ધોનીએ ટીમની કૅપ્ટન્સી પાછી લઈ લીધી એ પહેલાં આ ટીમનું સુકાન સંભાળી ચૂકેલો જાડેજા ગઈ કાલે સાંજે રાજકોટ પાછો જવા રવાના થયો હતો

રવીન્દ્ર જાડેજા
ચેન્નઈ સુપર કિંગ્સના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ટીમ મૅનેજમેન્ટ સાથેની ખટપટ બાદ ટીમનું બાયો-બબલ છોડી દીધું હોવાનું ‘મિડ-ડે’ને ગઈ કાલે જાણવા મળ્યું હતું.
ધોનીએ ટીમની કૅપ્ટન્સી પાછી લઈ લીધી એ પહેલાં આ ટીમનું સુકાન સંભાળી ચૂકેલો જાડેજા ગઈ કાલે સાંજે રાજકોટ પાછો જવા રવાના થયો હતો. જોકે સીએસકેના મૅનેજમેન્ટે સત્તાવાર રીતે જણાવ્યું છે કે જાડેજા ઈજાને કારણે આ આઇપીએલની બાકીની મૅચની બહાર થઈ ગયો છે.
સીએસકેના આંતરિક સંદેશમાં જણાવાયું હતું કે ‘રવીન્દ્ર જાડેજાને પાંસળીમાં થોડું છોલાઈ ગયું હોવાથી સીએસકેની રવિવારની દિલ્હી સામેની મૅચ માટે ઉપલબ્ધ નહીં રહે. તબીબી સારવાર અનુસાર તે આ આઇપીએલ સીઝનની બાકીની મૅચમાં પણ નહીં રમે.’