° °

આજનું ઇ-પેપર
Monday, 06 December, 2021


News In Short: સાનિયા-શોએબનો ત્રણ વર્ષનો દીકરો ઇઝહાન બીમાર

23 November, 2021 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

સાનિયા અને શોએબ પુત્ર ઇઝહાન સાથે દુબઈમાં રહે છે. પાકિસ્તાને ગઈ કાલની મૅચ છેલ્લા બૉલમાં જીતી લીધી હતી. હવે બંગલા દેશ સામે રમાનારી ટેસ્ટ-શ્રેણીની ટીમમાં શોએબ નથી.

સાનિયા-શોએબનો ત્રણ વર્ષનો દીકરો ઇઝહાન બીમાર

સાનિયા-શોએબનો ત્રણ વર્ષનો દીકરો ઇઝહાન બીમાર

ભારતની ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકનો ત્રણ વર્ષનો દીકરો ઇઝહાન બીમાર છે. આ કારણસર શોએબ ગઈ કાલે ઢાકામાં બંગલા દેશ સામેની છેલ્લી ટી૨૦માં નહોતો રમ્યો અને મૅચ પહેલાં જ દુબઈ જવા રવાના થયો હતો. સાનિયા અને શોએબ પુત્ર ઇઝહાન સાથે દુબઈમાં રહે છે. પાકિસ્તાને ગઈ કાલની મૅચ છેલ્લા બૉલમાં જીતી લીધી હતી. હવે બંગલા દેશ સામે રમાનારી ટેસ્ટ-શ્રેણીની ટીમમાં શોએબ નથી.

હરમનપ્રીત બિગ બૅશની ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં

હરમનપ્રીત કૌરે ઑસ્ટ્રેલિયામાં રમાતી મહિલાઓ માટેની બિગ બૅશ ટી૨૦ ટુર્નામેન્ટમાં શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મ કર્યું એને પગલે તેને આ સીઝનની ટીમ ઑફ ધ ટુર્નામેન્ટમાં સામેલ કરાઈ છે. તેણે મેલબર્ન રેનેગેડ્સ વતી ૧૨ મૅચમાં ત્રણ હાફ સેન્ચુરી સહિત કુલ ૩૯૯ રન બનાવ્યા છે જે આ ટીમમાં સેકન્ડ-હાઇએસ્ટ છે. હરમનપ્રીતે આ ૧૨ મૅચમાં પોતાની જ ટીમની હાઇએસ્ટ વિકેટ લેનાર બોલર કે. જે. ગર્થ જેટલી ૧૫ વિકેટ પણ લીધી છે. મેલબર્ન રેનેગેડ્સ પ્લે-ઑફમાં આવી ચૂકી છે.

પ્રથમ ટેસ્ટ : શ્રીલંકા સામે વેસ્ટ ઇન્ડીઝ મુશ્કેલીમાં

ગૉલમાં ચાલી રહેલી સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે વેસ્ટ ઇન્ડીઝે પહેલા દાવમાં ૧૧૩ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી. રમતના અંતે કાઇલ મેયર્સ બાવીસ રને અને જેસન હોલ્ડર એક રને રમી રહ્યા હતા. કૅપ્ટન અને ઓપનર ક્રેગ બ્રેથવેઇટ ૪૧ રન બનાવીને આઉટ થયો હતો. ૬માંથી ૩ વિકેટ શ્રીલંકન સ્પિનર રમેશ મેન્ડિસે અને બે વિકેટ પ્રવીણ જયવિક્રમાએ લીધી હતી. એ પહેલાં, શ્રીલંકાએ પ્રથમ દાવમાં કૅપ્ટન દિમુથ કરુણારત્નેના ૧૪૭ રનની મદદથી ૩૮૬ રન બનાવ્યા હતા. એ સાથે, કૅરિબિયન ટીમ ગઈ કાલે શ્રીલંકાના સ્કોરથી ૨૭૩ રન પાછળ હતી અને એના પર ફૉલો-ઑન તોળાતી હતી.

23 November, 2021 03:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

જોગેશ્વરીના અજાઝના છે ૨૦ કઝિન્સ : ફૅમિલીના વૉટ્સઍપ-ગ્રુપમાં મચી ધમાલ

અજાઝ પટેલનો જન્મ અને ઉછેર મુંબઈના જોગેશ્વરીમાં થયો હતો

05 December, 2021 02:21 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બપોરે અજાઝે રચ્યો ઇતિહાસ, સાંજે કિવીઓનો થયો રકાસ

કિવી સ્પિનર ભારતના દાવની તમામ ૧૦ વિકેટ લઈને રેકૉર્ડ-બુકમાં આવી ગયો, પણ ન્યુ ઝીલૅન્ડ ફક્ત ૬૨ રનમાં ખખડી ગયું : ભારત આજે જ જીતી શકે

05 December, 2021 02:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ભારતીયો સાઉથ આફ્રિકા અઠવાડિયું મોડા જશે, માત્ર ટેસ્ટ અને વન-ડે શ્રેણી રમશે

સાઉથ આફ્રિકામાં ઓમાઇક્રોન વેરિઅન્ટથી દહેશત ફેલાઈ છે

05 December, 2021 01:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK