° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


‘મેન્સ ડે’ ફળ્યો : સિરીઝ જીતી લીધી મેન ઇન બ્લુએ

20 November, 2021 07:59 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

રાહુલ-રોહિતની જોડીની ફટકાબાજીથી ભારતની ૨-૦થી વિજયી સરસાઈ ઃ હર્ષલ પટેલનો બે વિકેટ સાથે સફળ ઇન્ટરનૅશનલ ડેબ્યુ

સિરાજને ઈજા, હર્ષલનો ડેબ્યુ : ગઈ કાલે રાંચીમાં સાંજે મૅચની શરૂઆત પહેલાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકરના હસ્તે હર્ષલ પટેલને ટીમ ઇન્ડિયાની કૅપ મળી હતી. મોહમ્મદ સિરાજ હાથની ઈજાને લીધે ન રમતાં હર્ષલને મોકો મળ્યો હતો. આ પહેલી મૅચમાં હર્ષલની સફળ બોલિંગ-ઍનૅલિસિસ ૪-૦-૨૫-૨ હતી.

સિરાજને ઈજા, હર્ષલનો ડેબ્યુ : ગઈ કાલે રાંચીમાં સાંજે મૅચની શરૂઆત પહેલાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત આગરકરના હસ્તે હર્ષલ પટેલને ટીમ ઇન્ડિયાની કૅપ મળી હતી. મોહમ્મદ સિરાજ હાથની ઈજાને લીધે ન રમતાં હર્ષલને મોકો મળ્યો હતો. આ પહેલી મૅચમાં હર્ષલની સફળ બોલિંગ-ઍનૅલિસિસ ૪-૦-૨૫-૨ હતી.

ગઈ કાલે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ હતો જે ભારતીય ટીમને ખૂબ ફળ્યો હતો. નવા ટી૨૦ કૅપ્ટન તરીકે સત્તાવાર રીતે નિયુક્ત થયેલા રોહિત શર્માના સુકાનમાં અને રાહુલ દ્રવિડના કોચિંગમાં મેન ઇન બ્લુએ રાંચીમાં ન્યુ ઝીલૅન્ડને બીજી ટી૨૦માં હરાવીને શ્રેણીમાં ૨-૦થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. આ સાથે રોહિત અને દ્રવિડની જુગલ જોડીની સફળ શરૂઆત થઈ છે. ભારતે ૩૧ ઑક્ટોબરે દુબઈમાં કિવીઓ સામે ખમવી પડેલી હારનો તાબડતોબ બદલો લઈ લીધો છે.
ભારતે ૧૫૪ રનનો લક્ષ્યાંક ૧૭.૨ ઓવરમાં (૧૬ બૉલ બાકી રાખીને) ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. કે. એલ. રાહુલ (૬૫) અને રોહિત શર્મા (૫૫) આ મૅચના બે સુપરસ્ટાર બૅટર હતા.
ગપ્ટિલની ધમાકેદાર શરૂઆત
રોહિત શર્માએ ફીલ્ડિંગ લીધા પછી કિવીઓની ટીમે બૅટિંગમાં આક્રમક આરંભ કર્યો હતો. માર્ટિન ગપ્ટિલે પહેલા બે બૉલમાં ચોગ્ગા ફટકારીને ભુવનેશ્વરનું સ્વાગત કર્યું હતું. ચોથા બૉલમાં મિડ-ઑફ પરથી દોડી આવેલા રાહુલથી ગપ્ટિલનો સુંદર પ્રયાસ બાદ કૅચ છૂટ્યો એનો ગપ્ટિલે ફાયદો ઉઠાવ્યો હતો અને એ ઓવર વધુ એક ફોર સાથે પૂરી કરી હતી. એ પ્રથમ ઓવરમાં ૧૪ રન બન્યા હતા અને પછીની ઓવરમાં ડેરિલ મિચલે દીપક ચાહરની ખબર લઈ નાખી હતી. એ ઓવરમાં ૧૦ રન બન્યા હતા. રોહિતે ત્રીજી ઓવર અક્ષર પટેલને આપતાં સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. જોકે ભુવીની પછીની ઓવરમાં ફરી ૧૩ રન બન્યા હતા. 
એક પટેલ અનલકી, બીજો પટેલ લકી
૯મી ઓવરમાં માર્ક ચૅપમૅન (૨૧ રન)ને આઉટ કર્યા બાદ અક્ષર પટેલની ૧૧મી ઓવરમાં વેન્કટેશ ઐયરે ગ્લેન ફિલિપ્સનો કેટલાક પ્રયાસ બાદ પણ કૅચ છોડ્યો હતો. જોકે પછીની ઓવરમાં ભારતનો નવો ખેલાડી ફાસ્ટ બોલર હર્ષલ પટેલ બીજા જ બૉલમાં ડેરિલ મિચલને આઉટ કરીને પ્રથમ ઇન્ટરનૅશનલ વિકેટ લેવામાં સફળ થયો હતો. સૂર્યકુમાર યાદવે કૅચ પકડતાં હર્ષલને સાથીઓ અભિનંદન આપવા દોડી આવ્યા હતા. યોગાનુયોગ, બન્ને ઓપનરો (ગપ્ટિલ અને મિચલ) ૩૧-૩૧ રન બનાવીને પૅવિલિયનભેગા થઈ ગયા હતા.
૧૬મી ઓવરમાં અશ્વિને વિકેટકીપર સાઇફર્ટ (૧૩ રન)ની વિકેટ લીધી હતી. ૧૭મી ઓવરમાં હર્ષલ કલાકે ૧૩૨ કિલોમીટરની ઝડપે ફરી ત્રાટક્યો હતો અને ફટકાબાજીમાં વ્યસ્ત ગ્લેન ફિલિપ્સને ડીપમાં સબસ્ટિટ્યૂટ ઋતુરાજ ગાયકવાડના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. ફિલિપ્સે જીવતદાન મળ્યા બાદ ૨૧ બૉલમાં ત્રણ સિક્સર, એક ફોરની મદદથી બનેલા પોતાના ૩૪ રનના અને ટીમના ૧૩૭ રનના સ્કોર સાથે પાંચમી વિકેટના રૂપમાં વિદાય લીધી હતી.
દરેક ભારતીય બોલરને મળી વિકેટ
૧૮મી ઓવરમાં ભુવનેશ્વરે જેમ્સ નીશામની વિકેટ લેતાં પાંચેપાંચ બોલરમાં તેને પણ વિકેટ મળી હતી. ચાહર, અશર, અને એક-એક તથા હર્ષલને બે વિકેટ મળી હતી. ન્યુ ઝીલૅન્ડનો દાવ ૬ વિકેટે બનેલા ૧૫૩ રનના સ્કોર પર પૂરો થયો હતો.
ન્યુ ઝીલૅન્ડે ટીમમાં લૉકી ફર્ગ્યુસન, રચિન રવીન્દ્ર અને ટૉડ ઍસ્ટલના સ્થાને ઍડમ મિલ્ન, ઈશ સોઢી અને જેમ્સ નીશામને સમાવ્યા હતા.
ત્રીજી અને છેલ્લી મૅચ આવતી કાલે (સાંજે ૭.૦૦થી) કલકત્તામાં રમાશે.

માર્ટિન ગપ્ટિલે દીપક ચાહરનો ફરી શિકાર થતાં પહેલાં વિરાટ કોહલીનો રેકૉર્ડ તોડ્યો

માર્ટિન ગપ્ટિલ બુધવાર પછી ગઈ કાલે ફરી પેસ બોલર દીપક ચાહરનો શિકાર બન્યો હતો. જોકે ૩૧ રન બનાવીને પાછો જતાં પહેલાં ગપ્ટિલે ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં વિરાટ કોહલીના ૩૨૨૭ રનનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો. હવે ગપ્ટિલ તમામ ટી૨૦ પ્લેયરોમાં ૩૨૪૮ રન સાથે મોખરે છે. જોકે ગપ્ટિલની ૩૨.૪૮ની ઍવરેજ સામે કોહલીની ૫૨.૦૪ની તોતિંગ સરેરાશ છે. રોહિત શર્મા ૩૦૮૬ રન, ૩૨.૮૨ની સરેરાશ) ત્રીજા સ્થાને છે.

20 November, 2021 07:59 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News in short: સિંધુ સેમીમાં ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન સામે હારી ગઈ

સિંધુનો ૨૧-૧૫, ૯-૨૧, ૧૪-૨૧થી પરાજય થયો હતો.

28 November, 2021 03:41 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

અક્ષરે બાજી અપાવી : હવે બૅટર્સની કસોટી

સાધારણ ટાર્ગેટ ન્યુ ઝીલૅન્ડ સામે ભારતને જિતાડી શકે ઃ કિવીઓએ ગઈ કાલે છેલ્લી ૯ વિકેટ માત્ર ૯૯ રનમાં ગુમાવી

28 November, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સહાની ઈજા બાદ વિકેટકીપર ભરતના ત્રણ લાજવાબ શિકાર

ગઈ કાલે ભરતે કાનપુરમાં ન્યુ ઝીલૅન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

28 November, 2021 03:24 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK