ફેબ્રુઆરીના મેગા ઑક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે ઇંગ્લૅન્ડનો પેસ બોલર જોફ્રા આર્ચર ઈજાગ્રસ્ત હોવા છતાં અને અનફિટ હોવાને કારણે ટુર્નામેન્ટમાં કદાચ નહીં રમી શકે એવા અહેવાલ હોવા છતાં તેને ખરીદવા પાછળ ૮ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.
જોફ્રા આર્ચર
ફેબ્રુઆરીના મેગા ઑક્શનમાં મુંબઈ ઇન્ડિયન્સે ઇંગ્લૅન્ડનો પેસ બોલર જોફ્રા આર્ચર ઈજાગ્રસ્ત હોવા છતાં અને અનફિટ હોવાને કારણે ટુર્નામેન્ટમાં કદાચ નહીં રમી શકે એવા અહેવાલ હોવા છતાં તેને ખરીદવા પાછળ ૮ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા હતા. તે છેક સુધી રમ્યો તો નથી અને ગઈ કાલે સમાચાર આવ્યા કે જોફ્રા પીઠના નીચલા ભાગમાં સ્ટ્રેસ ફ્રૅક્ચર હોવાને કારણે જુલાઈમાં ભારત સામેની એકમાત્ર ટેસ્ટમાં પણ નથી રમવાનો. ટૂંકમાં, તે ઇંગ્લૅન્ડની આખી સમર સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
મુંબઈએ જોફ્રાને ૮ કરોડમાં પસંદ કરવાને બદલે એટલા રૂપિયામાં બીજા કોઈ આશાસ્પદ ખેલાડીઓને સિલેક્ટ કર્યા હોત તો આ ટુર્નામેન્ટમાં તેઓ તળિયાના સ્થાનને બદલે કદાચ ઉપલા કોઈક ક્રમમાં હોત.