Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: સૂર્યકુમારે બાબરનું ત્રીજું સ્થાન આંચકી લીધું

News In Short: સૂર્યકુમારે બાબરનું ત્રીજું સ્થાન આંચકી લીધું

22 September, 2022 02:17 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંગળવારે મોહાલીમાં સૂર્યકુમારે ઑસ્ટ્રેલિયા સામે જે ૪૬ રન બનાવ્યા એને લીધે તેને રૅન્કિંગ્સમાં ત્રીજા નંબર પર આવવા મળ્યું છે

સૂર્યકુમાર યાદવ

News In Short

સૂર્યકુમાર યાદવ


સૂર્યકુમારે બાબરનું ત્રીજું સ્થાન આંચકી લીધું

આક્રમક અને ભરોસાપાત્ર બૅટર સૂર્યકુમાર યાદવે ટી૨૦ના રૅન્કિંગ્સમાં પાકિસ્તાનના બાબર આઝમનું સ્થાન લીધું છે. મંગળવારે મોહાલીમાં સૂર્યકુમારે ઑસ્ટ્રેલિયા સામે જે ૪૬ રન બનાવ્યા એને લીધે તેને રૅન્કિંગ્સમાં ત્રીજા નંબર પર આવવા મળ્યું છે. તેના ૭૮૦ પૉઇન્ટ છે અને તે હવે મોહમ્મદ રિઝવાન (૮૨૫ પૉઇન્ટ) અને એઇડન માર્કરમ (૭૯૨ પૉઇન્ટ)થી બહુ દૂર નથી.



નૅશનલ ગેમ્સ : પહેલો ગોલ્ડ ગુજરાત જીત્યું


ગુજરાતમાં આયોજિત નૅશનલ ગેમ્સનો આરંભ ૨૭ સપ્ટેમ્બરે થશે, પરંતુ શેડ્યુલ મુજબ ટેબલ ટેનિસની સ્પર્ધાઓ સુરતમાં રમાઈ છે. ગઈ કાલે આ રમતોત્સવનો ટેબલ ટેનિસનો પ્રથમ ગોલ્ડ ગુજરાતે (પુરુષ વર્ગ) અને પશ્ચિમ બંગાળે (મહિલા વર્ગ) જીતી લીધો હતો. પુરુષોના ગ્રુપમાં ગોલ્ડ જીતવા માટે ફેવરિટ ગણાતી ગુજરાતની ટીમે દિલ્હી સામે એકેય સેટ ગુમાવ્યા વગર ૩-૦થી જીતીને સુવણચંદ્રક જીતી લીધો હતો. ગુજરાતની ટીમમાં કૉમનવેલ્થનો ગોલ્ડ-વિજેતા હરમીત દેસાઈ તેમ જ માનવ ઠક્કર અને માનુષ શાહ છે. મહિલા વર્ગની ફાઇનલમાં મહારાષ્ટ્રને બંગાળે હરાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.

મુંબઈની જેમાઇમા એશિયા કપ માટેની ટીમમાં સામેલ


આગામી પહેલી ઑક્ટોબરે બંગલાદેશમાં શરૂ થનારી મહિલાઓની ટી૨૦ એશિયા કપ સ્પર્ધા માટેની ભારતીય ટીમમાં મુંબઈની બૅટર જેમાઇમા રૉડ્રિગ્સનો સમાવેશ કરાયો છે. ભારતીય ટીમ : હરમનપ્રીત કૌર (કૅપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કૅપ્ટન), શેફાલી વર્મા, જેમાઇમા રૉડ્રિગ્સ, દીપ્તિ શર્મા, સબ્બિનેની મેઘના, રિચા ઘોષ (વિકેટકીપર), સ્નેહ રાણા, દયાલન હેમલતા, મેઘના સિંહ, રેણુકા ઠાકુર, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ અને કે. પી. નવગિરે. સ્ટૅન્ડ-બાય : તાનિયા ભાટિયા, સિમરન બહાદુર.

વર્લ્ડ ટેસ્ટની ૨૦૨૩ની ફાઇનલ ઓવલમાં, ૨૦૨૫ની લૉર્ડ્‍સમાં

૨૦૨૩માં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ લંડનના ઓવલમાં અને ૨૦૨૫માં આ જ સ્પર્ધાની ફાઇનલ લૉર્ડ્સમાં રમાશે. ૨૦૨૧માં ન્યુ ઝીલૅન્ડ આ સ્પર્ધા ભારતને સાઉધમ્પ્ટનની ફાઇનલમાં હરાવીને જીત્યું હતું. બીજી સીઝન ૪ ઑગસ્ટે શરૂ થઈ ગઈ છે, ૨૦૨૩ની ૩૧ માર્ચે ફાઇનલ રમાશે. જોકે બન્ને ચૅમ્પિયનશિપની તારીખો થોડા સમયમાં જાહેર કરાશે.

લૉર્ડ્‍સમાં રમાશે ઇંગ્લૅન્ડ-આયરલૅન્ડ વચ્ચે ૪ દિવસની ટેસ્ટ

‍આવતા વર્ષે જૂનની ૧થી ૪ તારીખ સુધી લૉર્ડ્સમાં યજમાન ઇંગ્લૅન્ડ અને આયરલૅન્ડ વચ્ચે ચાર-દિવસીય ટેસ્ટ-મૅચ રમાશે. ૨૦૧૯માં બન્ને દેશ વચ્ચે આ જ મેદાન પર ટેસ્ટ રમાઈ હતી, જેમાં ઇંગ્લૅન્ડે આઇરિશ ટીમને બીજા દાવમાં ૩૮ રનમાં આઉટ કરીને ૧૪૩ રનથી જીતી લીધી હતી.

પ્રો કબડ્ડીની નવમી સીઝન ૭ ઑક્ટોબરથી

પ્રો કબડ્ડીની નવમી સીઝનનો ફર્સ્ટ-હાફ ૭ ઑક્ટોબરથી બૅન્ગલોરમાં યોજાશે. ત્યાર પછીના તબક્કાની મૅચો પુણેમાં રમાશે. કુલ ૬૬ મૅચો રમાશે અને તમામ ૧૨ ટીમની પ્રારંભિક મૅચ પહેલા બે દિવસમાં રાખી દેવાશે. સીઝનની પ્રથમ મૅચ ૮મી સીઝનની ચૅમ્પિયન ટીમ દબંગ દિલ્હી કેસી અને યુ-મુમ્બા વચ્ચે રમાશે. ત્યાર બાદ બેંગલુરુ બુલ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે ટક્કર થશે.

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2022 02:17 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK