મહેન્દ્ર સિંહ ધોની CSK માટે રમશે કે નહીં એ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવનારી રીટેન કરી શકાય એવા ખેલાડીઓની સંખ્યા પર નિર્ભર કરે છે
ધોની
ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના ઓનર એન. શ્રીનિવાસને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મહેન્દ્ર સિંહ ધોની CSK માટે રમશે કે નહીં એ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવનારી રીટેન કરી શકાય એવા ખેલાડીઓની સંખ્યા પર નિર્ભર કરે છે. જો ફ્રૅન્ચાઇઝીને પાંચ કે છ ખેલાડીને જાળવી રાખવાની મંજૂરી મળશે તો ધોની ચેન્નઈ માટે આગામી સીઝનમાં રમતો દેખાશે.

