° °

આજનું ઇ-પેપર
Friday, 09 December, 2022


ઈરાની ટ્રોફીમાં સૌરાષ્ટ્રને હવે સૌરભ નડ્યો

03 October, 2022 12:30 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૌરાષ્ટ્રના પેસ બોલર ચેતન સાકરિયાએ પાંચ વિકેટ લીધી હતી.

સરફરાઝ ખાન Irani Cup

સરફરાઝ ખાન

રાજકોટમાં ૨૦૧૯-’૨૦ના રણજી ચૅમ્પિયન સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઑફ ઇન્ડિયા વચ્ચે રમાતી પાંચ દિવસની ઈરાની ટ્રોફીની મૅચમાં ગઈ કાલે બીજા દિવસે પણ યજમાન સૌરાષ્ટ્રની ટીમ મુસીબતમાં આવી ગઈ હતી. પ્રથમ દાવમાં આ સ્પર્ધાના ફિફ્ટ-લોએસ્ટ ૯૮ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગયા બાદ રેસ્ટ ઑફ ઇન્ડિયાએ ૩૭૪ રન બનાવીને ૨૭૬ રનની તોતિંગ સરસાઈ લીધી અને ત્યાર પછી સૌરાષ્ટ્રએ બીજા દાવમાં ૩૮ રનમાં પહેલી બન્ને વિકેટ (હાર્વિક દેસાઈ, સ્નેલ પટેલ) ગુમાવી દીધી હતી. રેસ્ટના લેફ્ટ આર્મ સ્પિનર સૌરભ કુમારે બે વિકેટ લીધી હતી. ગઈ કાલે સવારે રેસ્ટનો સરફરાઝ ખાન (૧૩૮ રન, ૧૭૮ બૉલ, બે સિક્સર, વીસ ફોર) શનિવારની અધૂરી રહેલી ઇનિંગ્સમાં ફક્ત ૧૩ રન ઉમેરી શક્યો હતો. સૌરાષ્ટ્રના પેસ બોલર ચેતન સાકરિયાએ પાંચ વિકેટ લીધી હતી.

03 October, 2022 12:30 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

ક્રિપ્ટોસ સે ભી તેઝ ગિર રહી હૈ અપની પર્ફોર્મન્સ યાર

ટીમ ઇન્ડિયાના દેખાવથી બેહદ નારાજ સેહવાગે ખેલાડીઓના અપ્રોચને જૂનોપુરાણો ગણાવ્યો ઃ મદન લાલે તો કહ્યું કે આ ટીમમાં બળ કે પૅશન જેવું કંઈ દેખાતું જ નથી

09 December, 2022 02:34 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બે ફાઇનલની હારનો બદલો ભારતે લેવાનો છે : આજે પ્રથમ ટી૨૦

આ પહેલી મૅચ સાંજે ૭.૦૦ વાગ્યે શરૂ થશે

09 December, 2022 02:31 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ઑસ્ટ્રેલિયાના ૩/૩૩૦ : આજે રનનો ઢગલો થશે?

પહેલી ટેસ્ટમાં રનનો જે ખડકલો થયો હતો એ જોતાં બીજી મૅચમાં પણ પુષ્કળ રન બનતા જોવા મળી શકે એમ છે

09 December, 2022 02:27 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK