પત્ની પાસે ગયાના પહોંચી ગયો, રાજસ્થાન મૅનેજમેન્ટ કહે છે કે ટૂંક સમયમાં પાછો આવી જશે

શિમરન હેટમાયર પત્ની સાથે
રાજસ્થાન રૉયલ્સ વતી રમી રહેલા કૅરિબિયન ખેલાડી શિમરન હેટમાયર બાયો-બબલ્સમાંથી નીકળીને સ્વેદશ રવાના થઈ ગયો છે. હેટમાયરની પત્ની નિર્વાણી તેમના પ્રથમ બાળકને જન્મ આપવાની હોવાથી રાજસ્થાન મૅનેજમેન્ટે તેને ગયાના જવાની વ્યવસ્થા કરી આપી હતી. જોકે રાજસ્થાન મૅનેજમેન્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ટૂંક સમયમાં પાછો મુંબઈ આવીને તે ટીમ સાથે જોડાઈ જશે.
હેટમાયરે શનિવારે પંજાબ સામે બે સિક્સર અને ત્રણ ફોર સાથે ૧૬ બૉલમાં અણનમ ૩૧ રન ફટકારીને ટીમને ૬ વિકેટે જીત અપાવી હતી. હેટમાયરે આ સીઝનમાં રાજસ્થાન વતી ફિનિશરની ભૂમિકા ભજવતાં ૧૧ મૅચમાં સાત વાર નૉટ-આઉટ રહીને ૨૯૧ રન બનાવ્યા છે. રાજસ્થાન હવે બુધવારે દિલ્હી સામે ટકરાવાનું છે.