Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બાકીની મૅચો મુંબઈ મિની આઇપીએલ સમજીને જ રમી રહ્યું છે‍‍ : ડૅનિયલ સેમ્સ

બાકીની મૅચો મુંબઈ મિની આઇપીએલ સમજીને જ રમી રહ્યું છે‍‍ : ડૅનિયલ સેમ્સ

09 May, 2022 12:14 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર કહે છે કે પ્લે-ઑફની રેસમાંથી આઉટ થયા પછી બાકીની ૬ ‍મૅચમાંથી બે જીત્યા છીએ અને ચારમાં કમાલ કરીને વિદાય લઈશું. આજે કલકત્તા સામે ટક્કર

સેમ્સનું કમાલનું કમબૅક : છઠ્ઠી એપ્રિલે ધુલાઈ, છઠ્ઠી મેએ વાહવાહી

IPL 2022

સેમ્સનું કમાલનું કમબૅક : છઠ્ઠી એપ્રિલે ધુલાઈ, છઠ્ઠી મેએ વાહવાહી


પાંચ વખતના ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ માટે આ ૧૫મી સીઝન ભારે નામોશીભરી રહી છે. રેકૉર્ડ સળંગ ૮ મૅચ હારીને મુંબઈ જેવી ટીમ સૌપ્રથમ પ્લે-ઑફની રેસમાંથી આઉટ થઈ ગઈ છે. ટીમના પર્ફોર્મન્સને જોતાં ત્યારે એવી વાતો થવા માંડી હતી કે આ વખતે મુંબઈ એની બધી ૧૪ મૅચો હારશે, પણ મુંબઈએ નવમી મૅચમાં રાજસ્થાનને પાંચ વિકેટે અને ત્યાર બાદ ૧૦મી મૅચમાં આ સીઝનની ટૉપની ટીમ ગુજરાત ટાઇટન્સને છેલ્લી ઓવરમાં રોમાંચક રીતે પાંચ રનથી હરાવીને કમબૅક કર્યું છે.

ગુજરાત સામેની એ યાદગાર જીતનો હીરો હતો ડૅનિયલ સેમ્સ. સેમ્સે ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે જરૂરી ૯ રન નહોતા કરવા દીધા અને માત્ર ૩ રન આપીને ગુજરાતના મોઢામાંથી જીતનો પ્યાલો છીનવી લીધો હતો.



મુંબઈની આજે ટક્કર કલકત્તા સામે ડી. વાય. પાટીલમાં થવાની છે. ફરીથી લયમાં આવી ગયેલી રોહિતસેનાને રોકવી હવે આસાન નહીં હોય.


ગુજરાત સામેની જીતના સ્ટાર સેમ્સે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘મુંબઈ ઇન્ડિયન્સ જીતના વિજયરથને જાળવી રાખીને જ સીઝનમાંથી વિદાય લેશે. એ સ્પષ્ટ છે કે અમે પ્લે-ઑફની રેસમાંથી આઉટ થઈ ગયા છે, પણ અમે બાકીની મૅચને એક અલગ મિની આઇપીએલ ગણીને રમી રહ્યા છીએ. પ્લે-ઑફની રેસમાંથી આઉટ થયા બાદ બાકી રહેલી છ મૅચમાંથી બે અમે જીતી લીધી છે અને બાકીની મૅચમાં પણ અમે જીતનો લય જાળવીને આવતા વર્ષ માટે ટીમનું ઘડતર કરીશું.’

છેલ્લે સેમ્સે કહ્યું કે ‘બાકીની મૅચ જીતવી છે એવો નિર્ધાર જ અમારા માટે સૌથી માટું મોટિવેશન છે. આ સીઝનને અમારે જીતના લય સાથે પૂરી કરવી છે. ભલે અમે હારી ગયા, પણ અમારી ટીમ નબળી નથી એ બાકીના મૅચમાં અમારે બધાને બતાવી દેવું છે.’


88
વધુ આટલા રન સાથે રોહિત શર્મા મુંબઈ વતી આઇપીએલમાં ૫૦૦૦ રનનો માઇલસ્ટોન મેળવી લેશે.

સેમ્સનું કમાલનું કમબૅક : છઠ્ઠી એપ્રિલે ધુલાઈ, છઠ્ઠી મેએ વાહવાહી

છઠ્ઠી મેએ ડૅનિયલ સેમ્સ છેલ્લી ઓવરમાં ગુજરાતને જરૂરી ૯ રન ન કરવા દઈને માત્ર ૩ રન આપીને હીરો બન્યો હતો. આ જીત બાદ સોશ્યલ મીડિયામાં સેમ્સની બરાબર એક મહિના પહેલાં એટલે કે છઠ્ઠી એપ્રિલની ધુલાઈને યાદ કરીને તેના કમાલના કમબૅકને બિરદાવી હતી. છઠ્ઠી એપ્રિલે કલકત્તાને ૨૪ બૉલમાં ૩૫ રનની જરૂર હતી ત્યારે ૧૭મી ઓવરમાં સેમ્સ પૅટ કમિન્સની અડફેટે ચડી ગયો હતો અને ચાર સિક્સર, બે ફોર અને ત્રણ નો-બૉલ સાથે જરૂરી ૩૫ રન એ જ ઓવરમાં આપીને વિલન બની ગયો હતો. આજે સેમ્સ કલકત્તા સામે એ ધુલાઈનો બદલો લેવો તત્પર હશે.

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2022 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK