પોલીસ-અધિકારી હિના મુનાવરને ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાન મેન્સ ક્રિકેટ-ટીમ માટે પહેલી મહિલા ટીમ-મૅનેજર તરીકે નિયુક્ત કરવામાં આવી છે
હિના મુનાવર
ન્યુ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા સાથે ત્રિકોણીય વન-ડે સિરીઝ ઉપરાંત ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. પોલીસ-અધિકારી હિના મુનાવરને ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં પાકિસ્તાન મેન્સ ક્રિકેટ-ટીમ માટે પહેલી મહિલા ટીમ-મૅનેજર તરીકે નિયુક્ત કરવામાં આવી છે. વરિષ્ઠ નિવૃત્ત અધિકારી નવીદ અકરમ ચીમા ટીમ-મૅનેજર તરીકે ટીમ સાથે જોડાયેલા રહેશે.
સિવિલ સુપિરિયર સર્વિસિસ પરીક્ષા પાસ કર્યા પછી હિના મુનાવરે ઉચ્ચ જોખમ ધરાવતા ક્ષેત્રમાં સેવા આપવાની સાથે તેને ગયા વર્ષે એશિયા કપ માટે પાકિસ્તાન વિમેન્સ ટીમ માટે અન્ડર-19 ટીમની મૅનેજર બનાવવામાં આવી હતી. ટીમ-મૅનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા, કાર્યક્ષમ વાતાવરણ બનાવવા અને પરંપરાગત રીતે કોચિંગ-કેન્દ્રિત અને પુરુષ-પ્રભુત્વ ધરાવતી સિસ્ટમમાં નવો દૃષ્ટિકોણ લાવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ નિર્ણય લીધો છે.

