Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પૂરપાટ દોડ્યા બાદ ફસડાઈ ચેન્નઈ એક્સપ્રેસ

પૂરપાટ દોડ્યા બાદ ફસડાઈ ચેન્નઈ એક્સપ્રેસ

21 May, 2022 02:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી ૬ ઓવરમાં ૭૫ રન સાથે ધમાકેદાર શરૂઆત, ત્યાર બાદ ૧૪ ઓવરમાં માત્ર એટલા જ રન બનાવીને માંડ-માંડ બનાવ્યા ૧૫૦ રન ઃ  ચેન્નઈના મોઇન અલીના કરીઅર બેસ્ટ ૯૩ રન

પૂરપાટ દોડ્યા બાદ ફસડાઈ ચેન્નઈ એક્સપ્રેસ

પૂરપાટ દોડ્યા બાદ ફસડાઈ ચેન્નઈ એક્સપ્રેસ


ગઈ સીઝનનું ચૅમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ ગઈ કાલે શરૂઆતમાં અસલી ટચ બતાવ્યા બાદ ફસડાઈ પડ્યું હતું. રાજસ્થાનને ૧૫૧ રનનો સામાન્ય ટાર્ગેટ જ આપી શક્યું હતું. ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરતાં ચેન્નઈએ પહેલી જ ઓવરમાં ઓપનર ઋતુરાજ ગાયકવાડ (૨)ને ગુમાવી દીધો હતો. ત્યાર બાદ ડેવોન કૉન્વે (૧૬) અને મોઇન અલી (કરીઅરના બેસ્ટ ૯૩)એ ફોર અને સિક્સર વડે બ્રેબર્ન ગજવતાં ૩૯ બૉલમાં ૮૩ રન ફટકારીને ૨૦૦ પ્લસની આશા જગાવી હતી, પણ કૉન્વે આઠમી ઓવરમાં આઉટ થયા બાદ ચેન્નઈ ફસડાઈ પડ્યું હતું. નારાયણ જગદીશન (૧) અને અંબાતી રાયુડુ (૩) સાવ ફ્લૉપ સાબિત થયા હતા. ધોની પણ ૨૮ બૉલમાં એક ફોર અને એક સિક્સર સાથે માત્ર ૨૬ રન જ બનાવી શક્યો હતો. મોઇન અલી પણ સીઝનની સેકન્ડ ફાસ્ટેસ્ટ હાફ સેન્ચુરી બાદ ઢીલો પડી જતાં પહેલી ૬ ઓવરમાં ૭૫ રન બનાવનાર ચેન્નઈએ બાકીની ૧૪ ઓવરમાં માત્ર ૭૫ રન બનાવ્યા હતા અને ૨૦૦ પ્લસની આશા સામે માંડ ૧૫૦ રન સુધી પહોંચી શક્યું હતું. 
૪૫ બૉલ પછી બાઉન્ડરી
ચોથી, પાંચમી અને છઠ્ઠી ઓવરમાં છગ્ગા-ચોક્કાના વરસાદ બાદ ચાહકોના આશ્ચર્ય વચ્ચે ચેન્નઈના બૅટર્સ ઠંડા પડી ગયા હતા. સાતમી ઓવરના ચોથા બૉલમાં ચહલને મોઇને ચોગ્ગો ફટકાર્યા બાદ છેક ૧૫મી ઓવરના બીજા બૉલમાં એટલે કે ૪૫મા બૉલે ચહલને ધોનીએ બાઉન્ડરી ફટકારી હતી. આ છગ્ગા-ચોક્કાનો દુકાળ ચેન્નઈને નડી ગયો હતો અને ૨૦૦ પ્લસના સ્કોર તરફ આગળ વધી રહેલી ચેન્નઈ એક્સપ્રેસ ૧૫૦ રન પર અટકી ગઈ હતી. 
આવતા વર્ષે પણ રમશે ધોની
છેલ્લાં બે વર્ષથી જે સવાલ ઊઠ્યા હતા એ સવાલ હતા કે ‘શું ધોની આગામી સીઝનમાં રમતો દેખાશે?’ તો જવાબ મળ્યો કે ધોની આવતા વર્ષે પણ પીળી જર્સીમાં દેખાશે. રાજસ્થાન સામેની મૅચમાં ધોનીએ ટૉસ જીતીને બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આખરે એને સવાલ પૂછવામાં આવ્યો કે ‘તું આગામી સીઝનમાં રમશે?’ ત્યારે ધોનીએ એક જ શબ્દમાં જવાબ આપ્યો ‘ચોક્કસ. ચેન્નઈમાં રમ્યા વગર ચેન્નઈની ટીમના પ્રશંસકોનો આભાર હું કઈ રીતે માની શકું.’

પૂરપાટ દોડ્યા બાદ ફસડાઈ ચેન્નઈ એક્સપ્રેસ



આઇપીએલમાં ધોની છેલ્લી વાર રમતો જોવા મળવાનો છે એમ માનીને હજારો ચાહકો ગઈ કાલે બ્રેબર્નમાં ઊમટી પડ્યા હતા. ધોની બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે ૧૮મી ઓવર બાદ ચેન્નઈ ટીમનું ટીશર્ટ પહેરેલો એક ચાહક બધાં જ બંધનો વટાવીને મેદાનમાં દોડી ગયો હતો. જોકે બાયો-બબલ્સના પ્રોટોકોલને લીધે ધોનીએ તેને મળવાનું ટાળ્યું હતું, પણ ધોનીએ હાથ ઊંચો કરીને તેના પ્રેમને સ્વીકાર્યો હતો. સિક્યૉરિટી ગાર્ડ પણ તરત જ મેદાનમાં દોડી આવ્યા હતા અને તેને ગ્રાઉન્ડની બહાર લઈ ગયા હતા.



Whatsapp-channel Whatsapp-channel

21 May, 2022 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK