32 વર્ષીય મોહમ્મદ શમી ઑક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ટૂર પર T20 વર્લ્ડ કપ રમ્યો હતો

બૅન્ગલોરમાં ખભાની સારવાર કરાવતો મોહમ્મદ શમી.
બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ મેચની વનડે શ્રેણી પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) ઈજાના કારણે આ વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શમીને જમણા ખભા પર આ ઈજા થઈ હતી. તેના સ્થાને ઉમરાન મલિકને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
દરમિયાન મોહમ્મદ શમીની હૉસ્પિટલની કેટલીક તસવીરો સામે આવી છે. આમાં શમી તેની સારવાર કરાવતો જોવા મળી રહ્યો છે. શમીએ પોતે આ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે.
32 વર્ષીય મોહમ્મદ શમી ઑક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા ટૂર પર T20 વર્લ્ડ કપ રમ્યો હતો. આ પછી જ્યારે શમી પાછો ફર્યો તો પ્રેક્ટિસ સેશન દરમિયાન જ તેને ઈજા થઈ હતી. આ ઈજાને કારણે તે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો.
શમીએ હૉસ્પિટલની પોતાની તસવીરો શૅર કરીને ઈમોશનલ પોસ્ટ પણ લખી હતી. તેણે કહ્યું કે, “સામાન્ય રીતે ઈજા તમને દરેક ક્ષણની કદર કરતા શીખવે છે. મારી કારકિર્દીમાં મને ઘણી ઈજાઓ થઈ છે. તે તમને એક પરિપ્રેક્ષ્ય આપે છે.”
View this post on Instagram
ભારતીય ટીમના અનુભવી ફાસ્ટ બોલરે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું કે, “મારા કરિયરમાં મને કેટલી વાર ઇજા થઈ છે, તેનાથી કોઈ ફરક પડતો નથી. હું દરેક વખતે ઈજાઓમાંથી શીખ્યો છું. આ સાથે તેણે જોરદાર વાપસી કરી છે.
મોહમ્મદ શમીની આ ઈજા કેટલી ગંભીર છે, તે હજુ સુધી જાણી શકાયું નથી. જો ઈજા ગંભીર હશે તો તેને બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી પણ બહાર રહેવું પડશે. આવી સ્થિતિમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ ટીમ ઈન્ડિયા માટે આ મોટો ફટકો હશે.
આ પણ વાંચો: જર્મનીનો ફરી ફ્લૉપ શો
ભારતીય ટીમને બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રણ વનડે અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. પ્રવાસની શરૂઆત ODI શ્રેણીથી થશે, જેની પ્રથમ મેચ રવિવારે (4 ડિસેમ્બર) ઢાકામાં રમાઈ રહી છે.