Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કચ્છી વીસા ઓસવાળ જૈન V/S માહ્યાવંશી નવગામ વીસા નાગર વણિક V/S કપોળ

કચ્છી વીસા ઓસવાળ જૈન V/S માહ્યાવંશી નવગામ વીસા નાગર વણિક V/S કપોળ

29 December, 2012 07:40 AM IST |

કચ્છી વીસા ઓસવાળ જૈન V/S માહ્યાવંશી નવગામ વીસા નાગર વણિક V/S કપોળ

કચ્છી વીસા ઓસવાળ જૈન V/S માહ્યાવંશી નવગામ વીસા નાગર વણિક V/S કપોળ




મિડ-ડે કપની છઠ્ઠી સીઝનથી પહેલી વાર શરૂ કરવામાં આવેલા પ્રી-ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડની બીજી બે લાઇન-અપ ગઈ કાલે બની હતી. ૩૧ ડિસેમ્બરની ત્રીજી અને ચોથી પ્રી-ક્વૉર્ટર માટેની હરીફ ટીમો ગઈ કાલે ગ્રુપ ઘ્ તથા ગ્રુપ Dની છેલ્લી લીગ મૅચો પરથી નક્કી થઈ હતી.

૩૧ ડિસેમ્બરે બપોરે ૧.૦૦ વાગ્યે કચ્છી વીસા ઓસવાળ જૈનનો મુકાબલો શરૂ માહ્યાવંશી સાથે થશે અને ૩.૦૦ વાગ્યાથી નવગામ વીસા નાગર વણિક-કપોળ વચ્ચે ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચવા માટેની રસાકસી થશે.

ગઈ કાલે રાજપૂત ક્ષત્રિય સામેની મૅચમાં કચ્છી વીસા ઓસવાળ જૈનની ટીમે આ વખતની સ્પર્ધાના પાંચ વિક્રમ નોંધાવ્યા હતા.

મૅચ ૧

કપોળની ટીમે પ્રી-ક્વૉર્ટરમાં પહોંચવા આ મૅચ જીતવાની હતી અને એ કામ એણે આસાનીથી કર્યું હતું. ખંભાત વીસા શ્રીમાળી જૈનની ટીમને બૅટિંગ આપીને એને ૧૦ ઓવરમાં ૫૪ રન સુધી સીમિત રાખી હતી. કપોળના છ બોલરોનું વર્ચસ રહ્યું હતું અને એક પણ બૅટ્સમૅન ૨૦ રન પણ નહોતો બનાવી શક્યો. ત્રણ પ્લેયરો રનઆઉટ થયા હતા. બૅટ્સમેનો એકેય સિક્સર નહોતા મારી શક્યા અને માત્ર ચાર ફોર ગઈ હતી.

કપોળે પ્રથમ ઓવરમાં માત્ર છ રન બનાવ્યા હતા, પરંતુ બીજી ઓવરમાં ૩૦ રન બન્યા હતા. પરાશર ચિતલિયાએ સતત ત્રણ ફોર ફટકારીને ટીમને ત્રીજી ફોરના ચારને બદલે ૧૦ રન અપાવ્યા હતા. પછીની બે ઓવરમાં ફક્ત છ રન બન્યા હતા, પરંતુ પંચાવન રનનો નાનો ટાર્ગેટ છઠ્ઠી ઓવરમાં સાત વિકેટના ભોગે મેળવી લેવામાં આવ્યો હતો. આ સાથે ખંભાત વીસા શ્રીમાળી જૈનની ટીમે કેટલાક સારા પફોર્ર્મન્સિસ સાથે મિડ-ડે કપમાંથી વિદાય લીધી હતી.

ટૂંકો સ્કોર : ખંભાત વીસા શ્રીમાળી જૈન : ૧૦ ઓવરમાં ૭ વિકેટે ૫૪ રન (ધર્મેશ ચોક્સી ૧૭ બૉલમાં બે ફોર સાથે ૧૬ રન, જય મહેતા ૨-૦-૬-૧, અંકિત ગાંધી ૨-૦-૭-૧, હિમાંશુ વોરા ૨-૦-૮-૧)

કપોળ : ૫.૨ ઓવરમાં ૩ વિકેટે ૬૦ રન (પરાશર ચિતલિયા ૧૧ બૉલમાં ચાર ફોર સાથે ૧૮ રન, મિહિર મહેતા પાંચ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૧ નૉટઆઉટ, ભાવેશ શાહ ૧-૦-૧-૨, પુનિત શાહ ૧-૦-૫-૧)

મૅચ ૨

કચ્છી વીસા શ્રીમાળી જૈને બૅટિંગ મળી એનો એટલો બધો સારો લાભ લીધો હતો કે એણે આ વખતના મિડ-ડે કપનું હાઇએસ્ટ ટોટલ પોતાના નામે કરી લીધું હતું. આ ટીમે ૧૦ ઓવરમાં એક જ વિકેટે ૧૬૮ રન બનાવ્યા હતા. અગાઉ મેઘવાળના ૧૫૭ રન હાઇએસ્ટ હતા. એટલું જ નહીં, વિરલ ગંગરના હાથે આ વખતની સ્પર્ધાનો ૭૨ નૉટઆઉટનો હાઇએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ સ્કોર પણ જોવા મળ્યો હતો. અગાઉ ખંભાત વીસા શ્રીમાળી જૈનના રુષભ દંતારાના અણનમ ૬૦ સૌથી વધુ હતા.

ગઈ કાલે કચ્છી વીસા શ્રીમાળી જૈનની ઇનિંગ્સમાં બૅટથી થતા પ્રત્યેક રન ડબલ કરી આપતી પાવર ઓવરમાં કુલ ૪૯ રન બન્યા હતા જે આ વખતનો પાવર ઓવરનો વિક્રમ છે.

આ મૅચ પહેલાં જ સ્પર્ધામાંથી આઉટ થઈ ચૂકેલી રાજપૂત ક્ષત્રિયની ટીમની ૧૬૯ રનના તોતિંગ ટાર્ગેટ સામે શરૂઆત તો નબળી હતી જ, એણે બીજી તથા ચોથી ઓવરમાં એક-એક વિકેટ ગુમાવી હતી. ત્યાર પછી પાવર ઓવરમાં ત્રણ વિકેટ પડતાં ૩૦ રનની બાદબાકી થઈ હતી અને ટીમનું ટોટલ માઇનસમાં જતું રહ્યું હતું. કેતન સંગોઈની આ પાંચમી મેઇડન ઓવર પછીની તેની સાતમી ઓવરમાં પણ ત્રણ વિકેટ પડી હતી. તેણે બે ઓવરમાં કુલ છ વિકેટ લીધી હતી જે આ વખતની સ્પર્ધામાં અગાઉના બે બોલરોની ચાર-ચાર વિકેટના વિક્રમ પછીનો નવો રેકૉર્ડ છે.

ગઈ કાલે કેતન સંગોઈ ઉપરાંત વિનીત દેઢિયાની ઓવર પણ મેઇડન હતી જેના કારણે ટીમના ટોટલમાંથી ૬ રન કપાઈ ગયા હતા. અનેક આંચકા સહન કર્યા પછી છેવટે આ ટીમની આ વખતના રેકૉર્ડ-બ્રેક ૧૫૬ રનના માર્જિનથી હાર થઈ હતી. આ વખતે અગાઉ કચ્છી કડવા પાટીદારનો ૧૨૩ રનનો માર્જિન હાઇએસ્ટ હતો.

ટૂંકો સ્કોર : કચ્છી વીસા ઓસવાળ જૈન : ૧૦ ઓવરમાં ૧ વિકેટે ૧૬૮ રન, વિરલ ગંગર ૩૧ બૉલમાં ત્રણ સિક્સર અને દસ ફોર સાથે ૭૨ નૉટઆઉટ, કુલિન છેડા ૧૯ બૉલમાં પાંચ ફોર સાથે ૨૯ રન, નીરવ ભેદા ૯ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે બાવીસ નૉટઆઉટ, એક્સ્ટ્રા ૨૩, ગિરિરાજ સિંહ ઝાલા ૧-૦-૧૫-૧, જગદીશ જાડેજા ૨-૦-૩૯-૦)

રાજપૂત ક્ષત્રિય : ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૧૨ રન (પ્રવીણ જાડેજા ૨૦ બૉલમાં એક ફોર સાથે ૧૬ નૉટઆઉટ, કેતન સંગોઈ ૨-૧-૭-૬, જિગર ફુરિયા ૨-૦-૭-૨, હિમાંશુ શાહ ૨-૦-૯-૦)

મૅચ ૩

આ મૅચ પહેલાં જ પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી ગયેલી નવગામ વીસા નાગર વણિકની ટીમને બૅટિંગ મળ્યાં પછી બૅટિંગ-પ્રૅકિટસનો સારો મોકો મળ્યો હતો. સારી શરૂઆત પછી ૩૪મા રને પ્રથમ વિકેટ પડી હતી અને ત્યાર પછી એક પણ નુકસાન જોયા વગર આ ટીમે ૧૧૧ રનના ટોટલ સાથે ૧૦મી ઓવર પૂરી કરી હતી.

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈનની ટીમ ૧૧૨ રનના ટાર્ગેટ સામે અડધા રન પણ નહોતી બનાવી શકી. ૨૪મા રને પ્રથમ વિકેટ પડી હતી, પરંતુ પાવર ઓવરની એક વિકેટ સહિત પાંચ ઓવરના અંત સુધીમાં વિકેટોની સંખ્યા પાંચ પર પહોંચી ગઈ હતી અને ટોટલ પાવર ઓવરની વિકેટને લીધે ૧૦ રનની થયેલી બાદબાકીને કારણે માત્ર ૨૮ રન હતું. હેમલ શાહની છઠ્ઠી ઓવરમાં બે વિકેટ અને નવમી ઓવરમાં રનઆઉટ સહિત બે વિકેટ પડી હતી અને આ ટીમ છેવટે ૫૯ રનથી હારી ગઈ હતી.

ટૂંકો સ્કોર : નવગામ વીસા નાગર વણિક : ૧૦ ઓવરમાં ૧ વિકેટે ૧૧૧ રન (કૃશાંત શાહ ૩૧ બૉલમાં એક સિક્સર અને છ ફોર સાથે ૪૫ નૉટઆઉટ, કરણ શાહ ૧ બૉલમાં ચાર ફોર સાથે ૨૯ રિટાયર્ડ હર્ટ)

સત્તરગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન : ૧૦ ઓવરમાં ૭ વિકેટે બાવન રન (ધવલ રાતડિયા ૧૬ બૉલમાં બે ફોર સાથે ૧૪ રન, હર્ષ શાહ ૧૬ બૉલમાં એક ફોર સાથે ૧૦ રન, એક્સ્ટ્રા ૧૭, હેમલ શાહ ૨-૦-૭-૩, પરેશ શાહ ૧-૦-૬-૧, સાર્થક શાહ ૨-૦-૮-૧)

મૅચ ૪

આ મૅચમાં રસાકસી થશે એવી ધારણા હતી, પરંતુ એવું નહોતું થયું. કેટલાક સારા બૅટ્સમેનો અને બોલરો ધરાવતી સોરઠિયા મુસ્લિમ ઘાંચીની ટીમે ૧૦ વિકેટે હાર જોવી પડી હતી. આ ટીમે બૅટિંગ લીધા પછી એક પછી એક રનઆઉટની વિકેટ બાદ છેવટે ૮ વિકેટે માત્ર ૪૮ રન બનાવ્યા હતા. કુલ ચાર રનઆઉટ થયા હતા. બીજી ઓવર કિશોર વાઘેલાની હતી જે મેઇડન રહેતાં ત્યારે બૅટિંગ ટીમના ટોટલમાંથી ૬ રનની બાદબાકી થઈ ગઈ હતી.

૪૯ રનનો ટાર્ગેટ મેળવવા માહ્યાવંશી માટે બન્ને ઓપનરો મયૂર રસૂલિયા અને મયંક મેંદીવાલા પૂરતા હતા. તેમણે સાડાત્રણ ઓવરમાં ટીમને ૫૦ રન બનાવી આપ્યા હતા.

ટૂંકો સ્કોર : સોરઠિયા મુસ્લિમ ઘાંચી : ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૪૮ રન (ઇબ્રાહિમ બિલખિયા ૧૩ બૉલમાં બે ફોર સાથે ૧૨ રન, રઇસ ચૌહાણ ૬ બૉલમાં એક સિક્સર સાથે ૧૨ નૉટઆઉટ, રાહુલ સોલંકી ૨-૦-૧૭-૨, મયંક મેંદીવાલા ૨-૦-૭-૧)

માહ્યાવંશી : ૩.૩ ઓવરમાં વિના વિકેટે ૫૦ રન (મયૂર રસૂલિયા ૧૨ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૬ નૉટઆઉટ, મયંક મેંદીવાલા ૯ બૉલમાં બે સિક્સર અને એક ફોર સાથે ૨૦ નૉટઆઉટ, અબ્દુલ હમીદ ૧-૦-૨૨-૦)

આજની મૅચો

સવારે ૯.૦૦

કચ્છી લોહાણા (E૧)

V/S

વીસા સોરઠિયા વણિક (E૨)

સવારે ૧૧.૦૦

સઇ સુતાર વાંઝા નાઘેર (E૩)

V/S

લુહાર સુતાર (E૪)

બપોરે ૧.૦૦

વૈંશ સુથાર (G૩)

V/S

છારીયા ઉનેવાળ બ્રાહ્મણ (G૪)

બપોરે ૩.૦૦

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી) (F૩)

V/S

સૌરાષ્ટ્ર લેઉવા પટેલ (F૪)

આવતી કાલની મૅચો

સવારે ૯.૦૦

મેઘવાળ (G૧)

V/S

આહિર (G૨)

સવારે ૧૧.૦૦

બ્રહ્મક્ષત્રિય (H૩)

V/S

મોચી (H૪)

બપોરે ૧.૦૦

વાગડ વીસા ઓસવાળ જૈન (F૧)

V/S

દશા સોરઠિયા વણિક (F૨)

બપોરે ૩.૦૦

હાલાઈ લોહાણા (H૧)

V/S

ગુર્જર સુતાર (H૨)


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2012 07:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK