° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


બંગલા દેશ સામે પાકિસ્તાન હારતાં બચ્યું

20 November, 2021 08:05 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાને માત્ર ૨૪ રનમાં જ ચાર વિકેટ ગુમાવ્યા બાદ ૧૯.૨ ઓવરમાં ટાર્ગેટ મેળવ્યો

ફોટો/એએફપી

ફોટો/એએફપી

પાકિસ્તાન ગઈ કાલે બંગલા દેશ સામે સિરીઝની પ્રથમ ટી૨૦માં પરાજયની દિશામાં ગયા બાદ છેવટે જીતવામાં સફળ રહ્યું હતું. ૧૨૮ રનનો લક્ષ્યાંક મેળવવા જતાં બાબર આઝમની ટીમે ૨૪ રનમાં ખુદ બાબર અને રિઝવાન સહિત ૪ વિકેટ ગુમાવી દીધી હતી, પણ પછી ફખર ઝમાન (૩૪), ખુશદિલ શાહ (૩૪), શાદાબ ખાન (૨૧ અણનમ) અને મોહમ્મદ નવાઝ (૧૮ અણનમ)નાં યોગદાનની મદદથી ૧૯.૨ ઓવરમાં (૪ બૉલ બાકી રાખીને) ૬ વિકેટે બનાવેલા ૧૩૨ રનના સ્કોર સાથે સિરીઝમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. બંગલા દેશના તસ્કિન એહમદે બે વિકેટ લીધી હતી. એ પહેલાં બંગલા દેશે ૭ વિકેટે ૧૨૭ રન બનાવ્યા હતા. એક તબક્કે બંગલા દેશે ૪૦ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી. જોકે અફિફ હોસૈન (૩૬) અને મેહદી હસન (૩૦ અણનમ)નાં યોગદાનથી સ્કોર થોડો સન્માનજનક બન્યો હતો. મૅન ઑફ ધ મૅચ હસન અલીએ ત્રણ તથા મોહમ્મદ વસીમે બે વિકેટ લીધી હતી.

20 November, 2021 08:05 PM IST | Abu Dhabi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જોગેશ્વરીના અજાઝના છે ૨૦ કઝિન્સ : ફૅમિલીના વૉટ્સઍપ-ગ્રુપમાં મચી ધમાલ

અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો

05 December, 2021 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

કિવી સ્પિનર ભારતના દાવની તમામ ૧૦ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયો, પણ ન્યુ ઝીલૅન્ડ ફક્ત ૬૨ રનમાં ખખડી ગયું : ભારત આજે જ જીતી શકે

05 December, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીયો સાઉથ આફ્રિકા અઠવાડિયું મોડા જશે, માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે

સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે

05 December, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK