Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આઇપીએલ ઑક્શનમાં ગેઇલ, સ્ટોક્સ, સ્ટાર્ક, આર્ચર, કરૅનની બોલી નહીં લાગે

આઇપીએલ ઑક્શનમાં ગેઇલ, સ્ટોક્સ, સ્ટાર્ક, આર્ચર, કરૅનની બોલી નહીં લાગે

23 January, 2022 02:51 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૅન્ગલોરમાં યોજાનારા આ મેગા ઑક્શન માટે ૮૯૬ ભારતીય અને ૩૧૮ વિદેશીઓ સાથે કુલ ૧૨૧૪ ખેલાડીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલ

યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની આગામી સીઝન અને વધુ બે ટીમના ઉમેરા સાથે કુલ ૧૦ ટીમો વચ્ચે મોટા ભાગે ૧૨ અને ૧૩ ફેબ્રુઆરીએ મેગા ઑક્શનનું આયોજન થવાનું છે. આ ઑક્શનમાં માટે રજિસ્ટ્રેશન માટેની ૨૦ જાન્યુઆરીની ડેડલાઇન બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે ગઈ કાલે ૧૨૧૪ ખેલાડીઓનાં નામ જાહેર કર્યાં હતાં, જેમાં ૮૯૬ ભારતીય અને ૩૧૮ વિદેશી ખેલાડીઓનો સમાવેશ હતો. આ ઑક્શનમાં ૨૭૦ કૅપ્ડ (કમસે કમ એક ઇૅન્ટનેશનલ મૅચ રમનાર), ૯૦૩ અનકૅપ્ડ (એક પણ ઇન્ટરનૅશનલ મૅચ ન રમનાર) તેમ જ ૪૧ અસોસિએટ દેશોના ખેલાડીઓનો સમાવેશ હતો. આ લિસ્ટમાંથી ક્રિકેટ બોર્ડ દરેક ફ્રૅન્ચાઇઝીની પસંદગી-નાપસંદગી જાણ્યા બાદ કાપકૂપ કરીને ઑક્શનના બે-ત્રણ દિવસ પહેલાં ફાઇનલ લિસ્ટ તૈયાર કરશે.   
છેલ્લે ૨૦૧૮માં મેગા ઑક્શન યોજાયું હતુ અને ત્યારે ૮ ટીમ હતી, પણ હવે બે નવી ટીમ અમદાવાદ અને લખનઉના સમાવેશ સાથે કુલ ૧૦ ટીમો વચ્ચે આ મેગા ઑક્શન યોજાવાનું છે. 
સ્ટાર ખેલાડીઓ રહ્યા દૂર
૧૨૧૪ ખેલાડીઓની લાંબીલચક યાદીમાં અમુક નામી અને સુપરસ્ટાર ખેલાડીઓનાં નામ ન હોવાથી તેમના ચાહકોને ઝાટકો લાગ્યો હશે. આ ખેલાડીઓમાં યુનિવર્સ બૉસ ક્રિસ ગેઇલ, ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડરો બેન સ્ટોક્સ અને સૅમ કરૅન, ઇંગ્લૅન્ડના પેસ બોલર જોફ્રા આર્ચર અને ક્રિસ વૉક્સ તેમ જ ઑસ્ટ્રેલિયન પેસ બોલર મિચલ સ્ટાર્કનો સમાવેશ છે. 
૩૩ ખેલાડીઓને કરાયા રિટેન
આઇપીએલ ૨૦૨૨માં ૩૩ ખેલાડીઓને રિટેન કરાયા છે, જેમાં અત્યારની ૮ ટીમોએ ૨૭ ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે બે નવી ટીમો ૬ ખેલાડીઓને તેમની ટીમમાં સમાવેશ કર્યા છે.  
શ્રીસાન્ત પણ છે લિસ્ટમાં
મૅચ-ફિક્સિંગ બદલ બદનામ થયેલા અને સજા ભોગવનાર પેસ બોલર એસ. શ્રીસાન્તે ફરી એક વાર આઇપીએલ માટે પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. તેણે ૫૦ લાખની બેઝ પ્રાઇસ હેઠળ પોતાનું નામ રજિસ્ટર કરાવ્યું છે. ૩૮ વર્ષના શ્રીસાન્તે ગયા વર્ષે પણ મિની ઑક્શનમાં પણ નામ રજિસ્ટર કરાવ્યું હતું, પણ કોઈ ટીમે તેને ખરીદવામાં રસ નહોતો બતાવ્યો. શ્રીસાન્ત આઇપીએલમાં છેલ્લે ૨૦૧૩માં રાજસ્થાન રૉયલ્સ વતી રમ્યો હતો. 
૧૭ કરોડ સાથે રાહુલે કરી વિરાટની બરોબરી
નવી ટીમ લખનઉ લોકેશ રાહુલને સૌથી વધુ ૧૭ કરોડમાં સાઇન કર્યો છે. આ સાથે રાહુલે અત્યાર સુધીના સૌથી મોંઘા ખેલાડી વિરાટ કોહલીની બરોબરી કરી લીધી છે. 

કરોડપતિ રજિસ્ટર્સ પર એક નજર



મૅક્સિસમ બે કરોડ, દોઢ અને એક કરોડની બેઝ પ્રાઇસ માટે રજિસ્ટ્રેશન કરાવનાર અમુક નામી ખેલાડીઓ પર એક નજર
બે કરોડ 
ડેવિડ યૉર્નર, મિચલ માર્શ, રવિચન્દ્રન અશ્વિન, ડ્વેઇન બ્રાવો, કૅગિસો રબાડા, શ્રેયસ ઐયર, શિખર ધવન, ઈશાન કિશન, સુરેશ રૈના, પૅટ કમિન્સ, ઍડમ ઝૅમ્પા, સ્ટીવન સ્મિથ, માર્ક વુડ, ટ્રેન્ટ બોલ્ટ, ફૅફ ડુ પ્લેસી, ક્વિન્ટન ડિકૉક, સ્ટીવન સ્મિથ, યુઝવેન્દ્ર ચહલ, દીપક ચાહર, દિનેશ કાર્તિક, ઈશાન કિશન, કૃણાલ પંડ્યા, દેવદત્ત પડિક્કલ, ભુવેશ્વરકુમાર, અંબાતી રાયુડુ, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર, ઉમેશ યાદવ, જોશ હેઝલવુડ, શાકિબ-અલ-હસન, ઇમરાન તાહિર, ઓડિયન સ્મિથ.
દોઢ કરોડ
અમિત મિશ્રા, ઇશાન્ત શર્મા, વૉશિંગ્ટન સુંદર, ઍરોન ફિન્ચ, ક્રિસ લીન, નૅથન લાયન, કેન રિચર્ડસન, જૉની બેરસ્ટૉ ઇયોન મૉર્ગન, ઍલેક્સ હેલ્સ, ડેવિડ મલાન, કોલિન મુનરો, જીમ નીશામ, ટીમ સાઉધી, શિમરન હૅટમાયર, જેશન હોલ્ડર, નિકોલસ પૂરન
એક કરોડ
પીયૂષ ચાવલા, કેદાર જાધવ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ટી. નટરાજન, મનીષ પાન્ડે, અજિંક્ય રહાણે, નીતિશ રાણે, વૃદ્ધિમાન સહા, કુલદીપ યાદવ, જયંત યાદવ, જેમ્સ ફૉકનર, મોહમ્મદ નબી, મોઇઝીસ હેન્રીક્સ, ઍન્ડ્રુ ટાય, માર્નસ લબુશેન, રિલે મેરેડિથ.
લિયામ લિવિંગસ્ટન, ઑલી પોપ, મિચલ સૅન્ટનર, તબ્રેઝ શમ્સી, એઇડમ માર્કરમ, રૅસી વન ડર ડુસેન, વાનિન્દુ હસરંગા, રોસ્ટન ચેઝ, શેફર્ડ રુથફૉર્ડ, જોશ ફિલિપ્સ, ડેવોન કૉન્વે, કોલિન ડી ગ્રૅન્ડહોમ


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2022 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK