ઝઘડા બદલ ઇશાન્તને અકમલ કરતાં વધુ દંડ
ADVERTISEMENT
બૅન્ગલોર: આ ગરમાગરમીની શરૂઆત ઇશાન્તે કરી હતી એવા અમ્પાયરોના રિપોર્ટના આધારે મૅચ રેફરી રોશન મહાનામાએ તેને વધુ દંડ ફટકાર્યો હતો. ઇશાન્તના નો બૉલમાં કૅચ પકડાતાં અમ્પાયરે અકમલને નૉટઆઉટ જાહેર કર્યો હતો અને પછીના બૉલમાં અકમલે જોરદાર ફટકો લગાવ્યો હતો. એ પછી બન્ને વચ્ચેનું ઘર્ષણ શરૂ થયું હતું અને પ્લેયરો તથા અમ્પાયરે તેમને છોડાવ્યા હતા. થોડી વાર પછી ઇશાન્તે જ અકમલનો કૅચ પકડ્યો હતો.