Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વીફરેલા કિવીઓએ પહેલા જ દિવસે ૩૪૯ રન ખડકી દીધા

વીફરેલા કિવીઓએ પહેલા જ દિવસે ૩૪૯ રન ખડકી દીધા

10 January, 2022 03:19 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી ટેસ્ટ હાર્યા બાદ બંગલાદેશ સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે લેથમ ૨૮ ફોરની મદદથી ૧૮૬ અને કૉન્વે ૯૯ નૉટઆઉટ

કૅપ્ટન લેથમ બીજી ડબલ સેન્ચુરીથી માત્ર ૧૪ રન દૂર હતો (તસવીર : એ.એફ.પી.)

કૅપ્ટન લેથમ બીજી ડબલ સેન્ચુરીથી માત્ર ૧૪ રન દૂર હતો (તસવીર : એ.એફ.પી.)


નવમી રૅન્કના બંગલાદેશ સામે ગયા અઠવાડિયે ઘરઆંગણે પહેલી વાર ટેસ્ટમાં પરાજય જોનાર ટેસ્ટના વર્લ્ડ ચૅમ્પિયન ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે બીજી અને નિર્ણાયક ટેસ્ટના પ્રથમ દિવસે ક્રાઇસ્ટચર્ચમાં પ્રવાસી ટીમના બોલરોની સાધારણ બોલિંગમાં રનનો ખડકલો કરી દીધો હતો. કિવીઓ મૅચ જીતીને સિરીઝ ૧-૧થી બરાબરીમાં લાવવા માગે છે. રમતના અંત સુધીમાં કિવીઓનો સ્કોર એક વિકેટે ૩૪૯ રન હતો. કાર્યવાહક કૅપ્ટન ટૉમ લેથમ (૧૮૬ નૉટઆઉટ, ૨૭૮ બૉલ, ૨૮ ફોર) અને ડેવોન કૉન્વે (૯૯ નૉટઆઉટ, ૧૪૮ બૉલ, ૧ સિક્સર, ૧૦ ફોર) દાવમાં હતા. તેમની વચ્ચે બીજી વિકેટ માટે ૨૦૧ રનની ભાગીદારી થઈ હતી. લૅથમે ૬૦ ટકા રન (૧૧૨) ચોક્કામાં બનાવ્યા હતા.
પૂરી ૯૦ ઓવર રમનાર લૅથમ કરીઅરની બીજી ડબલ સેન્ચુરીથી માત્ર ૧૪ રન દૂર હતો. તેણે ૧૨મી ટેસ્ટ-સદી ફટકારી હતી, જ્યારે કૉન્વે ત્રીજી સદીથી એક રન દૂર હતો. એ પહેલાં યંગે પણ હાફ સેન્ચુરી (૫૪) ફટકારી હતી અને લૅથમ સાથે ૧૪૮ રનની પાર્ટનરશિપ કરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

10 January, 2022 03:19 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK