° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


News In Short : ટી૨૦માં કોહલી ચોથેથી પાંચમા રૅન્ક પર આવ્યો

28 October, 2021 06:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

કે. એલ. રાહુલ રવિવારની મૅચમાં સદંતર ફ્લૉપ રહ્યો હતો અને તેની રૅન્ક છથી ઘટીને આઠ થઈ ગઈ છે. તેના ૬૮૪ પૉઇન્ટ છે.

ટી૨૦માં કોહલી ચોથેથી પાંચમા રૅન્ક પર આવ્યો

ટી૨૦માં કોહલી ચોથેથી પાંચમા રૅન્ક પર આવ્યો

ટી૨૦ ક્રિકેટમાં છેલ્લી વાર ભારતની કૅપ્ટન્સી સંભાળી રહેલો વિરાટ કોહલી રવિવારની પાકિસ્તાન સામેની હાફ સેન્ચુરી (૪૯ બૉલમાં ૫૭ રન) છતાં આઇસીસી રૅન્કિંગમાં ચાર પરથી પાંચમા નંબર પર પહોંચી ગયો છે. તેના ૭૨૫ પૉઇન્ટ છે. કે. એલ. રાહુલ રવિવારની મૅચમાં સદંતર ફ્લૉપ રહ્યો હતો અને તેની રૅન્ક છથી ઘટીને આઠ થઈ ગઈ છે. તેના ૬૮૪ પૉઇન્ટ છે. આ લિસ્ટમાં ઇંગ્લૅન્ડનો ડેવિડ મલાન ૮૩૧ પૉઇન્ટ સાથે નંબર વન, બાબર આઝમ (૮૨૦) નંબર ટૂ, સાઉથ આફ્રિકાનો એઇડન માર્કરમ (૭૪૩) નંબર થ્રી અને પાકિસ્તાનનો મોહમ્મદ રિઝવાન (૭૨૭) નંબર ફૉર છે.

મુંબઈની ક્રિકેટ ટીમના ચાર પ્લેયરો પૉઝિટિવ

આવતા મહિને યોજાનારી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી૨૦ ટુર્નામેન્ટની તાજેતરમાં જ જાહેર થયેલી મુંબઈની ટીમના ચાર ખેલાડીઓના કોવિડ-19ને લગતી તપાસના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે. એમાં શમ્સ મુલાણી, સાઇરાજ પાટીલ, પ્રશાંત સોલંકી અને સરફરાઝ ખાનનો સમાવેશ છે. પીટીઆઇને જાણકાર સૂત્રએ નામ નહીં છાપવાની શરતે કહ્યું હતું કે ચારેય ખેલાડીઓના સ્થાને અન્ય ચાર પ્લેયરોનો સમાવેશ કરાયો છે.

ટી૨૦માં પહેલા તમામ ૯ રૅન્ક પર સ્પિન બોલરો

ટી૨૦ ક્રિકેટની ૨૦૦૦ના દાયકામાં શરૂઆત થઈ ત્યાર બાદ થોડાં વર્ષો સુધી કહેવાતું હતું કે આ ફૉર્મેટમાં સ્પિન બોલરોની ખૂબ ધુલાઈ થતી હોવાથી ટોચના બોલરોના રૅન્કિંગમાં તેઓ ભાગ્યે જ આવી શકશે. જોકે, અત્યારે સ્થિતિ સાવ વિરોધાભાસી છે. ગઈ કાલે આઇસીસીએ જાહેર કરેલા નવા રૅન્કિંગ મુજબ યાદીમાં ફાસ્ટ બોલરનું નામ છેક દસમાં નંબર પર (મુસ્તફિઝુર રહેમાન, બંગલા દેશ, ૬૧૪ પૉઇન્ટ) છે. ટોચના તમામ નવ રૅન્કના બોલરો સ્પિનર છે : (૧) ટબ્રેઝ શામ્સી (સાઉથ આફ્રિકા, ૭૫૦ પૉઇન્ટ), (૨) વાનિન્ડુ ડીસિલ્વા (શ્રીલંકા, ૭૨૬), (૩) રાશિદ ખાન (અફઘાનિસ્તાન, ૭૨૦), (૪) આદિલ રાશિદ (ઇંગ્લૅન્ડ, ૭૧૨), (૫) મુજીબ ઉર રહેમાન (અફઘાનિસ્તાન, ૬૯૩), (૬) ઍડમ ઝૅમ્પા (ઑસ્ટ્રેલિયા, ૬૫૬), (૭) ઍશ્ટન ઍગર (ઑસ્ટ્રેલિયા, ૬૩૬), (૮) શકીબ અલ હસન (બંગલા દેશ, ૬૩૨) (૯) મેહદી હસન (બંગલા દેશ, ૬૨૧).‍

શાકિબ ફરી નંબર-વન ઑલરાઉન્ડર બન્યો

બંગલા દેશ ગઈ કાલે ટી૨૦ વર્લ્ડ કપમાં સતત બીજી મૅચ હારી ગયું હતું, પણ તેમના સ્ટાર ખેલાડી શાકિબ અલ હસન માટે ગુડ ન્યુઝ મળ્યા હતા. શાકિબ ફરી ટી૨૦ ક્રિકેટની ઑલરાઉન્ડરની રૅન્કિંગમાં નંબર-વન બની ગયો હતો. આઇસીસીએ ગઈ કાલે જાહેર કરેલી રૅન્કિંગમાં શાકિબ ૨૯૫ પૉઇન્ટ સાથે અફઘાનિસ્તાનના કૅપ્ટન મોહમ્મદ નબી (૨૭૫ પૉઇન્ટ)ને પછાડીને ટૉપ પર પહોંચી ગયો હતો. ટી૨૦માં બૅટિંગમાં ઇંગ્લૅન્ડના મલાન અને બોલિંગમાં સાઉથ આફ્રિકાના શામ્સીએ નંબર-વનનું સ્થાન જાળવી રાખ્યું હતું.

ગપ્ટિલને ઈજા : ભારત સામે કદાચ નહીં રમે

ભારતની હવે પછી રવિવારે ન્યુ ઝીલૅન્ડ સામે મૅચ છે અને અનુભવી કિવી ઓપનર માર્ટિન ગપ્ટિલને ઈજા થઈ છે અને તે કદાચ ભારત સામે નહીં રમે. ગપ્ટિલને મંગળવારે પાકિસ્તાન સામેની મૅચમાં હૅરિસ રઉફનો બૉલ અંગૂઠામાં વાગ્યો હતો. તેણે એ મૅચમાં ૨૦ બૉલમાં ૧૭ રન બનાવ્યા હતા.

નીરજ સહિત ૧૧ નામની ખેલરત્ન માટે ભલામણ

ભાલા ફેંકમાં ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય નીરજ ચોપડા, સિલ્વર-મેડલ વિજેતા કુસ્તીબાજ રવિ દહિયા અને બ્રૉન્ઝ મેડલિસ્ટ મહિલા મુક્કાબાજ લવલિના બોર્ગોહેઇન સહિત ૧૧ ખેલાડીઓ-ઍથ્લેટોનાં નામની ભલામણ મેજર ધ્યાનચંદ ખેલરત્ન અવૉર્ડ માટે કરવામાં આવી છે. એ ઉપરાંત, ક્રિકેટર મિતાલી રાજ, ફુટબૉલર સુનીલ છેત્રી, હૉકી ગોલકીપર પી. આર. શ્રીજેશ તેમ જ પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર શૂટર અવનિ લેખારા તથા મનીષ નારવાલ, ભાલા ફેંકનો સુનીલ ઍન્ટિલ, બૅડ્મિન્ટન ખેલાડીઓ પ્રમોદ ભગત તથા ક્રિષ્ના નાગરનો સમાવેશ છે. એ ઉપરાંત ક્રિકેટર શિખર ધવન, પૅરા ટેબલ ટેનિસ ખેલાડી ભાવિના પટેલ, પૅરા બૅડ્મિન્ટન ખેલાડી સુહાસ યથીરાજ તથા હાઈ જમ્પર નિશાદ કુમારનાં નામ અર્જુન અવૉર્ડ માટે સૂચવવામાં આવ્યાં છે.

મંધાનાના ૬૪ સામે જેમાઇમાના અણનમ ૭૫ મૅચવિનિંગ

હૉબાર્ટમાં ગઈ કાલે મહિલાઓની બિગ બૅશ ટી૨૦ ટુર્નામેન્ટમાં મુંબઈની ક્રિકેટર જેમાઇમા રૉડ્રિગ્સે મેલબર્ન રેનેગેડ્સને વિજય અપાવ્યો હતો. મેલબર્ને જેમાઇમા રૉડ્રિગ્સ (૭૫ અણનમ, ૫૬ બૉલ, ૯ ફોર)ની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સની મદદથી પાંચ વિકેટે ૧૪૨ રન બનાવ્યા હતા. હરમનપ્રીત કૌર ત્રણ જ રન બનાવી શકી હતી. સિડની થન્ડર ટીમ મુંબઈની જ સ્મૃતિ મંધાના (૬૪ રન, ૪૪ બૉલ, એક સિક્સર, ચાર ફોર)ની ઇનિંગ્સની અને દીપ્તિ શર્માના અણનમ ૨૩ રનની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૩૩ રન બનાવી શકી હતી અને મેલબર્નની ટીમનો ૯ રનથી વિજય થયો હતો. 

28 October, 2021 06:34 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News in short: સિંધુ સેમીમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સામે હારી ગઈ

સિંધુનો ૨૧-૧૫, ૯-૨૧, ૧૪-૨૧થી પરાજય થયો હતો.

28 November, 2021 03:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

અક્ષરે બાજી અપાવી : હવે બૅટર્સની કસોટી

સાધારણ ટાર્ગેટ ન્યુ ઝીલૅન્ડ સામે ભારતને જિતાડી શકે ઃ કિવીઓએ ગઈ કાલે છેલ્લી ૯ વિકેટ માત્ર ૯૯ રનમાં ગુમાવી

28 November, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સહાની ઈજા બાદ વિકેટકીપર ભરતના ત્રણ લાજવાબ શિકાર

ગઈ કાલે ભરતે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

28 November, 2021 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK