પંજાબ અને દિલ્હીના ૧૨-૧૨ પૉઇન્ટ છે

રિષભ પંત, મયંક અગ્રવાલ
પૉઇન્ટ્સ-ટેબલમાં સાતમા નંબરની પંજાબ કિંગ્સ અને પાંચમા ક્રમની દિલ્હી કૅપિટલ્સ વચ્ચે આજે ડી. વાય. પાટીલમાં જોરદાર રસાકસી થશે, કારણ કે બન્ને ટીમ પ્લે-ઑફમાં પહોંચવા ભારે સંઘર્ષ કરી રહી છે અને આજે બેમાંથી કોઈ પણ ટીમને પરાજય પરવડશે નહીં.
કલકત્તાની માફક પંજાબ અને દિલ્હીના ૧૨-૧૨ પૉઇન્ટ છે. કલકત્તાની હવે માત્ર એક મૅચ બાકી છે, જ્યારે પંજાબ તથા દિલ્હીની આજનો મુકાબલો ગણીને બે-બે મૅચ બાકી છે. પંજાબના +૦.૦૨૩ સામે દિલ્હીનો રન-રેટ +૦.૨૧૦ છે જે જોતાં જો આ ત્રણેય ટીમો વચ્ચે હરીફાઈ થશે તો દિલ્હી મેદાન મારી શકે. દિલ્હીને આજે ડેવિડ વૉર્નરની મૂલ્યવાન ઇનિંગ્સની તલાશ હશે. પૃથ્વી શો ટાઇફોઇડમાંથી બહાર આવી ગયો છે, પરંતુ હૉસ્પિટલમાંથી રજા મળવા છતાં તે રમવા માટે ફિટ હશે કે નહીં એમાં શંકા છે. બોલિંગમાં દિલ્હીને ચેતન સાકરિયાનો જાદુ આજે જિતાડે તો નવાઈ નહીં.
5
હૈદરાબાદ આરંભમાં સતત આટલી મૅચ જીત્યા પછી શનિવારે લાગલગાટ આટલામી મૅચ હાર્યું, જેને લીધે ૧૦ પૉઇન્ટ સાથે છેક આઠમા સ્થાને ઊતરી ગયું.