રિષભ પંતના ડૉક્ટર પારડીવાલાએ કહ્યું કે મેડલ જીતવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે ભારતીય ખેલાડીઓ
ડૉ. દિનશૉ પારડીવાલા
ફેમસ સ્પોર્ટ્સ મેડિકલ નિષ્ણાત ડૉ. દિનશૉ પારડીવાલાને પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતીય ટીમના ચીફ મેડિકલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર નીરજ ચોપડા સહિતના તમામ ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ છે. કેટલાક ખેલાડીઓ નાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેઓ બધા સક્ષમ અને પ્રદર્શન કરવા માટે પૂરતા ફિટ છે.’
ADVERTISEMENT
મુંબઈના ડૉક્ટર પારડીવાલાએ ક્રિકેટર રિષભ પંત અને ટોક્યો ઑલિમ્પિક્સની સિલ્વર મેડલ વિજેતા વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ સહિત ઘણા ટોચના ખેલાડીઓની સારવાર કરી છે. ટોક્યો ઑલિમ્પિક્સમાં તેઓ સેન્ટ્રલ ઍથ્લીટ ઇન્જરી મૅનેજમેન્ટ સિસ્ટમના મેમ્બર હતા.