ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ અસોસિએશન ઑફ મુંબઈ અને MCA એપેક્સ કાઉન્સિલ વચ્ચે મૅચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
MCA અધ્યક્ષ અજિંક્ય નાઈક અને સેક્રેટરી અભય હડપે દિવંગત એસ. કે. વાનખેડેની પ્રતિમાને હાર અર્પણ કર્યો હતો.
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠના ઉજવણી સમારોહના ઉદ્ઘાટનમાં મુંબઈના ક્રિકેટ હીરોઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાન બૅટ્સમૅન સુનીલ ગાવસકર, ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબળી, સંજય માંજરેકર, વસીમ જાફર, રાજુ કુલકર્ણી, ચંદ્રકાંત પંડિત, લાલચંદ રાજપૂત, શોભા પંડિત, અરુંધતી ઘોષ અને યંગ ક્રિકેટર પૃથ્વી શૉનું પણ ગઈ કાલે સન્માન કરવામાં આવ્યું હતું જેમણે મુંબઈ ક્રિકેટના સમૃદ્ધ વારસામાં યોગદાન આપ્યું છે.
ADVERTISEMENT
૫૦મી વર્ષગાંઠની ઉજવણીના પહેલા દિવસે વાનખેડે સ્ટેડિયમમાં સુનીલ ગાવસકર જેવા સ્ટાર્સે આપી હાજરી. તસવીર : સતેજ શિંદે
MCA પ્રમુખ અજિંક્ય નાઈકે આ પ્રસંગે કહ્યું હતું કે ‘વાનખેડે સ્ટેડિયમની ૫૦મી વર્ષગાંઠ અમારા માટે એક ખાસ પ્રસંગ છે. આ અઠવાડિયાના કાર્યક્રમ પાછળનો અમારો મુખ્ય ઉદ્દેશ આગામી પેઢીને મુંબઈના ક્રિકેટ ઇતિહાસ અને મુંબઈ માટે રમનારા પુરુષ અને મહિલા પ્લેયર્સના યોગદાન વિશે જણાવવાનો અને યુવા પેઢીને આ વારસાને આગળ વધારવા માટે પ્રેરણા આપવાનો છે.’
ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ્સ અસોસિએશન ઑફ મુંબઈ અને MCA એપેક્સ કાઉન્સિલ વચ્ચે મૅચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

