° °

આજનું ઇ-પેપર
Thursday, 28 October, 2021


પોસ્ટ ગાયબ થઈ, કૅપ્ટનને કહ્યું પણ નહીં

14 February, 2020 03:26 PM IST | Mumbai Desk

પોસ્ટ ગાયબ થઈ, કૅપ્ટનને કહ્યું પણ નહીં

પોસ્ટ ગાયબ થઈ, કૅપ્ટનને કહ્યું પણ નહીં

ટીમ ઇન્ડિયા હાલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝ રમવાની તૈયારી કરી રહી છે ત્યારે વિરાટ કોહલીને જબરદસ્ત ઝાટકો લાગ્યો છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરના તમામ સોશ્યલ મીડિયામાંથી પ્રોફાઇલ પિક્ચર અને પોસ્ટ હટી ગઈ હતી જેને લીધે પ્લેયરો પણ મૂંઝવણમાં હતા. આરસીબીને લીડ કરી રહેલા કોહલીને પણ આ વાતનું આશ્ચર્ય થયું છે. આરસીબીને ટૅગ કરતાં કોહલીએ કહ્યું, ‘પોસ્ટ ગાયબ અને કૅપ્ટનને કોઈએ કહ્યું પણ નથી. આરસીબી જો તમને કોઈ મદદ જોઈએ તો મને કહેજો.’

કોહલી પહેલાં યુઝવેન્દ્ર ચહલે પણ આ ઘટનાને આરસીબીની ગૂગલી ગણાવી હતી, જ્યારે એ. બી. ડિવિલિયર્સ પણ આ પ્રકારની ઘટનાથી આશ્ચર્ય પામ્યો હતો. જોકે હકીકત એ છે કે રૉયલ ચૅલેન્જર્સે મુથૂત ફિનકૉર્પ લિમિટેડ સાથે ત્રણ વર્ષનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે. આ ટીમનાં રંગરૂપ બદલાઈ રહ્યાં છે અને એની જાહેરાત આજે કરવામાં આવશે.

14 February, 2020 03:26 PM IST | Mumbai Desk

અન્ય લેખો

ક્રિકેટ

જે પૂછવું હોય તે જલદી પૂછી લો, મારું અંગ્રેજી પાંચ મિનિટમાં પૂરું થઈ જશે, ભાઈ!

પ્રેસ કોન્ફરન્સમાં અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન મોહમ્મદ નબીએ આપ્યું એવું નિવેદન કે લોકો હસીને લોટપોટ થઈ ગયા.

27 October, 2021 07:39 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

નવી IPL ટીમની જાહેરાત બાદ સૌરવ ગાંગુલીને કેમ આપવું પડ્યું રાજીનામુ, જાણો અહીં...

બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ATK Mohun Baganના પદ પરથી રાજીનામુ આપી દીધું છે. તેમણે આની પાછળના કારણો પણ જણાવ્યા છે. 

27 October, 2021 07:54 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ક્રિકેટ

જ્યારે શૉ દરમિયાન એન્કરે શોએબ અખ્તર સાથે કરી ગેરવર્તણૂક,  જુઓ વીડિયો

મંગળવારે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ન્યૂઝીલેન્ડ સામે પાંચ વિકેટની જીત બાદ ઈવેન્ટના હોસ્ટે તેની સાથે ખરાબ વર્તન કર્યું અને તેનું અપમાન કર્યું.

27 October, 2021 05:12 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK