° °

આજનું ઇ-પેપર
Thursday, 30 June, 2022


GS vs CSK : અમે બૅટિંગ લઈને ભૂલ કરી : ધોની

16 May, 2022 12:49 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાર્દિકની ટીમ જીતીને ટૉપ-ટૂમાં : ચેન્નઈના ૧૩૩/૫ સામે ગુજરાત ૧૯.૧ ઓવરમાં ૧૩૭/૩

ધોની IPL 2022

ધોની

ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ગઈ કાલે વાનખેડેમાં પોતાના માટે કમનસીબ પુરવાર થઈ રહેલી આઇપીએલની ૧૫મી સીઝનમાં વધુ એક મૅચ હારી ગઈ હતી, જ્યારે ગુજરાત ટાઇટન્સે આ મૅચ સાત વિકેટે જીતીને પ્લે-ઑફ માટેના ટૉપ-ટૂમાં સ્થાન જમાવી લીધું હતું. ચેન્નઈના સુકાની ધોનીએ મૅચ પછી કહ્યું, ‘ટૉસ જીત્યા પછી પ્રથમ બૅટિંગ લેવાનો અમારો નિર્ણય યોગ્ય નહોતો, કારણ કે ફર્સ્ટ હાફમાં ફાસ્ટ બોલરોના બૉલમાં શૉટ મારવા જરાય આસાન નહોતા અને સ્પિનરો સામે પણ એવી જ હાલત હતી.’

ચેન્નઈએ ગાયકવાડના ૫૩ તથા નારાયણ જગદીશનના અણનમ ૩૯ રન તથા મોઇન અલીના ૨૧ રનની મદદથી પાંચ વિકેટે ૧૩૩ રન બનાવ્યા હતા. ગુજરાત વતી શમીએ બે તેમ જ રાશિદ ખાન, અલ્ઝારી જોસેફ તથા આર. સાઇ કિશોરે એક-એક વિકેટ લીધી હતી. ગુજરાતે ઓપનર વૃદ્ધિમાન સાહા (અણનમ ૬૭, ૫૭ બૉલ, એક સિક્સર, આઠ ફોર), શુભમન ગિલના ૧૮ તેમ જ મૅથ્યુ વેડના ૨૦ અને ડેવિડ મિલરના અણનમ ૧૫ રનની મદદથી ૧૯.૧ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩૩ રન બનાવીને વિજય નોંધાવ્યો હતો.

સાહાએ બે કૅચ પણ પકડ્યા હતા અને તેને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.

16 May, 2022 12:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

આઇપીએલ એકેએક ભારતીય સુધી પહોંચાડીશું : નીતા અંબાણી

વાયાકૉમ18 કંપનીએ કહ્યું છે કે ક્રિકેટજગતની સર્વોચ્ચ લીગ ટુર્નામેન્ટ આઇપીએલને દેશના ખૂણેખૂણા સુધી અને દેશની એકેએક વ્યક્તિ સુધી લઈ જવાનો અમારો લક્ષ્યાંક છે

17 June, 2022 01:08 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

આઇપીએલની એક મૅચ ₨ ૧૦૦ કરોડની અને બીસીસીઆઇની તિજોરીમાં આવશે ₨ ૫૦,૦૦૦ કરોડ?

ઈ-ઑક્શનમાં રિલાયન્સ અને ડિઝની-સ્ટાર વચ્ચે તીવ્ર હરીફાઈ

13 June, 2022 02:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

બહુ દુ:ખની વાત છે કે દિલ્હી કૅપિટલ્સ પ્લેઑફમાં ન પહોંચી શકી : મિશેલ માર્શ

મુંબઈ સામેની કરો યા મરો મૅચમાં તે હારી ગઈ હતી

05 June, 2022 01:03 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK