Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કાંગા લીગના દિગ્ગજ ક્રિકેટર મેહલી ઈરાનીનું નિધન

કાંગા લીગના દિગ્ગજ ક્રિકેટર મેહલી ઈરાનીનું નિધન

06 April, 2021 02:14 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેઓ ૯૦ વર્ષના હતા

મેહલી ઈરાની

મેહલી ઈરાની


ભૂતપૂર્વ મુંબઈના ક્રિકેટર અને કાંગા લીગના દિગ્ગજ મેહલી ઈરાનીનું શનિવારે દુબઈમાં નિધન થયું હતું. તેઓ ૯૦ વર્ષના હતા. કાંગા લીગ મુંબઈમાં મૉન્સૂન સીઝનમાં રમાતી પ્રસિદ્ધ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. ઈરાનીના નિધનની જાણકારી મુંબઈ ક્રિકેટ અસોસિએશનની એપેક્સ કાઉન્સિલના મેમ્બર નદીમ મેનને આપી હતી. ઈરાનીની અંતિમવિધિ શનિવારે મોડેથી કરવામાં આવી હતી.

લેફ્ટ હૅન્ડેડ બૅટ્સમૅન અને વિકેટકીપર તરીકે ઈરાનીએ કાંગા લીગમાં ૫૦ વર્ષ સુધી ક્લબ લેવલે બૉમ્બે જિમખાના અને પારસી સાયક્લિસ્ટ માટે ક્રિકેટ રમ્યા હતા. આ ઉપરાંતે તેઓ બરોડા સામે એકમાત્ર મૅચ ૧૯૫૩-’૫૪માં રમ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ ક્રિકેટર નરી કૉન્ટ્રૅક્ટર, ફરોખ એન્જિનિયર, કરસન ઘાવરી અને ગુલામ પાર્કર ઈરાનીના નેતૃત્વમાં પારસી સાયક્લિસ્ટ માટે રમી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2021 02:14 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK