Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જો હર્ષલ ક્રિકેટ ન રમતો હોત તો અમેરિકા શિફ્ટ થઈ ગયો હોત

જો હર્ષલ ક્રિકેટ ન રમતો હોત તો અમેરિકા શિફ્ટ થઈ ગયો હોત

11 April, 2021 12:31 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાઈ તપન પટેલે ભારતમાં રહીને ક્રિકેટર બનવા માટે આપ્યો હતો ટેકો, ગુજરાતમાં ગજ ન વાગતાં હરિયાણા જતો રહ્યો હતો

હર્ષલ પટેલ

હર્ષલ પટેલ


મુંબઈ ઇન્ડિયન્સ સામે શુક્રવારે પ્રથમ મૅચમાં ૨૭ રનમાં પાંચ વિકેટ સાથે તરખાટ મચાવીને રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો હર્ષલ પટેલ રાતોરાત સ્ટાર બની ગયો. મુંબઈ સામે પાંચ વિકેટ લેનાર હર્ષલ પ્રથમ બોલર બની ગયો હતો.  ૨૦૧૦માં મુંબઈ વતી આઇપીએલ કરીઅરની શરૂઆત કરનાર હર્ષલે તેમની જ સામે કરીઅરનો બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યો હતો.

...તો અમેરિકા જતો રહ્યો હોત



છેલ્લા એક દાયકાથી સખત મહેનત કરી રહેલા હર્ષલ માટે એક સમયે પરિવાર સાથે અમેરિકા સ્થાયી થવાનો મોકો હતો, પણ તેને ક્રિકેટમાં ખૂબ રસ-રુચિ હોવાથી તેને ભારતમાં જ રહેવું હતું. તેના ભાઈ તપને તેને પૂરેપૂરો સાથ આપ્યો હતો. હર્ષલ અમેરિકાનું ગ્રીન કાર્ડ પણ ધરાવે છે અને ૨૦૦૮માં અમેરિકામાં ન્યુ જર્સી ક્રિકેટ લીગમાં પણ તે રમી ચૂક્યો છે.


ગુજરાતથી હરિયાણા શિફ્ટ

જુનિયર ક્રિકેટમાં એક પ્રભાવશાળી ક્રિકેટર તરીકે હર્ષલનું નામ લેવામાં આવતું હતું. ૨૦૦૮માં વિનુ માંકડ ટ્રોફીમાં તેણે ૨૩ વિકેટ લઈને તરખાટ મચાવ્યો હતો. ૨૦૧૦ની અન્ડર-19 વર્લ્ડ કપમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પણ બદ્નસીબે તેને એક પણ મૅચ રમવાની તક નહોતી મળી. સિનિયર લેવલ પર ગુજરાતની ટીમમાં સિલેક્શન ન થતાં તે હરિયાણા શિફ્ટ થયો હતો. ૨૦૧૧-’૧૨ની રણજી ટ્રોફીમાં ક્વૉર્ટર અને સેમી ફાઇનલમાં તેણે સતત બે મૅચમાં આઠ વિકેટ લીધી હતી. હર્ષલ એક ઉપયોગી લોઅર બૅટ્સમૅન પણ છે. હર્ષલ અત્યારે હરિયાણા ટીમનો કૅપ્ટન છે.


આઇપીએલમાં મુંબઈથી શરૂઆત

જ્યાં સુધી આઇપીએલની વાત છે તો ૨૦૧૦માં મુંબઈ ઇન્ડિયન્સે સૌથી પહેલાં હર્ષલને ૮ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો પણ તેને એક પણ મૅચ રમવા નહોતી મળી. ૨૦૧૨માં બૅન્ગલોર વતી રમતાં તેણે ૧૨ મૅચમાં ૯ વિકેટ, જ્યારે ૨૦૧૫માં ૧૫ મૅચમાં ૧૭ વિકેટ લીધી હતી. ૨૦૧૮થી ૨૦૨૦ દરમ્યાન તે દિલ્હીની ટીમમાં સામેલ થયો હતો, પણ તાજેતરમાં બૅન્ગલોરે તેને ટ્રેડમાં દિલ્હી પાસેથી ખરીદ્યો હતો. છેલ્લી પાંચ સીઝનની વાત કરીએ તો હર્ષલને માત્ર ૧૮ મૅચમાં જ રમવાનો મોકો મળ્યો છે.

અત્યાર સુધી હર્ષલ ૬૪ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૨૨૬ વિકેટ લઈ ચૂક્યો છે.

ગતિ પરિવર્તન અને સ્લો યૉર્કર મારાં બે હથિયાર: હર્ષલ

હર્ષલ પટેલે તેના પરાક્રમી પર્ફોર્મન્સ બાદ જણાવ્યું કે ‘મને જ્યારે દિલ્હીથી ટ્રેડ કરીને બૅન્ગલોરે ખરીદ્યો હતો ત્યારે જ મને મારો રોલ સ્પષ્ટ રીતે જણાવી દીધો હતો. મારે ડેથ ઓવર્સમાં ૧૮મી અને ૨૦મી ઓવર કરવાની છે. મારા રોલ વિશે પહેલેથી સ્પષ્ટ હોવાથી હું પૂરતી તૈયારી શકું છું. ગતિ પરિવર્તન અને સ્લો યૉર્કર મારાં બે મજૂબત હથિયાર છે. સ્લો યૉર્કરમાં જ ગઈ કાલે ઈશાન કિશન અને જેન્સનની વિકેટ મળી હતી.’

Whatsapp-channel Whatsapp-channel

11 April, 2021 12:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK