Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2022: મેચ પહેલાં દિલ્હી કેપટલ્સના ઓપનર પૃથ્વી શૉને હોસ્પિટલમાં દાખલ કરાયો

IPL 2022: મેચ પહેલાં દિલ્હી કેપટલ્સના ઓપનર પૃથ્વી શૉને હોસ્પિટલમાં દાખલ કરાયો

08 May, 2022 06:55 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પૃથ્વી શૉએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટામાં તે હોસ્પિટલના બેડ પર આરામ કરતો જોવા મળે છે

તસવીર સૌજન્ય: પૃથ્વી શૉનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ

તસવીર સૌજન્ય: પૃથ્વી શૉનું અધિકૃત ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં દિલ્હી કેપિટલ્સ (DC)મા પ્લેયર પૃથ્વી શૉને તાવ છે. રવિવારે પૃથ્વી શૉએ હોસ્પિટલમાંથી પોતાનો ફોટો શેર કર્યો હતો. પૃથ્વી શૉએ માહિતી આપી છે કે તે તાવમાંથી સ્વસ્થ થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે પૃથ્વી શૉ છેલ્લી મેચ રમી શક્યો ન હતો અને સ્ટેડિયમ પર પણ પહોંચ્યો ન હતો. હવે જ્યારે રવિવારે જ ટીમની ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે મેચ છે, ત્યારે પૃથ્વી શોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.



પૃથ્વી શૉએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા ફોટામાં તે હોસ્પિટલના બેડ પર આરામ કરતો જોવા મળે છે. પૃથ્વીએ કેપ્શનમાં લખ્યું છે કે તે તાવથી સ્વસ્થ થઈ રહ્યો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં પાછો આવશે, તમારી પ્રાર્થનાઓ માટે બધાનો આભાર.


તમને જણાવી દઈએ કે રવિવારે જ દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે છે, પરંતુ તે પહેલા જ ટીમમાં કોરોનાનો મામલો સામે આવ્યો હતો. દિલ્હી કેપિટલ્સનો એક નેટ બોલર કોવિડ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, ત્યારબાદ તેને અને તેના રૂમમેટને આઈસોલેટ કરવામાં આવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સમાં ભૂતકાળમાં લગભગ અડધો ડઝન કોરોના કેસ નોંધાયા છે, જેમાં કેટલાક ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સામેલ હતા. જોકે, હવે દરેક તેમાંથી સ્વસ્થ થઈ ગયા છે.


 

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2022 06:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK