Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: ગપ્ટિલનો વિક્રમી સાતમો વર્લ્ડ કપઃ કિવી ટીમ જાહેર

News In Short: ગપ્ટિલનો વિક્રમી સાતમો વર્લ્ડ કપઃ કિવી ટીમ જાહેર

21 September, 2022 12:37 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન વિલિયમસનના સુકાનમાં ગઈ કાલે જાહેર કરાયેલી વર્લ્ડ કપની ટીમ આ મુજબ છે

માર્ટિન ગપ્ટિલ

News In Short

માર્ટિન ગપ્ટિલ


ગપ્ટિલનો વિક્રમી સાતમો વર્લ્ડ કપઃ કિવી ટીમ જાહેર

ન્યુ ઝીલૅન્ડનો ઓપનિંગ બૅટર ૨૦૦૯ની સાલથી ટી૨૦ ઇન્ટરનૅશનલ રમે છે અને ત્યારથી માંડીને અત્યાર સુધી રમાયેલા તમામ ૬ ટી૨૦ વર્લ્ડ કપમાં તે રમી ચૂક્યો છે. હવે આવતા મહિને તે વિક્રમજનક સાતમો ટી૨૦ વિશ્વકપ રમવાનો છે. કેન વિલિયમસનના સુકાનમાં ગઈ કાલે જાહેર કરાયેલી વર્લ્ડ કપની ટીમ આ મુજબ છે : કેન વિલિયમસન (કૅપ્ટન), માર્ટિન ગપ્ટિલ, ગ્લેન ફિલિપ્સ, ડેરિલ મિચલ, ટિમ સાઉધી, ઈશ સોઢી, મિચલ સૅન્ટનર, જિમી નીશામ, ઍડમ મિલ્ન, લૅકલન ફર્ગ્યુસન, ડેવોન કૉન્વે, માર્ક ચૅપમૅન, માઇકલ બ્રેસવેલ, ફિન ઍલન અને ટ્રેન્ટ બોલ્ટ.



મૅગ્નસ કાર્લસન મૅચમાંથી નીકળી જતાં ભારતનો અર્જુન ઇરીગૈસી અગ્રેસર


અમેરિકામાં ચેસ ખેલાડીઓ વચ્ચેના જુલિયસ બેઅર જનરેશન કપમાં ગઈ કાલે વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસન (બે અઠવાડિયામાં બીજી વાર) પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સાથે મૅચ દરમ્યાન અધવચ્ચેથી નીકળી ગયો હતો. અમેરિકાના હાન્સ નીમૅન સામેની આ મૅચમાં પહેલી ચાલ ચાલ્યા પછી કાર્લસન મૅચમાંથી વૉકઆઉટ કરી ગયો હતો. તેના આ ઓચિંતા નિર્ણયને પગલે ભારતીય ખેલાડી અર્જુન ઇરીગૈસી ૧૭ પૉઇન્ટ સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં મોખરે થઈ ગયો હતો. તેના પછી ૧૫ પૉઇન્ટ સાથે કાર્લસન અને ભારતનો આર. પ્રજ્ઞાનાનંદ છે. પ્રજ્ઞાનાનંદ ગઈ કાલે દિવસના છેલ્લા રાઉન્ડમાં કાર્લસન સાથેની મૅચ ડ્રૉ કરાવવામાં સફળ થયો હતો. કાર્લસને પ્રજ્ઞાનાનંદનાં ખૂબ વખાણ કર્યાં હતાં.

પ્લેયર્સ માટેનું ફૂડ ટૉઇલેટમાંઃ અધિકારી સસ્પેન્ડ


ઉત્તર પ્રદેશના સહરાનપુરમાં થોડા દિવસ પહેલાં એક સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં ઍથ્લીટ્સ-ખેલાડીઓ માટેના ભોજનની વાનગીઓ ટૉઇલેટમાં રાખવામાં આવી હતી અને પછી પ્લેયર્સને પીરસવામાં આવી હતી એ ઘટના સાથે સંકળાયેલા ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ ઑફિસર અનિમેશ સક્સેનાને તાબડતોબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને યોગી સરકારે આ બનાવમાં તપાસ શરૂ કરાવી છે.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2022 12:37 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK