° °

આજનું ઇ-પેપર
Wednesday, 26 January, 2022


નાગદેવી ક્રિકેટ લીગમાં આજે સેમી ફાઇનલ

13 January, 2022 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

નાગદેવી બજારના વેપારીભાઈઓ વચ્ચે વિદ્યાવિહારના ફાતિમા ગ્રાઉન્ડ પર એન.એસ.જી.ના બૅનર હેઠળ રમાતી ટી૨૦ ટુર્નામેન્ટના લીગ રાઉન્ડમાં મંગળવારની પહેલી મૅચમાં ટીયુવીએક્સ તૂફાની (૨૦ ઓવરમાં ૧૮૨/૫)નો એચએમએસ હાર્ડ હિટર્સ (૨૦ ઓવરમાં ૧૩૦/૧૦) સામે બાવન રનથી વિજય થયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

નાગદેવી બજારના વેપારીભાઈઓ વચ્ચે વિદ્યાવિહારના ફાતિમા ગ્રાઉન્ડ પર એન.એસ.જી.ના બૅનર હેઠળ રમાતી ટી૨૦ ટુર્નામેન્ટના લીગ રાઉન્ડમાં મંગળવારની પહેલી મૅચમાં ટીયુવીએક્સ તૂફાની (૨૦ ઓવરમાં ૧૮૨/૫)નો એચએમએસ હાર્ડ હિટર્સ (૨૦ ઓવરમાં ૧૩૦/૧૦) સામે બાવન રનથી વિજય થયો હતો. ટીયુવીએક્સના વત્સલ દોશી (૪૬ રન, ૨૬ બૉલ, ૧ સિક્સર, ૮ ફોર)ને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો. વિજેતા ટીમના કેનીલ શાહે સૌથી વધુ ૩ વિકેટ તથા દીપકે બે વિકેટ લીધી હતી. બીજી મૅચ વધુ રસાકસીભરી હતી. એક ઇનિંગ્સમાં ટીમના ૧૨ પ્લેયર બૅટિંગ કરી શકે અને ૧૧ ખેલાડીએ ફીલ્ડિંગ કરવાની હોય એવા સ્પર્ધાના નિયમને અનુસરીને રમાયેલી આ મૅચમાં એચઈ વૉરિયર્સ ઇલેવન (૨૦ ઓવરમાં ૧૩૫/૭) પછી ડીપીએક્સ ડાયનામાઇટ્સ (૧૯.૩ ઓવરમાં ૧૩૫/૧૧ ઑલઆઉટ), બન્ને ટીમના એકસરખા રન થતાં મૅચ ટાઇ થઈ હતી. સુપરઓવરમાં ડીપીએક્સ (૧ ઓવરમાં ૧૪/૧)નો એચઈ (૦.૪ ઓવરમાં ૫/૨) સામે વિજય થયો હતો. ડીપીએક્સના વિપુલ સંઘવી (૪૩ રન, ૩૫ બૉલ, ૩ ફોર તેમ જ બે વિકેટ)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
આજે સવારે ૯.૩૦ વાગ્યાથી પ્રથમ સેમી ફાઇનલ કેકેઈ સ્મૅશર્સ અને ટીયુવીએક્સ તૂફાની વચ્ચે છે. 
ત્યાર પછી બીજી સેમીમાં વિપ્સા વૉરિયર્સ અને એચઈ વૉરિયર્સ વચ્ચે મુકાબલો થશે.

13 January, 2022 03:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

સ્મૃતિ મંધાના બીજી વાર બની મહિલા ક્રિકેટર ઑફ ધ યર

પુરુષોમાં પાકિસ્તાનના પેસ બોલર શાહીન શાહ આફ્રિદીએ બાજી મારી, બાબર આઝમ વન-ડે અને જો રુટ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર જાહેર

25 January, 2022 03:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

પુત્રી વામિકાના ફોટોને લીધે વિરાટ થયો નારાજ

મારી દીકરીના ફોટો ગઈ કાલે સ્ટેડિયમમાં પાડી લેવામાં આવ્યા છે અને એને સોશ્યલ મીડિયામાં મોટા પ્રમાણમાં શૅર કરવામાં આવી રહ્યા છે. અમે બધાને જણાવવા માગીએ છીએ કે અમે ઊંઘતાં ઝડપાઈ ગયાં છીએ.’

25 January, 2022 03:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

હાર્દિક અને જાડેજાની ગેરહાજરીને લીધે વન-ડે ટીમના બૅલૅન્સમાં થઈ ગરબડ

વન-ડે સિરીઝમાં વાઇટવૉશ બાદ કોચ દ્રવિડની કબૂલાત, જોકે તેમણે નવા કૅપ્ટન રાહુલ અને યુવા ખેલાડીઓ શાર્દુલ ઠાકુર તથા દીપક ચાહરની ભારે પ્રશંસા કરી

25 January, 2022 03:10 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK