલી મૅચનો હીરો મોહમ્મદ રિઝવાન પહેલા જ બૉલમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.

સાઉથ આફ્રિકાની ઓપનિંગ જોડીએ ૪.૩ ઓવરમાં ૪૪ રનની પાર્ટનરશિપ સાથે જીત આસાન બનાવી દીધી હતી. આખરે ૧૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને સાઉથ આફ્રિકાએ મૅચ જીતી લીધી હતી અને ચાર મૅચની સિરીઝમાં ૧-૧થી બરોબરી કરી લીધી હતી. લિન્ડે મૅન ઑફ ધ મૅચ બન્યો હતો.



ત્રીજી મૅચ આવતી કાલે રમાશે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2021 12:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK