° °

આજનું ઇ-પેપર
Friday, 21 January, 2022


કપોળ, ઘોઘારી લોહાણા, માહ્યાવંશી અને મેમણની શાનદાર જીત સાથે શરૂઆત

28 November, 2021 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

કચ્છી વીસા ઓસવાળ જૈન અને નવગામ વીસા વણિકનો એકસરખો ૧૩ રનથી પરાજય, ગુર્જર ક્ષત્રિય કડિયા ગઈ સીઝન જેવો ચમકારો ન બતાવી શકી : રોહિદાસ વંશી વઢિયારા ટીમે હાથમાં આવેલી બાજી ગુમાવી દીધી

કપોળ, ઘોઘારી લોહાણા, માહ્યાવંશી અને મેમણની શાનદાર જીત સાથે શરૂઆત

કપોળ, ઘોઘારી લોહાણા, માહ્યાવંશી અને મેમણની શાનદાર જીત સાથે શરૂઆત

મૅચ-૧
મિડ-ડે કપ ૨૦૨૧ના લીગ રાઉન્ડના બીજા દિવસનો પહેલો જંગ મૅચ ગ્રુપ-ઈના બે બળિયા કપોળ અને કચ્છી વીસા ઓસવાળ જૈન વચ્ચે હતો. કચ્છી વીસા ઓસવાળ જૈનના કૅપ્ટન તુષાર ગોગરીએ ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગનો નિર્ણય લીધો હતો. કપોળ ટીમને બીજી ઓવરમાં ૧૫ રનના સ્કોરે ઓપનર મૌલિક મહેતા (૧૪)ના રૂપે પહેલો ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ વિકેટકીપર-બૅટર પાર્થ મથુરિયા (૫૧) અને ઉમંગ શાહ (૨૭) વચ્ચે ૧૦૮ રનની પાર્ટનરશિપે કપોળ ટીમના સ્કોરને આ સીઝનના હાઇએસ્ટ ૧૩૨ રન સુધી પહોંચાડી દીધો હતો. નવમી ઓવરમાં પહેલા બે બૉલે પાર્થ મથુરિયા અને ઉમંગ શાહને આઉટ કરીને જિગર બહુવાએ કપોળ ટીમની ૧૫૦ પ્લસના સ્કોરની આશા પર પાણી ફેરવી દીધું હતું. જોકે ત્યાર બાદ તે હૅટ-ટ્રિકની કમાલ નહોતો કરી શક્યો, નહીંતર કપોળ ટીમને ૨૦ રનનો ઝટકો લાગ્યો હોત. 
૧૩૩ રનના ટાર્ગેટ સામે કચ્છી વીસા ઓસવાળ જૈનના ઓપનરો ધીરેન દેઢિયા (૫૦) અને માનવ પાસડે (૧૮) સાવચેતીભરી શરૂઆત કર્યા બાદ ત્રીજી ઓવરમાં બે સિક્સર અને એક ફોર સાથે ૧૭ રન ફટકારીને ગિયર બદલ્યું હતું અને ચોથી ઓવરમાં ઉપરાઉપરી બે સિક્સર ફટાકરીને ટીમના સ્કોરને ૬૦ રન પર પહોંચાડી દીધો હતો. ત્યાર બાદ પાંચમી ઓવરમાં સાવચેતીપૂર્વક રમતાં પાંચ રન બનાવીને ૧૦ રન મેળવ્યા હતા અને એ ઓવરના અંતે સ્કોર ૭૦ રન પર પહોંચી જતાં કપોળ કૅમ્પ જરા ચિંતાતુર થઈ ગયો હતો. ૭.૩ ઓવરમાં ટીમનો સ્કોર સેન્ચુરી પાર થયા બાદ મીત સેઠિયા રૂપે બીજી વિકેટ પડી હતી. કચ્છી વીસા ઓસવાળ જૈનને છેલ્લી બે ઓવરમાં જીતવા માટે ૩૧ રન બનાવવાના હતા. નવમી ઓવરમાં ૧૦ રન બન્યા હતા અને છેલ્લી ઓવરમાં જીતવા માટે જરૂરી ૨૧ રન સામે ૭ જ રન બની શકતાં કચ્છી વીસા ઓસવાળ જૈને ૧૩ રનથી હાર જોવી પડી હતી. આમ અપેક્ષા પ્રમાણે જ સંઘર્ષપૂર્વક મુકાબલો ક્રિકેટપ્રેમીઓને માણવા મળ્યો હતો. 
૧૮ બૉલમાં પાંચ સિક્સર અને ત્રણ ફોર સાથે આક્રમક ૫૧ રનની ઇનિંગ્સ બદલ કપોળના પાર્થ મથુરિયાને મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. 
ટૂંકો સ્કોર
કપોળ : ૧૦ ઓવરમાં ૧૩૨ રન (પાર્થ મથુરિયા ૧૮ બૉલમાં પાંચ સિક્સર અને ત્રણ ફોર સાથે ૫૧, ઉમંશ શાહ ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૨૭ રન, મૌલિક મહેતા ૯ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૪ રન, ધીરેન દેઢિયા ૧૩ રનમાં અને જિગર બહુઆ ૧૦ રનમાં બે-બે વિકેટ તથા વિરલ છેડા ૧૬ રનમાં એક વિકેટ)
કચ્છી વીસા ઓસવાળ જૈન :  ૧૦ ઓવરમાં ૧૧૯ રન (ધીરેન દેઢિયાએ ૩૧ બૉલમાં બે સિક્સર અને ૬ ફોર સાથે ૫૦, માનવ પાસડ ૧૨ બૉલમાં એક ફોર સાથે ૧૮, મીત સેઠિયા ૧૦ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૭ રન, મૌલિક મહેતા ૨૪ રનમાં બે તથા હર્ષિત ગોરડિયા ૧૬ રનમાં, સિતાંશુ પારેખ ૧૬ રનમાં તથા ભાર્ગવ મહેતા ૧૮ રનમાં એક-એક વિકેટ)
મૅચ-૨
બીજા દિવસની બીજી મૅચ ગ્રુપ-એની ટીમો મેમણ અને ગુર્જર ક્ષત્રિય કડિયા વચ્ચે હતી, જેમાં ગુર્જર ક્ષ​ત્રિય કડિયાના કૅપ્ટન દર્પણ ટાંકે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી. મેમણના કૅપ્ટન નાવેદ મીઠાઈવાલા પહેલી જ ઓવરમાં આઉટ થઈ જતાં ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમનો એક નિર્ણય યોગ્ય લાગી રહ્યો હતો. જોકે ત્યાર બાદ શોએબ હનીફ (૪૫), શોએબ શફી અને સમીર યુસુફ ૨૦-૨૦ રનની ઉપયોગી ઇનિંગ્સ રમતાં મેમણ ટીમે ૧૦ ઓવરના અંતે પાંચ વિકેટે ૧૧૪ રનનો ચૅલેજિંગ સ્કોર બનાવી લીધો હતો. નવમી ઓવરમાં તેમણે બનાવેલા ૨૧ રનને લીધે સ્કોર ૧૧૪ સુધી પહોંચી શક્યો હતો. ગુર્જર ક્ષત્રિય કડિયા ટીમે ૧૧૫ રનના ટાર્ગેટ સામે બે ઓવરમાં ૧૮ રન બનાવી યોગ્ય શરૂઆત કરી હતી, પણ ત્યાર બાદ નિરંતર વિકેટ-પતનને લીધે તેઓ ૧૦ ઓવરમાં ૮ વિકેટે માત્ર ૭૬ રન બનાવી શક્યા હતા અને તેમણે ૩૮ રનથી હાર જોવી પડી હતી. 
મેમણના શોએબ હ​નીફને ૨૯ બૉલમાં ૪૫ રનની ઉપયોગી ઇનિંગ્સ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરાયો હતો. 
ટૂંકો સ્કોર
મેમણ : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૪ રન (શોએબ હનીફ ૨૯ બૉલમાં બે સિક્સર અને ચાર ફોર સાથે ૪૫, શોએબ શફી ૧૨ બૉલમાં ચાર ફોર સાથે ૨૦ તેમ જ સમીર યુસુફ ૧૨ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૨૦ રન. નિકુંજ ગેડિયા ૨૪ રનમાં બે તેમ જ નવીન જાવેદ ૧૫ રનમાં, નિર્મલ ચૌહાણ ૧૬ રનમાં, મનીષ પરમાર ૨૧ રનમાં એક-એક વિકેટ)
ગુર્જર ક્ષત્રિય કડિયા ઃ ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૬ રન (નિર્મલ ચૌહાણ ૧૩ બૉલમાં બે ફોર સાથે અણનમ ૨૧ અને આલેશ ટાંક ૧૧ બૉલમાં બે ફોર સાથે ૧૨ રન. સમીર યુસુફ ૬ રનમાં તથા ફૈઝાન સત્તાર ૧૭ રનમાં બે-બે વિકેટ, અરકાન સુહેલ ચાર રનમાં, શોએબ હનીફ સાત રનમાં તેમ જ યાસર નદીમ ૧૨ રનમાં એક-એક વિકેટ)
મૅચ-૩
ત્રીજી મૅચ ગ્રુપ-બીની ટીમો ઘોઘારી લોહાણા અને નવગામ વીસા નાગર વણિક વચ્ચે હતી, જેમાં ઘોઘારી લોહાણાના નવા કૅપ્ટન અમન સુરૈયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ પસંદ કરી હતી. જોકે તેમણે પહેલી જ ઓવરમાં ઓપનર મૈ​ત્રિક ઠક્કરની વિકેટ ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી, પણ અન્ય ઓપનર સુજય ઠક્કર ૩૨ બૉલમાં ૩ સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૬૩ રનની અફલાતૂન ઇનિંગ્સના જોરે ટીમને ચૅલેન્જિંગ સ્કોર સુધી દોરી ગયો હતો. છેલ્લે નિશિત વસાણીએ ૬ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૨ રન ફટકારતાં ઘોઘારી લોહાણા ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૯ રન સુધી પહોંચી શકી હતી. નવગામ વીસા નાગર વણિકને તેમની નબળી ફીલ્ડિંગ બરાબરની નડી હતી. તેમણે સુજય ઠક્કરના બે આસાન કૅચ છાડ્યા હતા. ૧૦૦ રનના ટાર્ગેટ સામે પહેલી જ ઓવરમાં ૧૬ રન સાથે શાનદાર શરૂઆત કરી હતી. જોકે ત્યાર બાદ ઓપનર કૃશાંત શાહની ૧૪ બૉલમાં ૧૪ રનની ધીમી રમતને લીધે ટીમ પર પ્રેશર વધી ગયું હતું. પલક શાહે ૧૧ બૉલમાં એક સિક્સર અને ત્રણ ફોર સાથે ૨૨ રન ફટકારીને જીતની આશા જગાવી હતી, પણ તેઓ ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૮૬ રન સુધી જ પહોંચી શક્યા હતા અને ૧૩ રનથી હાર જોવી પડી હતી. નવગામ વીસા નાગર વણિકને નબળી ફીલ્ડિંગ ઉપરાંત ધીમી રનિંગ બિટ્વીન ધ વિકેટ હાર માટે કારણભૂત હતી. 
ઘોઘારી લોહાણાના સુજય ઠક્કરને ૬૩ રનની અફલાતતૂન ઇનિંગ્સ, એક શાનદાર કૅચ અને એક વિકેટ બદલ મૅન ઑફ ધ મૅચ જાહેર કરવામાં આવ્યો હતો. 
ટૂંકો સ્કોર
ઘોઘારી લોહાણા : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૯૯ રન (સુજય ઠક્કર ૩૨ બૉલમાં ત્રણ સિક્સર અને ૬ ફોર સાથે અણનમ ૬૩ તેમ જ નિશિત વસાણી ૬ બૉલમાં બે ફોરની મદદથી ૧૨ રન. શ્યામ શાહ ૧૨ રનમાં ત્રણ તેમ જ મનન શાહ સાત રનમાં અને પ્રણન શાહ ૧૫ રનમાં એક-એક વિકેટ)
નવગામ વીસા નાગર વણિક : ૧૦ ઓવરમાં પાંચ વિકેટે  ૮૬ રન (પલક શાહ ૧૧ બૉલમાં એક સિક્સર અને ૩ ફોર સાથે ૨૨, કૃશાંત શાહ ૧૪ બૉલમાં ૧ ફોર સાથે ૧૪ રન અને નીરવ  શાહ ૧૧ બૉલમાં બે ફોર સાથે ૧૩ રન. અમિત ઠક્કર ૧૪ રનમાં બે તેમ જ સુજય ઠક્કર અને કવન વસાણી સાત રનમાં તેમ જ અમન સુરૈયા ૨૩ રનમાં એક-એક વિકેટ)
મૅચ-૪
બીજા દિવસનો છેલ્લો જંગ ગ્રુપ-એની ટીમો માહ્યાવંશી અને રોહિદાસ વંશી વઢિયારા સમાજ વચ્ચે હતો. રોહિદાસ વંશી વઢિયારાના કૅપ્ટન ભરત સોલંકીએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગનો નિર્ણય લીધો હતો. જોકે તેમને પહેલી જ ઓવરમાં ઓપનર હરીશ ડોડિયા (૧)ના રૂપમાં ઝટકો લાગ્યો હતો. ૩ ઓવરમાં સ્કોર ૨૬ રન સુધી પહોંચ્યો હતો ત્યાં ચોથી ઓવરમાં મયંક મહેંદીવાળાએ ત્રણ બૉલમાં ત્રણ વિકેટ ઝડપીને રોહિદાસ વંશી વઢિયારા ટીમની કમર તોડી નાખી હતી. સતત ત્રણ બૉલમાં ૩ વિકેટ ગુમાવવાને લીધે રોહિદાસ વંશી વઢિયારા ટીમના સ્કોરમાંથી ૨૦ રન માઇનસ થઈ ગયા હતા અને ચોથી ઓવરના અંતે તેમનો સ્કોર ચાર વિકેટે માત્ર ૯ રન થયો હતો. છઠ્ઠી ઓવરના અંતે તેમનો સ્કોર માત્ર ૨૧ રન હતો અને લાંબા વિરામ બાદ ફરી મિડ-ડે કપ રમવા આવેલી માહ્યાવંશી ટીમને ૫૦ રનની આસપાસનો ટાર્ગેટ મળશે એવું લાગી રહ્યું હતું, પણ પ્રકાશ ગોહિલે (અણનમ ૩૩) અને કૅપ્ટન ભરત સોલંકી (૨૦)એ છેલ્લી ઓવર્સમાં થોડો દમ બતાવતાં સ્કોર સન્માનજનક ૭૫ રન સુધી પહોંચી શક્યો હતો. કૅપ્ટન ભરત સોલંકીએ બૅટિંગ બાદ બોલિંગમાં પણ પાવર બતાવતાં માહ્યાવંશી ટીમના બે સ્ટાર ખેલાડીઓ મયંક મહેંદીવાલા (૦) અને દીપક નાગનેકર (૧)ને પૅવિલિયનમાં પાછા મોકલીને માહ્યાવંશી કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. માહ્યાવંશી ટીમની હાલત એક સમયે ૨.૧ ઓવરમાં ૩ વિકેટે ૬ રન જેવી નાજુક થઈ ગઈ હતી, પણ ત્યાર બાદ ઓપનર હૃતિક રાઠોડ (૩૦) અને જતીન પટેલ (અણનમ ૧૯) ટીમને વહારે આવ્યા હતા અને ટીમને આઠમી ઓવરના છેલ્લા બૉલમાં ૬ વિકેટે યાદગાર જીત અપાવી હતી. આમ માહ્યાવંશીએ ૬ વિકેટે જીતવા સાથે મિડ-ડે કપમાં કમબૅક કર્યું હતું. 
કટોકટીમાં ૨૦ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૦ રનની ઉપયોગી ઇનિંગ્સ બદલ માહ્યાવંશીનો રુતિક રાઠોડ મૅન ઑફ ધ મૅચ જાહેર થયો હતો. 
ટૂંકો સ્કોર
રોહિદાસ વંશી વઢિયારા : ૧૦ ઓવરમાં ચાર વિકેટે ૭૫ રન (પ્રકાશ ગોહિલ ૨૯ બૉલમાં બે ફોર અને બે સિક્સર સાથે અણનમ ૩૩ રન, ભરત સોલંકી ૧૮ બૉલમાં ત્રણ ફોર સાથે ૨૦ રન, પ્રવીણ સોલંકી ૯ બૉલમાં ત્રણ ફોરની મદદથી ૧૪ રન. મયંક મહેંદીવાલા ૭ રન આપીને ૩​ અને જતીન પટેલ ૧૪ રનમાં એક વિકેટ)
માહ્યાવંશી : આઠ ઓવરમાં ચાર વિકેટે ૭૯ રન (હૃતિક રાઠોડ ૨૦ બૉલમાં ચાર ફોર અને એક સિક્સર સાથે ૩૦, જતીન પટેલ ૧૧ બૉલમાં ત્રણ ફોર સાથે અણનમ ૧૯ રન, હિરેન વાલણકર ૬ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૦ રન. ભરત સોલંકી ૧૨ રનમાં બે વિકેટ તેમ જ પ્રકાશ સોલંકી ૧૬ રનમાં અને શૈલેશ સાપરિયા ૨૦ રનમાં એક-એક વિકેટ)

મૅચ-શેડ્યુલ
આજની મૅચ
સવારે ૯.૦૦
કપોળ v/s ભટ્ટ મેવાડા બ્રાહ્મણ
સવારે ૧૧.૦૦
ચરોતર રૂખી v/s મેઘવાળ
બપોરે ૧.૦૦ 
મેમણ v/s પરજિયા સોની
બપોરે ૩.૦૦ 
કચ્છી લોહાણા v/s ઘોઘારી લોહાણા
શુક્રવારની મૅચો 
સવારે ૯.૦૦
સોરઠિયા મુસ્લિમ ઘાંચી v/s હાલાઈ લોહાણા
સવારે ૧૧.૦૦
ઘોઘારી લોહાણા v/s વાગડ વીસા ઓસવાળ જૈન
બપોરે ૧.૦૦ 
ચરોતર રુખી v/s માહ્યાવંશી
બપોરે ૩.૦૦ 
મેઘવાળ v/s રોહિદાસ વંશી વઢિયારા

28 November, 2021 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

પિચ બૅટિંગ માટે મુશ્કેલ બનતાં ભારતીય બૅટર્સ પાણીમાં બેસી ગયા

પ્રથમ વન-ડેમાં સાઉથ આફ્રિકાનો ૩૧ રનથી વિજય ઃ શાર્દુલ-બુમરાહની લડત એળે ગઈ

20 January, 2022 01:30 IST | South Africa | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

સૂર્યકુમાર-ઇશાને ‘પુષ્પા-ધ રાઇઝ’ ફિલ્મના સૉન્ગ પર કર્યો ડાન્સ

‘પુષ્પા-ધ રાઇઝ’ ફિલ્મનું જાવેદ અલીએ ગાયેલું ‘તેરી ઝલક અશરફી... શ્રીવલ્લી... નૈના મદક બરફી’ સુપરહીટ સૉન્ગ દેશ-વિદેશમાં ખૂબ લોકપ્રિય થયું છે

20 January, 2022 01:19 IST | Cape Town | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

નાગદેવી ક્રિકેટ લીગ ટી૨૦માં ટીયુવીએક્સ તૂફાની ચૅમ્પિયન

ટીયુવીએક્સે બૅટિંગ મળ્યા પછી ફક્ત ૪ વિકેટના ભોગે ૧૩૬ રન બનાવ્યા હતા

20 January, 2022 01:16 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK