Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઇપીએલમાં ક્રિકેટની નહીં, રૂપિયાની બોલબાલા: ડેલ સ્ટેન

આઇપીએલમાં ક્રિકેટની નહીં, રૂપિયાની બોલબાલા: ડેલ સ્ટેન

03 March, 2021 10:23 AM IST | Karachi
Agency

આઇપીએલમાં ક્રિકેટની નહીં, રૂપિયાની બોલબાલા: ડેલ સ્ટેન

ડેલ સ્ટેન

ડેલ સ્ટેન


હાલમાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં રમી રહેલા સાઉથ આફ્રિકન પ્લેયર ડેલ સ્ટેને તાજેતરમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે અને આઇપીએલમાં પૈસો હોવાનું કહ્યું છે. એક યુટ્યુબ ચૅનલને આપેલી મુલાકાતમાં ડેલ સ્ટેને કહ્યું કે ‘આઇપીએલમાં એટલી મોટી સ્ક્વૉડ હોય છે, એટલાં મોટાં નામ હોય છે કે ત્યાં ક્રિકેટ કરતાં ખેલાડીઓની કમાણી પર વધારે ધ્યાન આપવામાં આવે છે અને ક્રિકેટને ભુલાવી દેવામાં આવે છે. જો તમે પીએસએલ કે શ્રીલંકા પ્રીમિયર લીગમાં રમો છો તો તમારું ધ્યાન ક્રિકેટ પર જ રહે છે. હું ઘણા સમયથી પીએસએલમાં રમું છું અને મારી રૂમમાં જે કોઈ આવે છે તે મારી ગેમને લઈને વાત કરે છે અને જ્યારે હું ભારતમાં આઇપીએલ રમું છું ત્યારે હું કેટલા રૂપિયા કમાયો એવા પ્રશ્નો પૂછવામાં આવે છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 March, 2021 10:23 AM IST | Karachi | Agency

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK