Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કોહલીના સપોર્ટમાં આવ્યો યોહાન બ્લૅક

કોહલીના સપોર્ટમાં આવ્યો યોહાન બ્લૅક

11 February, 2021 11:14 AM IST | Kingsto

કોહલીના સપોર્ટમાં આવ્યો યોહાન બ્લૅક

યોહાન બ્લેક અને સચિન તેંડુલકર

યોહાન બ્લેક અને સચિન તેંડુલકર


સતત ચાર ટેસ્ટ હારતાં વિરાટ કોહલી ટીકાકારોના નિશાના પર આવી ગયો છે અને ટેસ્ટમાં કૅપ્ટસી છોડીને અજિંક્ય રહાણેને સોંપી દેવાની માગણી થઈ રહી છે. જોકે આવા સમયે તેનો સૌથી મોટો પ્રશંસક અને ઑલિમ્પિક ગોલ્ડ મૅડલિસ્ટ જમૈકાના દોડવીર યોહાન બ્લૅક તેના સપોર્ટમાં આવ્યો છે.

સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કર્યો હતો જેમાં વિરાટ વિશે તેણે કહ્યું હતું કે ‘મને તેના વિશે સૌથી વધુ એ પસંદ છે કે તે કોઈ દિવસ બીજાને દોષ નથી આપતો, પણ પોતે જ બધી ભૂલોની જવાબદારી લઈ લે છે. તેની કૅપ્ટસીની આ વાત મને સૌથી વધુ પસંદ છે.’

વધુમાં બ્લૅકે કહ્યું હતું કે ‘હવે એ જોવા ઉત્સુક છે કે પહેલી મૅચમાં હાર બાદ ટીમ ઇન્ડિયા કેવી રીતે કમબૅક કરે છે. આ ટેસ્ટ ક્રિકેટ અત્યારે બેસ્ટ લેવલ પર છે. ભારત પહેલાં ઑસ્ટ્રેલિયામાં ૦-૧થી પાછળ હતું, હવે ઘરઆંગણે ૦-૧થી પાછળ છે. મને ટેસ્ટ ક્રિકેટ પસંદ છે, કેમ કે એ માનસિક રીતે તમારી પરીક્ષા લે છે. બીજી ટેસ્ટને લઈને ખૂબ ઉત્સુક છું.’


Whatsapp-channel Whatsapp-channel

11 February, 2021 11:14 AM IST | Kingsto

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK