ભારતીય મૂળની અને ઑસ્ટ્રેલિયાની લેજન્ડરી મહિલા ક્રિકેટર લિસા સ્થલેકર ફેડરેશન ઑફ ઇન્ટરનૅશનલ ક્રિકેટર્સ અસોસિએશન્સ (ફિકા)ની પહેલી મહિલા પ્રમુખ બની છે.

લિસા સ્થલેકર
રામનાથન, ભાંબરી વિમ્બલ્ડનના પહેલા જ ક્વૉલિફાઇંગમાં પરાજિત
ભારતના બે સિંગલ્સ ખેલાડીઓ રામકુમાર રામનાથન અને યુકી ભાંબરી ફરી એક વાર ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધામાં પહોંચતાં પહેલાંની ક્વૉલિફાઇંગ મૅચનો અવરોધ પાર કરવામાં નિષ્ફળ ગયાં છે. તેઓ વિમ્બલ્ડનમાં રમવા માટેનો મોકો ગુમાવી બેઠા છે. સોમવારે ભારતના નંબર-વન ખેલાડી રામનાથનનો ચેક રિપબ્લિકના વિટ કૉપ્રિવા સામે ૫-૭, ૪-૬થી પરાજય થયો હતો. ભાંબરીને સ્પેનના બર્નેબ મિરાલીસે ૫-૭, ૧-૬થી હરાવ્યો હતો. હવે ભારતીયોમાં માત્ર સાનિયા મિર્ઝાને વિમ્બ્લડનમાં રમવા માટેનો ચોક્કસ પ્રવેશ મળ્યો છે. તે ડબલ્સમાં રમશે. રોહન બોપન્ના આ સ્પર્ધામાં નથી રમવાનો.
સ્વિમિંગ પછી રગ્બીમાં પણ કિન્નર ઍથ્લીટો પર પ્રતિબંધ
વર્લ્ડ સ્વિમિંગની ગવર્નિંગ બોડીએ મહિલાઓની ઇવેન્ટ્સમાં ભાગ લેવાની કિન્નર સ્વિમર્સને મનાઈ કરી એના બે દિવસ બાદ હવે મહિલાઓની ઇન્ટરનૅશનલ રગ્બી લીગ મૅચોમાં પણ કિન્નરોના ભાગ લેવા પર પ્રતિબંધ મુકાયો છે. જોકે રગ્બીની ગવર્નિંગ બોડી ભવિષ્યમાં કિન્નર ઍથ્લીટોનો સમાવેશ કરવો કે નહીં એ વિશેની નીતિ તૈયાર
કરી રહી છે.
લિસા સ્થલેકર ક્રિકેટરોના સંગઠનની પ્રથમ મહિલા પ્રમુખ
ભારતીય મૂળની અને ઑસ્ટ્રેલિયાની લેજન્ડરી મહિલા ક્રિકેટર લિસા સ્થલેકર ફેડરેશન ઑફ ઇન્ટરનૅશનલ ક્રિકેટર્સ અસોસિએશન્સ (ફિકા)ની પહેલી મહિલા પ્રમુખ બની છે. ૪૨ વર્ષની ઑસ્ટ્રેલિયાની આ ભૂતપૂર્વ કૅન્ટન પહેલાં સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ બૅટર બેરી રિચર્ડ્સ, ભૂતપૂર્વ કૅરિબિયન ઑલરાઉન્ડર જિમી ઍડમ્સ અને ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ બૅટર વિક્રમ સોલંકી ફિકાના પ્રમુખસ્થાને રહી ચૂક્યા છે. લિસા કુલ ૧૮૭ ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી. તે ઑસ્ટ્રેલિયાની ચાર વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમની મેમ્બર રહી ચૂકી છે.