Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > લુઇસનો કૅચ આઇપીએલના ગ્રેટેસ્ટ કૅચિસ ઑફ ઑલ ટાઇમમાં ગણી શકાય

લુઇસનો કૅચ આઇપીએલના ગ્રેટેસ્ટ કૅચિસ ઑફ ઑલ ટાઇમમાં ગણી શકાય

20 May, 2022 02:19 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લખનઉના માર્કસ સ્ટૉઇનિસે કહ્યું, ‘મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ ડિકૉકને બદલે લુઇસને મળવો જોઈતો હતો’

લુઇસનો કૅચ આઇપીએલના ગ્રેટેસ્ટ કૅચિસ ઑફ ઑલ ટાઇમમાં ગણી શકાય

લુઇસનો કૅચ આઇપીએલના ગ્રેટેસ્ટ કૅચિસ ઑફ ઑલ ટાઇમમાં ગણી શકાય


બુધવારે લખનઉએ ૨૧૧ રનનો ટાર્ગેટ આપ્યા પછી કલકત્તાએ છેલ્લા ૧૨ બૉલમાં જ્યારે ૩૮ રન બનાવવાના હતા ત્યારે કલકત્તાના વિજયની બહુ ઓછી આશા હતી. જોકે જેસન હોલ્ડરની ૧૯મી ઓવરમાં રિન્કુ સિંહ અને સુનીલ નારાયણે ભેગા મળીને ૧૭ રન બનાવ્યા એટલે વિજયની તક વધી ગઈ હતી. ૨૦મી ઓવર લખનઉના પેસ બોલર માર્કસ સ્ટૉઇનિસે કરી હતી જેના પહેલા ચાર બૉલમાં રિન્કુએ ૧૮ રન બનાવી લેતાં ફક્ત ત્રણ રનની જરૂર હતી. જોકે પાંચમા બૉલમાં રિન્કુના શૉટમાં પૉઇન્ટ પરથી દોડી આવેલા લખનઉના વેસ્ટ ઇન્ડિયન ખેલાડી એવિન લુઇસે ડાઇવ મારીને કૅચ પકડ્યો એની સાથે જ કલકત્તાના સઢમાં મોટું ગાબડું પડ્યું હતું. પછીના બૉલમાં સ્ટૉઇનિસે ઉમેશ યાદવને ક્લીન બોલ્ડ કર્યો અને આ દિલધડક મુકાબલામાં લખનઉની બે રનથી જીત થઈ હતી.
ક્વિન્ટન ડિકૉકને અણનમ ૧૪૦ રન બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. જોકે એ.એન.આઇ.ના અહેવાલ મુજબ સ્ટૉઇનિસે મૅચ પછી કહ્યું કે ‘અવિસ્મરણીય કૅચ બદલ એવિન લુઇસને આ અવૉર્ડ અપાવો જોઈતો હતો.’
આઇપીએલના ઑલટાઇમ ગ્રેટ કૅચિસમાં ગણવો જ જોઈએ એવો આ અભૂતપૂર્વ કૅચ એવિન લુઇસે પૉઇન્ટ પરથી લગભગ ૩૦ યાર્ડ દોડી આવીને ડાબી બાજુએ ડાઇવ મારીને પકડ્યો હતો અને કલકત્તાને યાદગાર વિજય અપાવવાની રિન્કુ સિંહની આશા પર પાણી ફેરવી દીધું હતું.
લખનઉ વતી સ્ટૉઇનિસ અને મોહસિન ખાને ત્રણ-ત્રણ તેમ જ કે. ગૌતમ અને રવિ બિશ્નોઈએ એક-એક વિકેટ લીધી હતી.


Whatsapp-channel Whatsapp-channel

20 May, 2022 02:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK